સચિન તેંડુલકર કોરોના હરાવીને આવી ગયા ઘરે, ટ્વિટ કરીને આપી જાણાકારી, ડોક્ટરો વિશે લખી જોરદાર પોસ્ટ

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે હાલમાં સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જાણવા મળ્યું હતું કે સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી વાઈરસનાં સંક્રમણને જોતાં સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હવે તેમની હાલત સ્વસ્થ જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ સચિન હવે ર પાછા ફર્યા છે. 27 માર્ચ સચિન કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. આ પછી તેમને 2 એપ્રિલના રોજ સ્થિતિની ગંભીરતાને જોતાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તે પછી સચિનનો ઈલાજ ડોક્ટરોની દેખરેખમાં થઈ રહ્યો હતો.

image source

હાલમાં હવે જાણવા મળી રહ્યું છે કે સચિનને છેલ્લાં એક અઠવાડિયાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સચિનને આ અંગે ગુરુવાર 8 એપ્રિલેનાં રીજ આ વિશે ટ્વિટ કરી જણાવ્યુ હતું. તેણે કહ્યું હતું કે તે હવે સંપૂર્ણ રીતે ઠીક છે, પરંતુ થોડા સમય સુધી હજુ તેઓને પોતાના ઘરમાં જ આયસોલેશનમાં રહેવાની સલાહ ડોકટરો દ્વારા આપવામાં આવી છે.

image source

સચિન તેંડુલકર હોસ્પિટલમાથી રજા પછી પોતાના સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ માહીતી આપી હતી. તેમણે લખ્યું હતું કે “હું હજી હોસ્પિટલથી ઘરે હાલમાં જ આવ્યો છું, આમ તો મારી તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી છે. પરંતુ પરિસ્થ્તિને જોતાં થોડા સમય માટે હું ઘરેથી જ મારૂ કામ કરીશ અને આયસોલેટ્સમાં રહીશ. તમારા બધાની દુઆઓ અને શુભેચ્છાઓ માટે હું બધાનો આભાર માનું છું.

આ સાથે સચિન તેંડુલકરે મેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ જે મારી દેખરેખ કરી રહ્યો હતો તેનાં તેઓ આભારી છે. આ સાથે તેણે કહ્યું કે એક વર્ષથી આ કોરોનાની મહામારી વચ્ચે મેડિકલ સ્ટાફ ખૂબ સેવા આપી રહ્યો છે. આ કામ માટે ખરેખર બધા તેમના આભારી છે. તેમણે વધુમાં કહ્યું કે “હું એ તમામ હેલ્થ વર્કરોનો આભાર વિકટ કરૂ છુ જેમણે હોસ્પિટલમાં મારી ખૂબ સારી રીતે સંભાળ રાખી અને આખા વર્ષ દરમિયાન આટલી ગંભીર પરોસ્થિતિમાં પણ તેઓ ક્યારેય પાછળ હટ્યા નથી અને દરેક સ્થિતિનો તેમણે હિમતથી અને સાવચેતીથી સામનો કર્યો છે.

image source

મળતી માહિતી મુજબ એક મહિના પહેલાં જ સચિનને કોરોના થયો હતો જ્યારે તે રાયપુર રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ રમીને પાછા ફર્યા હતાં. તે પછી સામે આવ્યું હતું કે સચિનની ટીમમાં આ ટૂર્નામેન્ટમાં સાથે રમેલા ખેલાડીઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ટીમમાં તેમની સાથે રમેલા ખેલાડીઓની યાદીમાં પૂર્વ ભારતીય ખેલાડીઓ યુસુફ પઠાણ, સુબ્રમણ્યમ બદ્રીનાથ અને ઇરફાન પથાનનાં નામ શામેલ છે. આ બધા ખેલાડીઓ કોરોનાની જપેટમાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પછી બધાએ પોતાના ઘરોમાં ખુદને આયસોલેટ કરી લીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!