સચિન બાદ ગુજરાતના આ પૂર્વ ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, જાણો ટ્વિટ કરીને શું કરી ખાસ અપીલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. યુસુફે શનિવારે સાંજે ટ્વીટ કર્યું હતું કે તેમને ચેપ લાગ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

યુસુફે ટ્વીટમાં કહ્યું છે કે તેના હળવા લક્ષણો હતા જેના પછી તેણે તેનો ટેસ્ટ કરાવ્યું, જેમાં તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે . તેણે કહ્યું છે કે તે પોતાના ઘરમાં કોરોન્ટાઈન થયો છે અને ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લઈ રહ્યો છે.

image source

જણાવી દઈએ કે શનિવારે વહેલી સવારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ પણ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. આ બંને ખેલાડીઓ ગત સપ્તાહ સુધી એક સાથે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી -20 ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા લિજેન્ડની ટીમનો ભાગ હતા.

image source

શનિવારે સવારે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર સચિન તેંડુલકર કોરોના સંક્રમિત હોવાની માહિતી સામે આવી હતી. ત્યારથી ક્રિકેટ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. સચિનના પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ છે. અને તે પણ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ત્યારબાદ વધુ એક ક્રિકેટરને કોરોના હોવાનું સામે આવતાં ક્રિકેટ ચાહકોની ચિંતા વધી છે. કારણે રોડ સેફ્ટી શ્રેણીમાં ભારતીય ટીમના અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ રમ્યા હતા જેમને પણ ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે.

image source

સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં રમતા, યુસુફ પઠાણે તાજેતરમાં જ ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમને રોડ સેફટી વર્લ્ડ ટી 20 સિરીઝનો ખિતાબ જીતાડ્યો હતો. છત્તીસગઢના રાયપુરમાં નવા બનેલા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં યુસુફ પઠાણે 62 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 2 વિકેટ લીધી હતી.

જ્યારે આ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકરે 7 મેચોમાં 2 અર્ધસદીની મદદથી 233 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરની કપ્તાની હેઠળની અંતિમ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમે શ્રીલંકા લિજેન્ડ્સને હરાવીને ટાઇટલ કબજે કર્યું હતું.

image source

આ ટૂર્નામેન્ટમાં સચિન અને યુસુફ સિવાય ભારતીય ટીમના યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, વીરેન્દ્ર સહેવાગ, મુનાફ પટેલ જેવા ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ હતા. જ્યારે બ્રાયન લારા, સનથ જયસૂર્યા, દિલશાન, પીટરસન અને જોન્ટી રોડ્સ જેવા ઘણા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટનો ભાગ બન્યા હતા.

image source

આ ટૂર્નામેન્ટનો ભાગ બનેલા 2 ખેલાડી કોરોના સંક્રમિત થતાં અન્ય ખેલાડીઓ પર પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું છે. જેના કારણે અનેક રાજ્યોમાં ફરીથી લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!