Site icon News Gujarat

ફેન્સે દુધથી નવડાવ્યું સલમાન ખાનની ફિલ્મ અંતિમનું પોસ્ટર, એક્ટરે કહ્યું કે ગરીબ બાળકોને પીવડાવો

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મને ક્રિટિક્સનું બહુ ધ્યાન મળ્યું નથી. જો કે, આ દરમિયાન, સલમાન ખાને ચોક્કસપણે તેના ચાહકોને ખાસ અપીલ કરી છે. તેણે તેના ચાહકોને વિનંતી કરી છે કે તે તેની ફિલ્મના પોસ્ટરને દૂધથી ન નવડાવે. સલમાન ખાન કહે છે કે તેની ફિલ્મના પોસ્ટરમાં તેની તસવીર નવડાવવાને બદલે આ દૂધ ગરીબ બાળકોને આપો.

શુ કહ્યું સલમાન ખાને

image socure

સલમાન ખાને તેના ચાહકોને કહ્યું, ઘણા લોકો પાસે પાણી પણ નસીબ નથી થતું અને તમે આવું દૂધ બગાડો છો. જો તમારે દૂધ આપવું જ હોય ​​તો હું તમને વિનંતી કરું છું કે આ દૂધ જે ગરીબ બાળકોને નથી મળતું તેમને આપો..

શુ છે આખી બાબત?

image socure

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના ચાહકો તેની ફિલ્મના પોસ્ટરને દૂધથી સ્નાન કરાવી રહ્યાં છે. ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથના પોસ્ટર સામે ઘણા લોકો ઉભા છે અને તેઓ આ ફિલ્મના પોસ્ટરને દૂધથી નવડાવી રહ્યા છે અને કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા છે.

આ વીડિયોને શેર કરીને સલમાન ખાને તેના ચાહકોને ભાવનાત્મક અપીલ કરી છે અને દૂધનો બગાડ ન કરવાની સલાહ પણ આપી છે. સલમાન ખાનના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે અને હજારો ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

image soucre

સોશિયલ મીડિયા યુઝર્સ સલમાનની આ સલાહ અને વિનંતીના વખાણ કરી રહ્યા છે. આ સાથે તેઓ તેમની હામાં હા મિલાવી રહ્યા છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ઘણા યુઝર્સ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે , ફિલ્મ અંતિમ– ધ ફાઇનલ ટ્રુથ 26 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે આયુષ શર્મા પણ છે. આ ફિલ્મનું સલમાન અને આયુષે જોરદાર પ્રમોશન કર્યું હતું. પરંતુ તે પછી પણ આ ફિલ્મ દર્શકોને કંઈ ખાસ ગમ્યું નથી અને કંઈ ખાસ કલેક્શન પણ કરી શકી નથી.

image soucre

આ ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર જોવા મળે છે, જે એક શાંત દિમાગ વાળો શીખ પોલીસ છે જે પોતાનો ગુસ્સો ગુમાવતો નથી પરંતુ વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરે છે, આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં છે. તે મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત છે, જેનું નિર્માણ સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત છે.

Exit mobile version