વગડામાં પાંચ-પાંચ દિવસથી આગ પ્રગટાવી ભૂખ્યા રહીને કરી રહ્યો છે આ સાધુ તપ, કારણ છે સપનામાં આવેલા ભગવાન

વગડામાં પાંચ-પાંચ દિવસથી આગ પ્રગટાવી ભૂખ્યા રહીને કરી રહ્યો છે આ સાધુ તપ

image source

પુરાણકાળમાં ઋષિમુનિઓ ખૂબ તપ કરતા હતા અને તેમના તપ ફળતા પણ હતા કારણ કે તે યુગ જ કંઈક અલગ હતો અને તેમના તપ પણ પ્રચંડ હતા. મહિનાઓ વર્ષો સુધી ઋષિમુનિઓ ખાધાપિધા વગર તપ કરતા હતા. આવી વ્યક્તિ જો આજે મળી જાય તો લોકોને ભારે આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે.

હાલ આવા જ એક સાધુની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. સતત 5 દિવસથી આ સાધૂ આકરી ગરમીમાં વગડામાં છાંયડા વગર બેસીને સામે અગ્નિ જલાવીને તપ કરતો જોવા મળી રહ્યો છે. તેણે આ દરમિયાન ખોરાક પણ નથી લીધો. કે નથી તો મોઢામાંથી એક શબ્દ ઉચ્ચાર્યો.

image source

ઘટના અલીગઢના તાલુકાના ગભાના પ્રાંતના સોમનામાં ગામની છે. અહીં એક સન્યાસી ખુલ્લા વગડામાં તપ કરી રહ્યો છે. તેની ઉંમર આશરે 24 વર્ષની આંકવામાં આવી છે. તેણે પોતાના મોઢાને સોઈ દોરાથી સીવી નાખ્યું છે. તે સન્યાસીનું નામ વીરપાલ છે. સ્થાનિક ખેડૂત વેદપાલસિંહના ખેતરમાં તે મૌન ધારણ કરીને તપ કરી રહ્યો છે.

image source

આ બાબતે તે સાધુ પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તે મૌન હતો અન તેણે પોતાનું મોડું સોઈ દોરાથી સીવી લીધું હોવાથી ઇશારાથી વાત કરતો હતો. તેણે આકાશ તરફ આંગળી ચિંધીને ઇશારો કર્યો હતો. વીરપાલ સાધુ જ્યાં તપ કરી રહ્યો છે ત્યાં તેની આસપાલ લગભગ 8 દિશાએ છાણાની આગ પ્રજ્વલિત કરવામાં આવી છે અને તેની બન્ને બાજુ લોખંડના ત્રિશુલ તેમજ ચિપિયા ખૂંપાવવામાં આવ્યા છે.

image source

પુજારી જેવા ભગવા વસ્ત્રો તેણે પહેર્યા છે. ત્રિશુલ ઉપરાંત તેની આજુ બાજુ પાણીનું કેન તેમજ સ્ટિલની એક ડોલ છે તેમજ ધૂપ કરવા માટે અગરબત્તી અને દીવાસળી છે. તેનું શરીર તમે જોઈ શકો તેમ કૃષકાય બની ગયું છે તેમજ તેના શરીર પર ક્યાંક ક્યાંક ઉઝરડા પણ પડ્યા છે. ગામ સાથે પૂછ પરછ કરતા જાણવા મળ્યું કે વીરપાલ મૂળે તે જ ગામનો છે પણ તેના પિતાનુ અવસાન થઈ ગયું છે જો કે તેની માતા હજુ જીવે છે અને ગામમાં જ રહે છે.

માતા ઉપરાંત વીરપાલના બે ભાઈઓ પણ છે, પણ છેલ્લા ચાર વર્ષથી તેના પરિવારજનોએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે સાધુ બની ગયો. તે તપ કરવા બેઠો તે પહેલાં તેણે માહિતી આપી હતી કે તેને સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને ભગવાને તેને આ રીતે તપ કરવાનું કહ્યું છે માટે હવે તે તપ કરવા બેસી રહ્યો છે. આ સિવાય બીજી કોઈ જ માહિતી વીરપાલે નહોતી આપી.

image source

જો કે ગામના લોકો તેનો ખ્યાલ રાખી રહ્યા છે અને સવાર સાંજ – ચા-પાણી આપી જાય છે. તેણે લગભગ 5 દિવસથી કશું ખાધું નથી. તમને કુતુહલ થતું હશે કે આ સાધુ શા માટે તપસ્યા કરી રહ્યો છે તો તમને જણાવી દઈ કે તે વરસાદ માટે તપસ્યા કરી રહ્યો છે. જોકે નહીં ખાવાના કારણે તેમજ સતત તડકામાં રહેવાના કારણે વીરપાલનું શરીર નબળુ પડી રહ્યું છે. લોકો તે ક્યારે તપસ્યા પૂરી કરશે તે વિષે નથી જાણતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત