DG સાહેબ ગર્લફ્રેન્ડના રૂમમાં હતા અને પત્ની પહોંચી, વીડિયો થયો જગજાહેર, છેક ગૃહમંત્રી સુધી મચ્યો ફફડાટ

કોઈક વાર પ્રેમી પંખીડાનો પ્રેમ લગ્ન પછી પણ પાંગરતો જોવા મળે છે. લગ્ન પછી પુરુષ અને સ્ત્રીના ઘર બહાર લવ અફેરના કિસ્સા અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ ઘણી વાર કિસ્સો એટલો ગુંચવાઈ જતો હોય કે આપણી અક્કલ કામ ન કરે. તો વળી ક્યારેક પુરુષો પોતાના પાવર પર ખોટી રીતે ઘેલછા વૃતિ ધરાવતા પણ જોવા મળે છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના સ્પેશ્યલ ડીજી પુરુષોત્તમ શર્માનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો તેમની પત્નીએ તેમની ગર્લફ્રેન્ડના ફ્લેટ પર બનાવ્યો છે.

માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો

image source

સાહેબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આઈપીએસ પુરુષોત્તમ શર્મા ભડક્યા હતા અને તેમણે પત્નીને ઘરે જઇને લમધારી નાંખી હતી. જો કે વીડિયો સામે આવ્યા પછી તેમણે સ્પષ્ટતા કરી કે હું જ્યાં પણ જાઉું છું ત્યાં તે મારી પીછો કરતી હતી. માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ ત્યાંની શિવરાજ સરકારે વિશેષ ડીજી પુરુષોત્તમ શર્માને સસપેન્ડ કરી નાંખ્યા છે અને ગૃહ વિભાગ સાથે જોઈન કરી દીધા છે. પુરુષોત્તમ શર્માએ તેમની પત્નીને ઘરમાં જ બેરહેમીથી મારી હતી.

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું પણ નિવેદન આવ્યું

image source

વીડિયોના આધારે પુરૂષોત્તમ શર્માના આઈઆરએસ દીકરાએ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને ફરિયાદ કરી હતી. તો ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું પણ આ આખા મામલા પર નિવેદન આવ્યું છે. નરોત્તમ મિશ્રાએ સમગ્ર ઘટનાની વાત કરતાં કહ્યું છે કે મને કોઈ લેખિત ફરિયાદ મળી નથી. મેં મીડિયામાં સમાચારો જોયા છે. જો મારી પાસે લેખિત ફરિયાદ આવશે તો હું જરુરથી કાર્યવાહી કરીશ. તો કાર્યવાહી કરવામાં આવ્યા પછી સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જેમણે કાયદો હાથમાં લીધો છે તેમને છોડવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય અને રાજ્ય મહિલા પંચે ડી.જી. પુરુષોત્તમ શર્માના વીડિયોની નોંધ લીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ડીજી પુરુષોત્તમ શર્મા તેમની ગર્લફ્રેન્ડના ઘરે બેડરૂમમાં બેઠા હતા. ત્યારબાદ તેમની પત્ની ત્યાં પહોંચી જાય છે. ડીજી પુરુષોત્તમ શર્મા તેમની પત્ની ત્યાં પહોંચતાં જ ઉભા થઇને જતા રહે છે. ત્યાં તેઓ ગુસ્સે થઈને કહે છે કોઇને મળવું શું ગુનો છે. જો મેં તેની સાથે કંઇ કર્યું હોય તો તે મારી પર રેપનો કેસ કરે. શર્માના જતાં વેંત જ તેમની પત્ની એ મહિલાની પૂછપરચ્છ કરે છે. કારણ કે પત્નીને શંકા હતી કે તેનો પતિ આ મહિલાની સાથે ઘરમાં કંઇક ખોટું કરી રહ્યો હતો.

image source

મહિલા બેડરૂમ સુધી લઇ જાય છે

પત્નીને શંકા એટલા માટે ગઈ કારણ કે બંનેએ મોડેથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તે મહિલાને કહે છે કે તુ તારો બેડરૂમ દેખાડ. મહિલા બેડરૂમ સુધી લઇ જાય છે. પછી તેને પૂછપરચ્છ કરે છે કે તું તેમની સાથે હૈદ્રાબાદ ગઇ હતી. મહિલા તમામ વસ્તુઓની ના પાડે છે. તો ડીજી પુરૂષોત્તમ શર્માની પત્ની વીડિયો બનાવતી રહે છે. અને આખરે તે આ વીડિયો વાયરલ કરી નાંખે છે.

શર્મા પકડાઈ જતાં પત્નીને માર માર્યો

રંગેહાથ પકડાઇ જતા ડીજી પુરૂષોત્તમ શર્માના ઘરે રવિવારના રોજ પત્ની સાથે ઝઘડો થયો. ત્યારબાદ પુરૂષોત્તમ શર્માએ પત્નીને નિર્દયતાથી ઢોર મારો માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોના આધાર પર હવે કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે.

રાષ્ટ્રીય મહિલા પંચ અને રાજ્ય મહિલા પંચ પણ એક્શન મોડમાં

તો આ તરફ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે ડીજી પુરુષોત્તમ શર્માને સસ્પેન્ડ કરીને જેલમાં મોકલી દેવા જોઈએ. હું આ વિશે સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને કડક શબ્દોમાં પત્ર લખીશ. તો રાજ્ય મહિલા પંચે કહ્યું છે કે મને હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ અમે આપમેળે તેના પર કાર્યવાહી કરીશું અને ગુનેગારોને સજા આપીશું.

પુરુષોતમ શર્માએ કર્યો નવો જ દાવો

જો કે આ બધો ખેલ સામે આવ્યા બાદ ખુદ પુરુષોત્તમ શર્માએ પણ ખુલીને વાત કરી છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. પત્નીએ ઘરમાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા છે. તે હંમેશા મારો પીછો કરતી રહે છે. આ મારો પારિવારિક મામલો છે. તે મારાથી નારાજ છે, તેથી મારી સાથે શું કામ રહે છે. મારા પૈસાનો ઉપયોગ કરે છે અને વિદેશ પ્રવાસ કરે છે. મારા પરિવારના ઝઘડાને હું ઉકેલી લઇશ. સેલ્ફ ડિફેન્સમાં ઘરની અંદર માત્ર ઝપાઝપી થઇ છે. પત્ની અને દીકરો જ બતાવી શકશે કે તેમણે વીડિયો કેમ વાયરલ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત