સફળતાની ચાવી : લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા જરૂરી છે આ આદત છોડવી

આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિ કહે છે કે લક્ષ્મીજીના આશીર્વાદ જેને પ્રાપ્ત થાય છે તેના જીવનમાંથી માત્ર આર્થિક નહીં દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. સંકટના સમયમાં જ્યારે પોતાના લોકો પણ સાથ છોડી દૂર જતા રહે છે ત્યારે માતા લક્ષ્મીના આશીર્વાદ વ્યક્તિને તે ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરે છે.

image source

કહેવાનો અર્થ એ છે કે સંકટના સમયમાં ધન જ સાચા મિત્રની ભૂમિકા નિભાવે છે. એટલા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રયાસ કરતા રહેવા જોઈએ. જો કે માતા લક્ષ્મીના આશીર્વાદ પરિશ્રમ કરનારને જ પ્રાપ્ત થાય છે. ધનની કામના બધાના મનમાં હોય છે. આજના આ ભૌતિક યુગમાં દરેક વ્યક્તિની આ જ કામના હોય છે કે તેની પાસે ધનની કોઈ ખામી ન રહે અને તે જીવન આનંદથી પસાર કરે.

image source

પરંતુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા એટલા સરળ નથી. ધનની કામના બધાના મનમાં હોય છે. પરંતુ લક્ષ્મીજી એવા લોકોથી નારાજ જ રહે છે જે ધનનો ખોટી રીતે પ્રયોગ કરે છે. બીજાનું અહિત કરવામાં જે લોકો ધનનો ઉપયોગ કરે છે તેમનો ત્યાગ લક્ષ્મીજી કરી દે છે. આવા લોકોના જીવનમાં ધન આવે તો પણ ટકતું નથી.

પરિશ્રમથી અર્જિત કરેલું ધન વ્યક્તિને સાચું સુખ પ્રદાન કરે છે. એટલા માટે ક્યારેય ખોટા કાર્ય કરી અને ધન પ્રાપ્ત કરવું જોઈએ નહીં. ખોટી રીતે પ્રાપ્ત કરેલું ધન રોગ, શત્રુતા અને માનસિક ચિંતા લઈને આવે છે.

image source

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વ્યક્તિને સુખ પ્રદાન કરે છે. પરિશ્રમમાં જ જીવનની સફળતાનું રહસ્ય છુપાયેલું છે. એટલા માટે પરિશ્રમથી વ્યક્તિને ક્યારેય ગભરાવું જોઈએ નહીં.

વિદ્વાનોનું માનવું છે કે ધનનો પ્રયોગ હંમેશા બીજાની મદદ માટે કરવો જોઈએ. જો વ્યક્તિ ધનનો પ્રયોગ બીજાના કલ્યાણ માટે કરે છે તો તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ પણ વ્યક્તિ પર રાખે છે.

image source

આચાર્ય ચાણક્યએ પણ તેમની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે જ્યારે ધન જીવનમાં આવે ત્યારે પણ કોઈ વ્યક્તિએ ગંભીરતા કે વિનમ્રતાનો ત્યાગ કરવો જોઈએ નહીં. વ્યક્તિ જેટલો વિનમ્ર રહે છે તેટલા જ વધારે માતા લક્ષ્મીના આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે. તેથી ધનવાન બન્યા બાદ ક્યારેય પોતાની વિનમ્રતાને છોડવી જોઈએ નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ