કોરોના કાળમાં સલમાને કર્યુ આ મહત્વનું કામ, જાણો આ રેસમાં બીજા કયા સેલેબ્સ છે…

આખા દેશમાં કોરોનાનો પ્રભાવ ફરી એકવાર વધી રહ્યો છે. એવામાં બોલીવુડમાં સતત વધતા કોરોના કેસ દરમિયાન અભિનેતા સંજય દત્ત અને સલમાન ખાને કોરોના વેકસીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. સલમાન ખાને બુધવારે સાંજે પોતાના ફેન્સને જણાવતા એક ટ્વીટ શેર કરી છે

image socure

સલમાન ખાન મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાં કોરોના વેકસીન મુકાવી છે. અભિનેતા સલમાન ખાનએ ટ્વીટ કર્યું છે કે “આજે મેં વેકસીનનો પહેલો ડોઝ લીધો છે.” સલમાન ખાન ઘણીવાર લોકોને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવા માટે વિનંતી કરતા રહે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન કેઝ્યુઅલ લુકમાં દેખાઈ રહ્યા છે.

image socure

થોડા દિવસ પહેલા સલમાન ખાને વર્લ્ડ સિન્ડ્રોમ ડે પર સ્પેશિયલ કિડ્સ સાથે વિતાવેલ દિવસનો જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ઉમંગ એનજીઓના બાળકો સાથે ખુશીના પળ વિતાવતા દેખાઈ રહ્યા હતા. આ વીડિયોમાં તમને સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ દેખાઈ રહ્યા છે.

તો સંજય દત્તે પણ એક ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેતા સંજય દત્ત હાલમાં જ ફેફસાના કેન્સરથી સાજા થયા છે અને પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. વેકસીન લીધા પછી ફોટો શેર કરીને સંજય દત્તે ટ્વીટ કર્યું હતું કે મેં આજે બીકેસી વેકસીન સેન્ટરમાં વેકસીનનો પહેલો ડોઝ લીધો છે.” એમને ડોકટર અને એમની ટીમનો આભાર ઓન વ્યક્ત કર્યો હતો.

image socure

વેકસીન મુકાવવાની લિસ્ટમાં અભિનેતા રાકેશ રોશનનું નામ પણ સામેલ છે. 4 માર્ચે કોરોનાનો પહેલો ડોઝ રાકેશ રોશને લીધો હતો.

અભિનેતા અનુપમ ખેરે 9 માર્ચના રોજ વેકસીનનો પહેલો ડોઝ લીધો હતો. વેકસીન લેતી વખતે એમનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં એ વેકસીન લગાવતી વખતે ૐ નમઃ સિવાયના મંત્રનો જાપ કરતા દેખાઈ રહ્યા હતા.

image soucre

દિગગજ અભિનેત્રી હેમા માલિનીએ પણ 6 માર્ચે વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો.

હોસ્પિટલ શ્રી રામચંદ્રમાં સુપરસ્ટાર કમલ હાસને વેકસીનનો પહેલો ડોઝ લીધો હતો. આ વાતની જાણકારી અભિનેતાએ એક પોસ્ટ દ્વારા આપી હતી.
આ સિવાય સૈફ અલી ખાન અને પરેશ રાવલે પણ કોરોના વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો.

image socure

તમને જણાવી દઈએ કે સલમાન ખાન જલ્દી જ ફિલ્મ રાધેમા દેખાવાના છે. આ ફિલ્મ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. એમને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ફિલ્મ 13 મેના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!