Site icon News Gujarat

સાડી અને ધોતી પહેરીને આ દંપતીએ વિદેશમાં જઇને જાહેરમાં જબરું કર્યું હોં….વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

સોશિયલ મીડિયા પર એક કપલનો ફની વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ તેના ચાહક બની જશો. આ વીડિયોમાં એક દંપતી બરફ પર સ્કીઇંગ કરતુ નજરે પડે છે. વીડિયોમાં સ્કીઇંગ કરતી વખતે, દંપતીએ કંઈક એવું કર્યું કે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ

આ વીડિયોમાં આ દંપતી બરફ પર સ્કીઇંગ કરતું નજરે પડે છે. તમે વિચારતા જ હશો કે સ્કીઇંગમાં શું વિશિષ્ટ હોઈ શકે. આ વીડિયોમાં સ્કીઇંગ કરતી વખતે, દંપતીએ કંઈક એવું કર્યું છે, જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની ગયો. ખરેખર, આ વીડિયોમાં, આ કપલ સ્કીઇંગ પહેલા પહેરવામાં આવેલા ગિયરને બદલે ધોતી અને સાડીમાં સ્કીઇંગ કરતા જોવા મળી રહ્યા છે અને આ જ કારણ છે કે તેમનો આ વિડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પરંપરાગત કપડાં પહેરી કર્યું સ્કીઇંગ

image source

અમેરિકામાં રહેતા આ એનઆરઆઈ દંપતી સ્કીઇંગ દરમિયાન તેમના ખાસ લુકને લઈને રાતોરાત ઇન્ટરનેટ સેંસેશન બની ગયા છે. મિનેસોટામાં સ્કીઇંગ કરવા ગયેલા દિવ્યા અને મધુએ સ્ટાન્ડર્ડ સ્કીઇંગ માટે પહેરવામાં આવતા કપડાં અને ગિયર્સ પહેર્યા નહોતા, તેના બદલે તેઓ પરંપરાગત ભારતીય સાડી અને ધોતી પહેરી હતી. તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જોઇ શકાય છે, જેમાં આ કપલ ધોતી અને સાડીમાં ખૂબ જ આરામથી સ્કીઇંગ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોને 24 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે

સ્કીઇંગનો આ વીડિયો દિવ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે આપણે ધ્યાન ભટકાવવા માટે કંઈક ક્રેઝી કરવાની જરૂર હતી. જેને જોયા પછી, લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે. દિવ્યાના એકાઉન્ટ પરથી પોસ્ટ થયા બાદથી આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 24 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને તે જ સમયે લોકો તેના વીડિયો પર પ્રશંશા ભરેલી કમેન્ટ પણ કરી રહ્યા છે. દીવ્યાનું કહેવુ છે કે માસુમ મીનવાલા મેહતા, હરીણી સેકર અને ડોલી જૈનને પરંપરાગત વસ્ત્રોમાં સ્કીઇંગ કરતા જોઇને અમને આમ કરવાની પ્રેરણા મળી હતી.

ધોતી અને સાડી પહેરીને સ્કીઇંગ

image source

તમને જણાવી દઈએ સામાન્ય રીતે સ્કીઇંગ કરવા માટે બૂટ, ઢીંચણના રક્ષણ માટે જાડું જૅકેટ, બૅકપૅક, ગૉગલ્સ અને હેલ્મેટ એમ સંપૂર્ણ સ્કીઇંગ ગિયર પહેરવાં જરૂરી છે. મોટા ભાગે દરેક દેશમાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટેનાં ઉપકરણો એકસમાન હોય છે. પંરતુ ભારતીય કપલે પરપરાગત કપડામાં સ્કીઇંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કારણ કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે કોઈ ધોતી અને સાડી પહેરીને સ્કીઇંગ કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version