સાળંગપુરમાં ઈતિહાસ બની ગયો, પહેલીવાર શ્રીકષ્ટભંજનદેવને આવો અન્નકૂટ ધરાવાયો, જાણો શું ખાસ હતું

હાલનો મહિનો એટલે કે પવિત્ર ધનુર્માસ. અને જોવા જેવી વાત એ છે કે આ મહિનાની શરૂઆત થતાંની સાથે જ સાળંગપુર ધામ લોકોથી ધમધમી રહ્યું છે. ત્યારે હવે એક સમાચાર સામે આવ્યા કે, આ પવિત્ર મહિનાના શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ અન્નકૂટ ધરવામાં આવ્યો. જેના વિશે માહિતી આપતા કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર દાદાને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલાનો થાળ ધરવામાં આવ્યો છે. જેમાં શક્કરિયા, ટામેટાં, લાલ જુવાર, મઠ, મૂળાની ભાજી,પોંક, રાગી, નાયલી અને કોંગ સહિતના રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો રોટલાની સાથે સાથે 30 પ્રકારના શાક, અવનવા મિષ્ઠાન, દહીં, છાશ સહિતના વ્યંજનો ધરાવવામાં આવ્યા. આ બધા જ વ્યંજન ભક્તોએ પોતાના ઘરેથી જ મોકલાવ્યા હતા. આ નિમિત્તે મંદિરના ગર્ભગૃહને વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. દાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં થઈ રહેલા ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અઠવાડિયાની મહેનતનું પરિણામ છે. એટલું જ નહીં ભગવાન સ્વામિનારાયણ રોટલા બનાવતા હોય એવી ઝાંખીઓ પણ મૂકવામાં આવી હતી. કોરોના સંકટને કારણે હરિભક્તોએ ઓનલાઈન અને રૂબરૂ દર્શનનો લ્હાવો લીધો હતો.

image source

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલાના થાળ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદાને ધરવામાં આવ્યો છે. બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર આવેલું છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યાં સાળંગપુર મંદિર રોજના ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે. જેમાં મંદિર દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે.

image source

ત્યારે આજે હનુમાનજી દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક દાદાને ધરાવવામાં આવ્યા હતા. સાથે જ પાપડ, છાશ, સલાડ સહિત સાથેનો થાળ હનુમાનજી દાદા ધરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આ પ્રકારનું આયોજન મંદિર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે લાખો હરિભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા.

image source

આ જ વર્ષની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે સુપ્રસિદ્ધ સાળગપૂર કષ્ટભજન હનુમાનજી મંદિરે મંદિર વિભાગ દ્વારા 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટની વિશાલ પ્રતિમા બની રહી છે. જેને લઈ રાજસ્થાન થી પથ્થર લાવામાં આવી રહ્યો છે. ત્યારે સૌથી મોટો પથ્થર 210 ટન નો સાળગપુર આવા નીકળી ગયો છે. સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં દેશ વિદેશ થી હરિ ભક્તો દર્શન માટે આવે છે અને કહેવાય છે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. ત્યારે અહીં દર્શને આવતા હરિ ભક્તો માટે મંદિર વિભાગ દ્વારા એક વિશાળ 54 ફૂટની હનુમાન જી ની પ્રતિમાં બનાવાનું નક્કી કર્યું છે. જેનું કામ હાલ મંદિરના પાછળના ભાગમાં ચાલી રહ્યું છે. જ્યાં દિવસ અને રાત કારીગરો દ્વારા મૂર્તિ બનાવાનું કામ ચાલી રહ્યું છે.

image source

ત્યારે મૂર્તિ બનાવા માટે રાજસ્થાનથી અલગ અલગ કરી બ્લેક ગ્રેનાઇટ પથ્થર આવી રહ્યા છે. ત્યારે મૂર્તિ બનાવા માટેનો સૌથી મોટો પથ્થર 210 ટન હાલ સાળગપુર આવા નીકળી ગયો છે અને બુધવારે કુંડળ આવી પોહચશે જ્યાં તેની પૂજા કરવામાં આવશે. 54 ફૂટની જે મૂર્તિ બની રહી છે તે લગભગ મંદિર વિભાગના જણાવ્યા અનુસાર તે બ્લેક ગ્રેનાઇટ પથ્થરમાંથી બની રહી છે આવી મુર્તિ લગભગ ભારતમાં કોઇપણ જગ્યા ઓર નથી. તેમજ આ બ્લેક ગ્રેનાઇટ પથ્થર માંથી મૂર્તિ બનાવાનું કારણ એ છે કે હજારો વર્ષ સુધી આ મૂર્તિને કંઈપણ થઈ શકે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત