સીપ્લેનની મજા માણી શકશે ગુજરાતીઓ, જાણી લો જલદી ક્યારથી થશે આ સુવિધા શરૂ

ઓક્ટોબર સુધીમાં સાબરમતીથી નર્મદા સુધી સીપ્લેન સુવિધા શરૂ કરાશે, ૧૬ સી-પ્લેન રૂટમાં બે રૂટ ગુજરાતના

રોડ સુવિધા અને વાયુ સુવિધા પછી હવે ગુજરાતમાં સી પ્લેન સુવિધાઓ પણ શરુ થવા જઈ રહી છે. દેશ ભરમાં નક્કી કરાયેલા ૧૬ સી-પ્લેન માટેના રૂટમાં ગુજરાતના બે રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાબરમતી નદીથી લઈને શેત્રુંજ્ય ડેમ સુધીના 250km સુધી સી પ્લેન ચલાવવા માટેની આ યોજના ઓક્ટોબર માસ સુધીમાં શરુ થઇ શકે છે. કેન્દ્રીય મંત્રીએ આ અંગે સંકેત આપ્યા છે.

image source

ઓક્ટોબર સુધીમાં સીપ્લેન શરૂ કરવાની સરકારની યોજના

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમા અત્યારે સીપ્લેનનો ઉપયોગ પ્રવાસન ક્ષેત્રે બહોળા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ સીપ્લેન ઉપયોગને લઈને વ્યવસાયિક લાભ મળી શકે એ માટે ઉડાન યોજના અંતર્ગત દેશભરમાં સી-પ્લેનની સફર શરુ કરવા માટે 16 જેટલા માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા આ 16 રૂટમાં બે રૂટ ગુજરાતના પણ છે.

image source

ગુજરાત માટે નક્કી કરાયેલા બે રૂટમાં એક સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી એટલે કે 200 કિલોમીટર અને બીજો રૂટ છે સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજે ડેમ 250 કિલોમીટર નક્કી કરવામાં આવ્યા છે. જો કે આ અંગે મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે સાબરમતીથી નર્મદા ડેમ સુધી ઓક્ટોબર સુધીમાં સીપ્લેન શરૂ કરવાની સરકારની યોજના છે.

image source

હાઈડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ, હંગામી ટર્મિનલ ઉભા કરવામાં આવશે

સાબરમતી નદી અને સરદાર સરોવર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટને પણ આ નક્કી કરાયેલા 16 સીપ્લેન રૂટમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે આ રૂટનો હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને હવે બન્ને બાજુ સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા ડેમ સાઈટ પર જેટી બનાવવાનું કામ પણ શરુ કરી દેવામાં આવશે.

image source

જો કે મળતી માહિતી મુજબ જેટી બાંધવાનું આ કામ પૂર્ણ થયા પછી એવિએશન મિનિસ્ટ્રી સાથે મળીને હંગામી ધોરણે ટર્મિનલ પણ ઉભુ કરવામાં આવશે. આ ઉડાન યોજના અંતર્ગત ઓક્ટોબર મહિના સુધીમાં સીપ્લેન યોજના શરુ કરવાનું આયોજન છે. જો કે કોરોનાના કારણે એમાં વિલંબ થઇ શકે છે.

બીજા તબક્કામાં સાબરમતીથી જૈન યાત્રાધામ શેત્રુંજી ડેમ સુધી

image source

આપને જણાવી દઈએ કે પાલિતાણા એક ધાર્મિક સ્થળ છે, જે જૈનોનું યાત્રાધામ છે. ગુજરાતના બીજા રૂટમાં સાબરમતીથી લઈને શેત્રુંજ્ય ડેમ સુધી 250 કિ.મી. સુધી સી પ્લેન ચલાવવાની યોજના છે અને આ રૂટનો પણ હાઇડ્રોગ્રાફિક સર્વે પૂરો થઇ ચુક્યો છે.

જો કે પ્રથમ તબક્કામાં સાબરમતીથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બીજા તબક્કામાં સાબરમતીથી શેત્રુંજી ડેમ, પાલિતાણા સુધી સી પ્લેન શરુ કરવાની સરકારી યોજના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત