આ છે સાબુદાણા બનવાની આખી પ્રોસેસ, સાથે જાણો સાબુદાણા ખાવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે..

ખાસ કરીને વ્રત-ઉપવાસમાં સાબુદાણા વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે. સાબુદાણા દેશભરમાં ખવાય છે અને તેનું પ્રચલન પણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સાબુદાણા ક્યારથી ખાવાના ઉપયોગમાં આવી રહ્યા છે? અથવા સાબુદાણા કઈ વસ્તુઓથી બનાવવામાં આવે છે? ભારતના ક્યા રાજ્યમાં સૌથી વધુ સાબુદાણાનું ઉત્પાદન થાય છે? આ તમામ વાતોની માહિતી મેળવો આ આર્ટિકલમાં…

જાણો ભારતમાં સૌથી પહેલા સાબુદાણા ક્યાં અને કોણે બનાવ્યા હતા… ભારતમાં 1943-44ના સમયમાં તમિલનાડુના સેલમમાં સાબુદાણા બનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી તે ઉપવાસમાં પ્રસિદ્ધ બન્યા છે. સેલમના માછી વેપારી મિક્કમ ચેટ્ટિયારે કેરળના વેપારી પોપટલાલ શાહની સાથે મળીને સાબુદાણા બનાવવાની શરૂઆત કરી હતી.

image source

આ રીતે બને છે સાબુદાણા- ટેપિઓકા રૂટ નામના કંદથી દૂધ કાઢીને તેની પ્રોસેસિંગ કરાય છે. તેનાથી સાબુદાણા તૈયાર કરાય છે. ટેપિઓકા મૂળ રીતે દક્ષિણ અમેરિકાનો એક છોડ છે. જે 19મી સદીની શરૂઆતમાં ભારત આવ્યું હતું. કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ટેપિઓકાની સૌથી વધુ ખેતી થાય છે. તમિલનાડુના સેલમમાં 700થી વધુ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી પણ છે.

સાબુદાણા બનાવવા માટે ટેપિઓકાને મોટા ટેન્કમાં નાખીને રાખવામાં આવે છે અને તેમાં સતત પાણી નાંખવામાં આવે છે. આ પછી આ તમામ ટેપિઓકાને મેશ કરી લેવામાં આવે છે. આ પ્રોસેસને 4થી 6 મહિના સુધી વારંવાર કરવામાં આવે છે. પછી તેને મશીનમાં નાંખીને સાબુદાણા બનાવવામાં આવે છે. સાબુદાણાને સૂકાવી લીધા બાદ તેની પર ગ્લૂકોઝ અને સ્ટાર્ચથી બનેલા પાઉડરની પોલિશ કરાય છે.

image source

આ વિટામીનનો સારો સોર્સ છે સાબુદાણા-સાબુદાણા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ અને વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે.

સાબુદાણા ખાવાથી શરીરને મળે છે આ ફાયદા

સાબુદાણા ખાવાથી ગરમીમાં રાહત મળે છે. તે તમારા શરીરમાં રહેલી ગરમીને ઓછી કરવામાં જલ્દી મદદ કરે છે. જો તમારું પેટ ખરાબ રહે છે તો તમે દૂધની સાથે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ લો. તમને જલ્દી રાહત મળી જશે. આ સિવાય તમે તેમાં રહેલા પોટેશિયમના કારણે તમારા માંસપેશીને ફાયદો કરાવી શકો છો અને સાથે બ્લડ પ્રેશરને પણ કાબૂમાં રાખી શકો છો. આ સિવાય જો તમને વારેઘડી પેટની સમસ્યા રહે છે તો આ નાના અને સામાન્ય લાગતા સાબુદાણા તમારી મદદ કરે છે. તે અપચો, ગેસની સમસ્યામાં પણ મદદ કરે છે. તમે તેની ખીર, ખીચડી કે ભેળ બનાવીને ખાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!