જ્યારે સલમાન અને એમના ભાઈએ સળગાવી દીધા હતા પપ્પાની સેલરીને પૈસા, સલીમ ખાને આવી રીતે ભણાવ્યો હતો પાઠ

બોલિવૂડના પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનને આજે પણ ઘણા કલાકારોને સ્ટાર બનાવવા માટે યાદ કરવામાં આવે છે. તે લોકોને જેટલા મદદગાર હતા તેટલા જ તે એક સારા પિતા તરીકે પણ ઓળખાય છે. તેમણે તેમના ત્રણ પુત્રોના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. આજે તેમના બાળકો બોલીવુડના જાણીતા નામ છે. તેમના પિતાની જેમ તેઓ પણ બોલિવૂડમાં નવા આવનારાઓને ઓળખ આપવા માટે જાણીતા છે. પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જ્યારે સલમાન ખાન અને તેના ભાઈઓએ મળીને તેમના પિતા સલીમના મહિનાના પગારમાંથી મળેલા પૈસાને બાળીને રાખ કરી નાખ્યા હતા. જે પછી તેના પિતાએ જે કર્યું તે દરેક પિતા માટે પાઠ છે.

પુસ્તકમાં થયો ખુલાસો

image socure

સંજુક્તા નંદીની પુસ્તક ‘ખાનટાસ્ટિકઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ બૉલીવુડ ટ્રાયો’માં સલમાન ખાન અને તેના પરિવાર સાથે સંબંધિત ઘણા કિસ્સાઓનો ઉલ્લેખ છે. આવો જ એક કિસ્સો છે જ્યારે સલમાન ખાન અને તેના ભાઈઓને પૈસાના મહત્વ વિશે સમજાયું. વાત જાણે એમ છે કે, તેમણે તેના પિતાનો આખો પગાર બળીને રાખ કરી દીધો.

દિવાળી પર સળગાવ્યા કાગળ

image socure

વાત એ સમયની છે જ્યારે સલમાન અને તેનો પરિવાર ઈન્દોરમાં હતો. દિવાળીના દિવસે સલમાન ખાન તેના ભાઈ-બહેન સાથે કાગળ સળગાવી રહ્યો હતો. કાગળ પૂરા થયા પછી સલમાને કંઈક સળગાવવા માટે આસપાસ જોયું, પરંતુ કંઈ ન મળતાં તેણે ઘરની અંદર આવીને શોધખોળ શરૂ કરી
સળગાવી નાખ્યા પૈસા

image socure

સલમાન ખાન તેના પિતાના સ્ટડી રૂમમાં ગયો અને ત્યાંથી કાગળોનું બંડલ ઉપાડ્યું. સલમાન ખાને તેના ભાઈઓને સળગાવવા માટે કાગળનું બંડલ આપ્યું. જેને તે કાગળ ગણતો હતો તે તેનો મહિનાનો પગાર હતો. સલમાન ખાને સલીમ ખાનના પગારમાંથી 750 રૂપિયા એક જ ક્ષણમાં બળીને રાખ કરી નાખ્યા હતા.

image soucre

જ્યારે સલીમ ખાનને ખબર પડી કે તેમના બાળકોએ એક મહિનાનો પગાર બાળી નાખ્યો છે. તો તેઓ બાળકો પર ગુસ્સે થયા વિના, તેમને શાંતિથી બધાને પૈસાનું મહત્વ સમજાવ્યું. જેની સલમાન અને તેના ભાઈ-બહેનો પર ઊંડી અસર પડી હતી. સલમાન અને તેના ભાઈઓએ તેમના પિતાને વચન આપ્યું હતું કે તેઓ જીવનભર પૈસાના મહત્વને ક્યારેય ભૂલી શકશે નહીં.