સૈફ અલી ખાને બેડરૂમ સિક્રેટને લઇને જાહેરમાં કરી દીધી આ મોટી વાત, અને કરીના શરમાઇ ગઇ જોરદાર

બેડરૂમ સિક્રેટ બાબતે જ્યારે સૈફ અલી ખાને આ વાત કહી તો શરમાઈને કરીનાએ આપ્યો કઈક આવો પ્રતિભાવ

image source

કોરોનાની દહેશત આખા વિશ્વમાં ફેલાયેલી છે. ભારતમાં પણ કોરોનાને કારણે ૧૭ મેં સુધી આંશિક લોકડાઉન આપી દીધેલ છે. એવામાં સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્રેટી પણ પોત-પોતાના ઘરોમાં પુરાયેલા છે. જો કે સેલેબ્રેટી સોશિયલ મીડિયા પર આ સમયગાળા દરમિયાન વધારે એક્ટીવ જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન સેલેબ્રેટી સાથે જોડાયેલા કેટલાય જુના કિસ્સા અને કહાનીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એક એવો જ કિસ્સો કરીના કપૂર અને સૈફઅલી ખાનને લઈને વાયરલ થઇ રહ્યો છે, જેમાં સૈફ પોતાના બેડરૂમ સિક્રેટ શેર કરી રહ્યો છે, જેને સાંભળી કરીના લાલ થઇ જાય છે.

થોડાક સમય પહેલા સૈફ પત્નીના ચેટ શોમાં ગયા હતા અને એમણે ત્યાં લાઈફ અને અંગત વાતોને લઈને અનેક વસ્તુઓ શેર કરી હતી.

image source

કરીનાએ સૈફને પૂછ્યું હતું કે ‘એવી કઈ વસ્તુ છે જે લોકોએ પોતાના લગ્નજીવનમાં જરૂર કરવી જોઈએ. કોઈ એવી વસ્તુ જે એમના લગ્નેતર જીવનમાં ઉત્સાહને બનાવી રાખે ?’

સૈફે કહ્યું હતું કે –“રોલ પ્લે”. આ વાત પર કરીના શરમાઈ ગઈ હતી અને એમણે કહ્યું, “વાસ્તવમાં, આપણે આ શો પર લગભગ દરેક વિષય પર વાત કરી છે, એટલે આ પણ ઠીક છે.” સૈફે એના જવાબમાં એટલું જ કહ્યું કે તેઓ માત્ર મજાક કરતા હતા.

સૈફે આગળ કહ્યું કે – જો તમેં પોતાના જીવનમાં કઈક નવું કરતા રહો છો, તો એક તાજગીનો અનુભવ યથાવત રહે છે. જેથી દિવસના અંતમાં જ્યારે તમે મળો છો ત્યારે કઇક થાય છે.

image source

એમણે કહ્યું હતું કે – એક જેવા કર્યો સતત કર્યા કરવાથી લગ્ન જીવન નીરસ થઇ જાય છે. સાથે જ મને લાગે છે કે કોઈને પણ લગ્નમાં ઉત્શાહ જાળવી રાખવા માટે પ્રેશર ન રાખવું જોઈએ. તમે હંમેશા પોતાના આકર્ષણને બનાવેલું રાખી શકો છો.

એટલું જ નહી સૈફે જ્યારે કરણ જોહરના શોમાં દીકરી સારા અલી ખાન સાથે પહોચ્યા હતા, ત્યારે પણ એમણે પોતાના બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા.

કરણ જોહરે સૈફને એના કેટલાક સિક્રેટ વિષે પૂછ્યું હતું કે જ્યારે સૈફની પત્ની કરીના જીમના આઉટફીટમાં હોય છે તો એમનું શું રીએક્શન હોય છે, તો એના જવાબમાં સૈફે કહ્યું હતું કે ‘હું પોતે જ બેડરૂમમાંથી નીકળતા પહેલા એમનો ક્લોઝઅપ લુક જોઉં છું.

image source

આપને જણાવી દઈએ કે કરીના સૈફની બીજી પત્ની છે. આ બંને જણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો છે તૈમુર અલી ખાન, સૈફની પહેલી પત્નીનું નામ અમૃતા સિંહ છે.

એ પણ જણાવી દઈએ કે આ લોકડાઉન દરમિયાન સૈફ અને કરીના દીકરા તૈમુર સાથે સમય પસાર કરી રહ્યા છે.

source : ashianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત