Site icon News Gujarat

માસ્ટર બ્લાસ્ટર હોસ્પિટલમાં એડમિટ, જાણો શું છે તકલીફ, ટ્વિટ કરીને કહ્યું કે….’ડોક્ટરની સલાહ પર હું…’

સચિન તેંડુલકરને હોસ્પિટલમાં એડમિટ કરાયા, કોરોના વાયરસથી થયા હતા સંક્રમિત.

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકર તરફથી એમને જાતે જ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. સચિને ડોકટરોની સલાહ પછી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. એમને પોતાની ટ્વીટમાં આશા દર્શાવી છે કે એ થોડા દિવસમાં ઘરે પરત આવશે. સાથે જ લોકોને કોરોનાથી બચીને રહેવાની સલાહ આપી છે..

image source

સચિન તેંડુલકરે હાલમાં જ રોડ સેફટી વર્લ્ડસ સિરીઝમાં ભાગ લીધો હતો, જ્યાં એમની કેપટનશીપમાં ઇન્ડિયા લિજેન્ડનો ખિતાબ મેળવ્યો હતો. ફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સને માત આપી હતી. આ ટુર્નામેન્ટના થોડા દિવસ પછી જ સચિન તેંડુલકર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. એ પછી ઇન્ડિયા લિજેન્ડ્સની ટીમમાં સામેલ અન્ય ત્રણ ભારતીય ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા હતા. એમના યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ અને એસ બદ્રીનાથ સામેલ છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના થયો હોવાની પુષ્ટિ 27 માર્ચના રોજ થઈ હતી. કોરોનાના હળવા લક્ષણ મળ્યા પછી એમને ડોકટરોની સલાહ અનુસાર પોતાને ઘરે જ કોરોન્ટાઇન થઈ ગયા હતા. સચિન તેંડુલકરે પોતે કોરોના પોઝિટિવ થયા છે એ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.

image source

27 માર્ચે સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.

image source

તેની સાથે જ તેમણે વનડે વર્લ્ડ કપ જીતની 10મી વર્ષગાંઠ પર ફેન્સને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું કે વર્લ્ડ કપ જીત્યાને 10 વર્ષ થઈ ચૂક્યા છે. તે બદલ તમામ ભારતીયો અને મારા સાથીઓને શુભેચ્છા. ભારતે 2011માં આજના દિવસે(2 એપ્રિલે) શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

image source

જો કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સિવાય એમના પરિવારમાં અન્ય કોઈનામાં કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યા. હાલના સમયમાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્તાયેલો છે. ભારતમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ મહારાષ્ટ્રમાં જ સામે આવી રહ્યા છે. સચિન તેંડુલકર પણ મુંબઈમાં રહે છે

image source

.તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરે 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. જેમાં તેણે 51 સદી અને 68 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 248 રન નોટઆઉટ છે. જ્યારે 463 વન ડેમાં 18,426 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 200 રન છે. વન ડેમાં તેણે બેવડી સદી ફટકારાનારો પ્રથમ ક્રિકેટર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version