ધોનીના રિટાયરમેન્ટની અફવાથી પત્ની સાક્ષી ભરાણી ગુસ્સે, અને આ ટ્વિટ કરીને આપી દીધો લોકોને જવાબ

તા. ૨૭ મે, ૨૦૨૦ બુધવારના રોજ સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી કે, પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રીટાયરમેન્ટનું એલાન કરી દેવામાં આવ્યું છે.

image source

પરંતુ આ વાત હકીકતથી ખુબ જ દુર હતી, કેમ કે, ના તો કોઈ મીડિયા હાઉસને પાસે આ વિષે કોઈ ખબર હતી અને નહી જ કે ખુદ એમ. એસ. ધોનીએ આ વાતનો કોઈ ઈશારો પણ આપ્યો હતો કે, એમ. એસ. ધોની રીટાયરમેન્ટ લઈ રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર #DhoniRetires ટ્રેંડ કરવા લાગ્યા. આ જોઇને એમ. એસ. ધોનીની પત્ની સાક્ષી ધોની ખુબ ગુસ્સે થઈ ગઈ અને સાક્ષી ધોનીએ એક ટ્વીટ કરી દીધી.

એમ. એસ. ધોનીના રીટાયરમેન્ટની અફવા ફેલાવનાર પર ગુસ્સે થતા સાક્ષી ધોનીએ પહેલા તો ટ્વીટ કરી દીધું, પરંતુ પછી એ ટ્વીટને ડીલીટ પણ કરી દીધું, પરંતુ ત્યાં સુધીમાં તો સાક્ષી ધોની દ્વારા કરાયેલ ટ્વીટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ થઈ ગયા. જયારે સાક્ષી ધોનીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આ ફક્ત એક અફવા છે. હું સમજી શકું છું કે, લોકડાઉનએ લોકોની માનસિક સ્થિતિને અસંતુલિત બનાવી દીધી છે. એક જીવન મળે છે.’

image source

ખરેખરમાં, મહાન વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ ૨૦૧૯ના સેમીફાઈનલમાં મળેલ પરાજય પછી મેદાનમાં ઉતરશે નહી અને નહી જ કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના સિલેકશન માટે ઉપલબ્ધ રહેશે. આવામાં અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે, મહેન્દ્ર સિંહ ધોની રીટાયરમેન્ટ લેવાના છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ટુર્નામેન્ટની તૈયારીઓ કરવા માટે ચેન્નઈ પહોચી ગયા હતા. જો કે મહેન્દ્ર સિંહ ધોનીએ હજી સુધી પોતાના રીટાયરમેન્ટ વિષે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું જ નથી.

image source

સાક્ષી ધોની દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ ખુદ એમ. એસ. ધોનીને જ નહી, ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, હેડ કોચ રવિ શાસ્ત્રી, ભારતીય ટીમના મેનેજમેન્ટના સભ્યો, ભારતીય ટીમના પસંદ કર્તાઓ અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ મહેન્દ્ર સિંહ ધોનીના રીટાયરમેન્ટ વિષે અત્યાર સુધી કઈજ બોલ્યા નથી. આવામાં એકાએક ૨૭ મે, ૨૦૨૦ બુધવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહેન્દ્ર સિંહ ધોનીના રીટાયરમેન્ટની અફવા ટ્રેંડ કરવા લાગે છે તો, મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીને ગમ્યું નહી. આની પહેલા પણ સાક્ષી ધોનીએ મીડિયા પર ડોનેશનની વાતને લઈને ગુસ્સો કરી દીધો છે.

image source

જો કે, સાક્ષી ધોની દ્વારા કરવામાં આવેલ મહેન્દ્ર સિંહ ધોનીના રીટાયરમેન્ટની અફવા ફેલાવનાર લોકો પર કરવામાં આવેલ ટ્વીટને જલ્દી જ ડીલીટ પણ કરી દેવામાં આવી હતી.

source : jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત