જાણો એક એવા જીવ વિશે જે વર્ષોથી સુધી ખાધા વગર રહી શકે છે જીવિત

દુનિયાના લગભગ દરેક જીવની કોઈને કોઈ વિશેષતા હોય છે. એવા પણ અનેક જીવો છે જેઓ કઇં પણ પીધા વિના દિવસો સુધી જીવિત રહી શકે છે અને એવા પણ અનેક જીવો છે જેઓ કઈં પણ ખાધા વિના દિવસો સુધી જીવિત રહી શકે છે.

image source

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક જીવ વિષે જણાવવાના છીએ કે જે કઈં પણ ખાધા વિના વર્ષો સુધી જીવિત રહી શકે છે. સેલામેન્ડર નામનું આ સજીવ દક્ષિણ પૂર્વ યુરોપના દેશ બોસ્નિયા અને હર્જેગોવિનાના પાણીની અંદર આવેલી ગુફાઓમાં જોવા મળે છે અને તે ત્યાં જ રહે છે.

image source

આ સ્થાને લગભગ 7 વર્ષથી વધુ સમય થવા છતાં ત્યાં રહેતું આ સેલામેન્ડર પોતાના સ્થાનેથી ખસ્યું જ નથી. વૈજ્ઞાનકોના મંતવ્ય મુજબ આ જીવની ત્વચા અને અવિકસિત આંખો તેને આંધળું જ બનાવી રાખે છે. અને કદાચ આ કારણે જ તે પોતાની જગ્યાએથી બીજે ક્યાંય સ્થળાંતર નથી કરતુ. નોંધનીય છે કોઈપણ સજીવનું પોતાના સ્થાનથી ક્યાંય હલન-ચલન ન કરવું એક આશ્ચર્યજનક અને અસામાન્ય બાબત છે.

image source

સેલામેન્ડર પોતાનું આખું જીવન પાણીની અંદર જ વિતાવે છે અને તેનો જીવનકાળ લગભગ 100 વર્ષનો હોય છે. તેનું સત્તાવાર નિવાસસ્થાન સ્લોવેનિયાથી લઈને ક્રોએશિયા જેવા બાલ્કન દેશોમાં છે. સેલામેન્ડર લગભગ 12 વર્ષે ત્યારે જ પોતાનું સ્થાન બદલે છે જયારે તેને એક સાથીદારની જરૂર હોય.

image source

હંગેરિયન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના જ્યુડિટ વોરોસના કહેવા મુજબ આ પહેલા પણ આ પ્રકારના જીવોની કલ્પના કરવામાં આવી ચુકી છે અને અહીં ભારે વરસાદ પડવાને કારણે આ જીવ પાણીની અંદરની ગુફાઓની બહાર આવ્યા એટલે અમે તેને જોઈ શક્યા, નહીંતર તેને જોવા માટે અમારે પાણીની અંદર સુધી જઈ ગુફાઓમાં પણ જવું પડે. પરંતુ હવે તો પાણીમાં ઉપસ્થિત અમુક અંશોનું અધ્યયન કરવામાં આવે તો પણ એ જાણી શકાય છે કે જે તે પાણીના ઊંડાણમાં આ જીવ છે કે નહિ.

image source

સેલેમેન્ડર જે ગુફાઓમાં રહે છે ત્યાં તેને ભોજન મળવું ભારે મુશ્કેલ છે. પરંતુ સેલેમેન્ડર એક એવું જીવ છે જે વર્ષો સુધી કઈં પણ ખાધા વિના જીવિત રહી શકે છે. વળી, સેલેમેન્ડર એટલા સક્ષમ હોય છે કે તે નાના કીડા – મકોડા અને દરિયાઈ જીવ જંતુઓને ખાઈ શકે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત