આ 2 વાતનો અફસોસ સચિનને થાય છે ખૂબ જ, શું તમે જાણો તેની આ બે સિક્રેટ વાતો?

સચિન તેંડુલકરે પોતાના જીવનની એવી બાબતો રજુ કરી જે બદલ તેમને અફસોસ છે.

image source

સચિન તેંડુલકરની વિશ્વનીયતા વિશ્વ ભરમાં શંકાઓથી પરે ગણી શકાય એમ છે. ભારતભરમાં એમની ખ્યાતી પ્રસરેલી છે. ક્રિકેટ જગતમાં સન્માન સાથે લેવાતા નામમાં તેમજ ભારત રત્ન ધારક સચિન તેંડુલકર એ ભારત માટે બેનમુન કોહીનુર સમાન છે. જ્યારે પણ સચિનની વાત થાય છે, ત્યારે એમનું નામ એક સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે જ લેવામાં આવે છે. એમની વાતો ચર્ચાનો વિષય જરૂર બને છે, પણ વાત ચાહકોની હોય ત્યારે સચિનનું નામ સૌથી પહેલા લેવાય છે. આ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પોતાને જ સર્વશ્રેષ્ઠ બતાવવા પ્રયત્ન કરતો હોય છે, પણ આ માણસ એમ કરવામાં માનતો નથી.

image source

દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ વાતનો અફસોસ રહી જતો હોય છે. સફળતાના શિખરો આંબી લીધા હોવા છતાં જીવનમાં કઈક એવું જરૂર હોય છે, જે છૂટી જતું લાગે છે. જીવનમાં એવું કઈ જ નથી જે સંપૂર્ણ હોય છે. તાજેતરમાં જ એક ન્યુજ ચેનલ સાથે થયેલી વાતચીતમાં ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકરે પોતાના જીવનના આવા જ અધૂરા રહેલા સપનાઓને અફસોસ રૂપે ગણાવ્યા હતા. આ વાતચીત દરમિયાન એમણે પોતાની અધુરી ઈચ્છાઓને વાચા આપી હતી.

image source

તાજેતરમાં, એમણે પોતાના જીવનના એવા બે રહસ્યો ખોલ્યા હતા, જે બદલ એમને અફસોસ અનુભવ થયો હતો. જે વ્યક્તિએ પોતાની જીવન ગાથામાં સફળતાઓ સિવાય કઈ જ નથી લખ્યું, એને પણ જીવનમાં પછતાવા જેવી કોઈ વાત હોય એ માન્યામાં આવે એવી વાત તો નથી. જો કે એમણે પોતે જ એમના જીવનમાં રહી ગયેલા અફસોસને જણાવતા એક વેબસાઇટને કહ્યું હતું કે, ‘મને જીવનમાં બે અફસોસ રહ્યા છે. જેમાંથી એક અફસોસ તો એ વાતનો થયો હતો કે હું સુનીલ ગાવસ્કર સાથે ક્યારેય રમ્યો જ નથી, અથવા રમી શક્યો નથી. હું ક્રિકેટ જગતમાં જ્યારે પ્રવેશવાના સ્વપ્ન સેવતો ત્યારથી જ સુનીલ ગાવસ્કર એ મારા હીરો હતા. જો કે ભારતીય ટીમના ભાગરૂપે હું એમની સાથે ક્યારેય રમી નથી શક્યો એ બાબતનો મને હમેશા અફસોસ રહ્યો છે. કારણ કે સુનીલ ગાવસ્કર મારા ક્રિકેટ જગતમાં પદાર્પણની શરૂઆત થવાના બે વર્ષ પહેલા જ નિવૃત્ત થઇ ગયા હતા.’

image source

બીજા અફસોસ બાબતે જણાવતા એમણે બાળપણના હીરો વિવિયન રીચાર્ડસની વાત કરી હતી. એમણે ઉમેર્યું હતું કે “મને બીજી એ વાતનો અફસોસ છે કે હું મારા બાળપણના હીરો સર વિવિયન રિચાર્ડ્સ સામે પણ રમ્યો નથી. હા હું નસીબદાર હતો કે કાઉન્ટી ક્રિકેટમાં એમની સાથે હું રમી શક્યો, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હું એમની વિરુદ્ધ ક્યારેય રમી શક્યો નથી. જો કે સર રિચાર્ડ્સ 1991ના વર્ષમાં નિવૃત્ત થયા હતા અને અમારી કારકિર્દીના ઘણા વર્ષો ક્રિકેટ જગતમાં સાથે વીત્યા હોવા છતાં, એકબીજા સામે રમવાનો અમને એક પણ અવસર મળ્યો ન હતો.

Source: criccrak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત