સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ, સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને જણાવી આ વાત , જાણો ઘરના અન્ય સભ્યોનો શું આવ્યો રિપોર્ટ

મહાન ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી તેઓએ પોતે જ સોશ્યલ મીડિયા પર આપી છે. સચિને પોતાને હોમ ક્વોરન્ટાઈન કરી લીધા છે. તેઓએ હાલમાં જ રાયપુરમાં પૂર્વ ક્રિકેટરોના રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

image source

સચિને ટ્વીટ કર્યું

સચિને ટ્વિટ કર્યું છે કે હું સતત ટેસ્ટ કરાવતો રહ્યો હતો અને સાથે જ તમામ દિશા નિર્દેશોનું પણ પાલન કરી રહ્યો હતો. જો કે મને સામાન્ય લક્ષણોની સાથે કોરોના પોઝટિવ રિપોર્ટ મળ્યો છે. ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ કોરોના નેગેટિવ છે આ સાથે મેં પોતાને ક્વોરન્ટાઈન કર્યો છે અને તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. ડોક્ટર્સની સલાહ પર અમલ કરી રહ્યો છું, મારો ખ્યાલ રાખી રહેલા તમામ સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર માનું છું.

ગયા અઠવાડિયે જ સચિને રોડ સેફ્ટી સીરિઝના સમયે ઈન્ડિયા લીજેન્ડ ટીમની કપ્તાની કરવાની સાથે ટીમને ફાઈનલ જીતાવી છે. આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં ભારતે શ્રીલંકા લીજેન્ડ્સને હરાવ્યા હતા.

image source

તેદુલકર 200 ટેસ્ટ રમનારા એકમાત્ર ક્રિકેટર છે. તેઓએ આ ફોર્મેટમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે વનડેમાં 463 મેચ રમનારા આ પૂર્વ ક્રિકેટરના નામે 18426 રન છે. તેઓએ વનડેમાં 49 અને ટેસ્ટમાં 51 શતક લગાવ્યા છે.

વધી રહ્યા છે કોરોનાના કેસ

image source

ભારતીય સ્ટેટ બેંકના રિસર્ચ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ કહે છે કે આ નવી કોરોનાની લહેર વધારે ખતરનાક છે અને તે 100 દિવસ સુધી ચાલશે. કોરોનાની બીજી લહેરમાં 25 લાખ લોકો સંક્રમિત થાય તેવું અનુમાન પણ રાખવામાં આવ્યું છે. દેશમાં અત્યારે 5 રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્લી, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

image source

એપ્રિલ મહિનામાં આ સંક્રમણ ટોપમાં રહે તેવું પણ અનુમાન રખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ડરાવી દેનારી સ્થિતિ જન્મી રહી છે. 24 લાખની વસ્તી ધરાવતા નાગપુરમાં માત્ર 470 બેડ ખાલી જોવા મળી રહ્યા છે. નાગપુરમાં મેડિકલ કોલેજના બેસમેન્ટમાં 90 બેડ લગાવા પડ્યા છે તો નાગપુરમાં 4 હજાર 451 બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રખાયા છે.

image source

નાગપુર મેડિકલ કોલેજમાં કોરોનાના દર્દીઓ માટે 600 બેડની વ્યવસ્થા કરાઇ છે. ફક્ત નાગપુરમાં 85 દર્દી સરકારી, 3 હજાર 792 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ખાનગી હોસ્પિટલ કર્મીઓને વધુ સેલેરી આપી ઓવરટાઇમ કરાવાઈ રહ્યો છે. તો નાગપુરમાં એક દિવસમાં 47 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!