જાણો રિષી કપૂર અને સલમાનખાન વચ્ચે કઈ વાતનો ઝગડો હતો..

ઋષિ કપૂર અને સલમાન ખાનની વચ્ચે એટલા માટે થયા હતા ઝઘડા.:

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન યારોના યાર છે. પરંતુ જો એકવાર ‘ભાઈજાન’ને ગુસ્સો આવી જાય છે તો તેઓ પોતાની પણ નથી સાંભળતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર્સની સાથે સલમાન ખાનની જીગરી દોસ્તી છે. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેમની સાથે બોલીવુડના સુલતાનની મિત્રતા જામી નથી. આવા સ્ટાર્સ માંથી એક હતા ઋષિ કપૂર… જો કે, પહેલા આવું હતું નહી. સલમાન ખાન અને ઋષિ કપૂરની વચ્ચેના સંબંધમાં પહેલા બધું ઠીક હતું. પરંતુ ધીરે ધીરે તેમના સંબંધોમાં તણાવ આવવા લાગ્યો હતો. ચાલો જાણીએ આ બંને સ્ટાર્સ વચ્ચે લડાઈ કેવી રીતે શરુ થઈ.

Ranbir Kapoor સાથે ઝઘડી પડ્યા હતા Salman Khan.:

image source

મીડિયા રીપોર્ટસની માનીએ તો તેમની દુશ્મનીની શરુઆત એ સમયે થઈ હતી જયારે રણબીર કપૂરએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો નહી. કહેવાય છે કે, એક પબમાં સલમાન ખાન અને સંજય દત્ત પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં રણબીર કપૂર પોતાના મિત્રો સાથે પહોચ્યા હતા. અહિયાં આ બંને સ્ટાર્સ વચ્ચે કોઈ વાત પર ઝઘડો થઈ ગયો અને વાત હાથાપાઈ સુધી પહોચી ગઈ હતી. મીડિયા રીપોર્ટસ મુજબ અહિયાં સલમાન ખાનએ રણબીર કપૂરને થપ્પડ પણ મારી દીધો હતો.

Sanjay Duttએ મામલો શાંત પાડ્યો.:

image source

જો કે, આ ઝઘડામાં સંજય દત્તએ વચ્ચે પડીને બન્નેને શાંત કરાવ્યા હતા અને બંનેને આ વાત યાદ અપાવી કે બંને બોલીવુડના નામી ઘરનાઓના છોકરા છે. આવામાં જો આ વાત આગળ વધી તો બંને પરિવારના નામ ખરાબ થશે.

Salim Khanએ Rishi Kapoorને કહ્યું હતું સોરી.:

image source

મીડિયા રીપોર્ટસ મુજબ માનીએ તો સલીમ ખાનએ આ ઝઘડો થયા પછી સલમાન ખાન તરફથી ઋષિ કપૂરની માફી પણ માંગી હતી. ત્યાર પછી બંનેના સંબંધો યોગ્ય થઈ ગયા હતા.

Ranbir Kapoor અને Katrina Kaifના અફેરથી બગડ્યા સંબંધો.:

image source

પરંતુ ત્યાર પછી જયારે રણબીર કપૂર બોલીવુડમાં નામ કમાવાના પ્રયાસ કરી રહ્યા હતા, આ દરમિયાન જ તેઓ કેટરીના કૈફની વધુ નજીક થવા લાગ્યા હતા. આ વાત આમ છે કે, આ દિવસોમાં સલમાન ખાન અને કેટરીના કૈફ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ રણબીર કપૂરની સાથે કામ કરતા સમયે સલમાન ખાન અને કેટરીનાની વચ્ચે અંતર આવવા લાગ્યું અને રણબીર કપૂર તેમના બ્રેકઅપનું કારણ બન્યા હતા.

Sonam Kapoorના રીસેપ્શનમાં થયો હંગામો.:

image source

જો કે, આ બાબતે વધારે હવા તે સમયે પકડી જયારે ઋષિ કપૂર સોનમ કપૂરની રીસેપ્શન પાર્ટીમાં સામેલ થવા માટે ગયા હતા. અહિયાં સલમાન ખાનએ ઋષિ કપૂર સાથે યગ્ય રીતે અભિવાદન કર્યું નહી. કહેવાય છે કે, એમનાથી નારાજ ઋષિ કપૂરએ સોહેલ ખાનની પત્ની સીમા ખાનને ફરિયાદ કરતા તેમને સંભળાવી દીધું હતું.

Salman Khanને આવ્યો ગુસ્સો.:

image source

જયારે સીમા ખાન અને ઋષિ કપૂરના આ ઝઘડા વિષે સલમાન ખાનને ખબર પડી ગઈ તો તેઓ ગુસ્સામાં આવી ગયા હતા અને તેમની વચ્ચે અહિયાં પર એકબીજા વચ્ચે સાંભળવાનું થઈ ગયું હતું.

Neetu Kapoor એ આ બાબતને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.:

image source

ત્યાર પછી ફિલ્મ ‘રેસ ૩’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં નીતુ કપૂરએ પહોચીને સલમાન ખાન સાથે આ બાબતને શાંત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે વાત બની નહી.

Salman Khanએ આપી હતી આ પ્રતિક્રિયા.:

image source

મીડિયામાં ચાલી રહેલ આ ઝઘડાની ખબરો પર રીએક્ટ કરતા સલમાન ખાનએ ઋષિ કપૂરનું નામ લીધા વગર ઋષિ કપૂર માટે કહ્યું હતું કે, ‘જો કોઈ મને કે મારા પરિવારના કોઈ સભ્યનું અપમાન કરે છે તો હું તેમને ઈજ્જત નથી આપી શકતો. આવી એક કે બે ફેમીલી છે જ્યાં મને એ પ્રેમ અને સમ્માન નથી મળ્યું. એટલા માટે વાત ત્યાંજ આ વાત પૂરી થઈ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો મારા ઘર પર ક્યારેય પણ વેલકમ થશે નહી.’

ઋષિ કપૂરના બીમાર થવા પર થઈ ગયા હતા હેરાન.:

image source

પરંતુ એવું નથી કે, તેમના સંબંધો ખુબ જ ખરાબ હતા. ઝઘડાઓ હોવા છતાં પણ જયારે ઋષિ કપૂરની તબિયત ખરાબ થઈ હતી તો સલમાન ખાન સતત તેમના વિષે ખબર લેતા રહેતા હતા. મીડિયા રીપોર્ટ હતી કે, એક્ટર તેમના વિશેની દરેક જાણકારી પર નજર રાખી રહ્યા છે અને તેમની તબિયતની જાણકારી પોતાના નજીકના વ્યક્તિઓ પાસેથી લઈ રહ્યા હતા.

ઋષિ કપૂરના નિધન પર કર્યું હતું આ ટ્વીટ.:

image source

આવા બનતા અને બગડતા સંબંધોની વચ્ચે જે સમયે ઋષિ કપૂરના નિધનના સમાચાર સામે આવ્યા તો પણ સલમાન ખાન હેરાન થઈ ગયા હતા. સલમાન ખાનએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘આપની આત્માને શાંતિ મળે ચિન્ટુ સર… કહ્યું સાંભળીયુ માફ… પરિવાર અને મિત્રોને હિંમત, રોશની અને શાંતિ મળે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત