આ ખેડૂતે ઠંડા વાતાવરણનાં કેસરને ઉગાડ્યું ગુજરાતના કેશોદમાં, જેમની આખા જગતમાં થઇ રહી છે પ્રશંસા…

મિત્રો, ગરમીની ઋતુ શરુ થાય એટલે લોકોને એક જ વાત યાદ આવે છે એ છે કેરી. આ કેરીનો સ્વાદ માણવા માટે લોકો ખુબ જ આતુરતાથી અને ઉત્સાહપૂર્વક ઉનાળાની ઋતુની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે આજે આ લેખમા અમે તમને આ કેરી સાથે જોડાયેલી એક વિશેષ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

જો આપણે જોવા જઈએ તો કેસરની ખેતી એ મુખ્યત્વે ઠંડા વાતાવરણમાં જ શક્ય છે અને તેના માટે જ જમ્મુ અને કાશ્મીર કે હિમાચલ પ્રદેશ જેવા પ્રદેશમા ઠંડા વાતાવરણના કારણે આ કેસરની ખેતી પણ ખુબ જ સરળતાથી થઇ શકે છે પરંતુ, હવે કેસરની ખેતી એ સૌરાષ્ટ્રમા પણ શક્ય બની છે.

image soucre

હાલ, આપણા ગુજરાતના જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકામા આવેલા ભાટ સિમરોલી ગ્રામ્ય વિસ્તારના એક કિસાને પોતાની જમીન ઉપર કેસર ઉગાડવાની એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આ કેસર એ ફક્ત ઠંડા વાતાવરણમા જ થાય છે, તે લોકો ખુબ જ સારી રીતે જાણે છે પરંતુ, સૌરાષ્ટ્રના આ કિસાને આ વાતને એકદમ નકારી કાઢી અને પોતાની જમીનમા આ કેસર ઉગાડવાની સિદ્ધિ હાંસલ કરી છે.

image soucre

આ કેસરનુ નાનુ એવુ વાવેતર કરી તેમાંથી કેસરનું ઉત્પાદન કરવામા તેમણે એક ખુબ જ ભવ્ય સફળતા મેળવી છે. આ કીસાનનુ નામ આનંદભાઈ લુક્કા છે. તેમને જુદી-જુદી વસ્તુના પ્રયોગ કરવા ખુબ જ ગમે છે, જેથી તેમના ધ્યાનમા કેસરની ખેતી કરવાનો એક વિચાર પણ આવ્યો.

image soucre

પોતાના આ વિચારને અમલવારીમા લઇ આવવા માટે તેણે ઇન્ટરનેટના માધ્યમથી ખુબ જ વધારે પડતુ રિસર્ચ કર્યુ અને તેને જાણવા મળ્યુ કે, સમગ્ર વિશ્વમા તમને સારામા સારુ કેસર અફઘાનિસ્તાનમાં જોવા મળે છે. બસ અહીંથી જ તેમણે દ્રઢ સંકલ્પ લઇ લીધો કે, જો અફઘાનિસ્તાન જેવા રણ વિસ્તારમા એટલે કે ગરમ પ્રદેશમા પણ કેસર ઉગે તો મારા ખેતરમા કેમ ના થાય?

image socure

શરૂઆતમા તો તેમણે ૨૦ જેટલા રોપ લઈને ૨૦૦-૪૦૦ ગ્રામ જેટલુ કેસરનુ ઉત્પાદન કર્યુ અને હવે આગળ વધુ કેસરનું ઉત્પાદન થાય તે અંગેની શરૂઆત કરી દીધી છે. આ કાર્ય કરીને તેમણે અન્ય ખેડૂતોને પણ એક સારી એવી પ્રેરણા પૂરી પાડી છે. કારણકે, જો મન હોય તો જ માળવે જવાય અને ધાર્યું તો ધણીનુ જ થાય તે ઉક્તિને પણ સાર્થક આનંદભાઇએ સાર્થક કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!