Site icon News Gujarat

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને થયો કોરોના, ટ્વીટ કરીને કહ્યું..જો તમે આફ્રિદીના ફેન છો તો જાણવુ જ રહ્યું…

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ધુંઆધાર ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી પણ કોરોનાથી બચી શક્યા નથી. જી હાં આ ક્રિકેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેણે આ વાત ટ્વીટ કરીને શેર કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે તેની તબિયત ગુરુવારથી ખરાબ હતી અને જેના કારણે તેણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.

image source

શાહીદે ટ્વીટમાં લખ્યું છે કે, ” ગુરુવારથી અસ્વસ્થ અનુભવતો હતો. મારા શરીરમાં સખત દુખાવો થઈ રહ્યો હતો. જ્યાર પછી મારો ટેસ્ટ કરવામાં આવ્યો અને દુર્ભાગ્યપૂર્ણ છે કે તે પોઝિટિવ આવ્યો છે. હું ઝડપથી સ્વસ્થ થઈ જાઉં તે માટે દુઆની ખાસ જરૂર છે. ઈંશા અલ્લાહ “

જણાવી દઈએ કે જ્યારથી કોરોના મહામારીના પાકિસ્તાનમાં કેસ નોંધાવાની શરૂઆત થઈ છે ત્યારથી આ ક્રિકેટર અને તેની સામાજિક સેવા કરતી સંસ્થા હોપ નોટ આઉટના માધ્યમથી લોકોની મદદ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આફ્રીદી અને તેની ટીમ હજારો ગરીબો અને જરૂરીતામંદ લોકોની મદદ કરી ચુક્યા છે. જો કે હવે આફ્રીદીને પણ કોરોનાનું સંક્રમણ થઈ ગયું છે.

image source

આફ્રીદી હાલ તો કોરોનાના કારણે ચર્ચામાં છે પરંતુ તે ક્રિકેટમાં તેની તોફાની પારી માટે પણ પ્રખ્યાત છે. આ સિવાય શાહિદ આફ્રિદી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. જો કે થોડા સમય પહેલા સુધી તે તેના નિવેદનના કારણે પણ ચર્ચા અને વિવાદમાં રહી ચુક્યો છે. તાજેતરમાં જ આફ્રિદીએ કાશ્મીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. આ ઘટના બાદ એટલો વિવાદ થયો કે ભારતીય ખેલાડીઓ જેવા કે ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને હરભજન સિંહે તેની સાથેના સંબંધ તોડી દીધા હતા.

image source

શાહિદે કહ્યું હતું કે કોરોના કરતાં મોટી બીમારી મોદીના દિલ અને મગજમાં છે અને તે બીમારી ધર્મની બીમારી છે જેને લઈ તે રાજકારણ કરી રહ્યા છે અને તે કાશ્મીરના ભાઈ-બહેનો અને વડિલો પર ત્રાસ ગુજારી રહ્યા છે. આ વાતનો તેણે જવાબ આપવો પડશે.

આફ્રિદીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કારર્કિદી પણ ઉતાર ચઢાવ ભરેલી રહી છે. આઉટ ઓફ ફોર્મ હોવાના કારણે તેને ઘણીવાર ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે 398 વન ડે, 99 ટી-20 અને 27 ટેસ્ટ મેચ રમ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version