Site icon News Gujarat

સલમાન ખાનએ કોરોના વાયરસની સ્થિતિમાં રોકડ મદદ ઉપરાંત શરુ કર્યું એવું કામ કે લોકો આપી રહ્યા છે અઢળક આશીર્વાદ

કોરોના વાયરસની સ્થિતિમાં વડાપ્રધાન રાહત ફંડમાં ટોચના ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ ભરી ભરીને દાન કરી રહ્યા છે.

image source

તેવામાં ચર્ચામાં આવ્યા છે બોલિવૂડના દબંગ ખાન. જી હાં સલમાન ખાનનું જીવન ભલે વિવાદોથી ઘેરાયેલું છે પરંતુ જ્યારે વાત આવે લોકોની મદદની તો તે પણ સૌથી આગળ જોવા મળે છે.

હાલ જ્યારે ફિલ્મ સ્ટાર્સએ કરેલા દાનની રકમ જોરશોરથી ચર્ચાઈ રહી છે તેવામાં જાણવા મળ્યું છે કે સલમાન ખાનએ 6 કરોડની રકમ ફંડમાં દાન કરી છે. એટલું જ નહીં તેણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પોઈઝના પ્રમુખ બી એન તિવારી સાથે વાત કરી અને 20,000 જેટલા શ્રમિકોને 3000 રુપિયાની રોકડ મદદ પણ કરી છે.

આ અંગે બી એન તિવારીએ જણાવ્યું હતું કે સલમાન ખાનએ જે રકમ હાલ આપી છે તે પહેલો હપ્તો છે. થોડા સમય બાદ તે બીજી વખત આટલી રકમ આ મજૂરોને આપશે.

શ્રમિકોને રોકડ મદદ કરી હોય તેવી આ પહેલી ઘટના અને પહેલો હીરો છે. અત્યાર સુધી શ્રમિકોને ભોજન અને અન્ય વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. પરંતુ લોકોને રોકડ રૂપિયાની પણ જરૂર હોય છે તે વાત સમજી સલમાનએ બે ટુકડામાં લોકોને રોકડ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું હતું.

આટલું કર્યા બાદ પણ સલમાન ખાન અટક્યો નથી. તેના એનજીઓ બીઈંગ હ્યુમન તરફથી પણ જરૂરીયાતવાળા લોકોને દવા અને બાળકોના અભ્યાસલક્ષી જે જરૂરીયાતો હોય તેના માટે મદદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે લોકડાઉન વચ્ચે સલમાન ખાન તેના પરીવારથી દૂર છે. તે પોતાના ફાર્મહાઉસમાં છે અને પરીવારના સભ્યો મુંબઈ.

Exit mobile version