જોઇ લો વિડીયોમાં સલમાન-જેકલીનની મસ્તી, જેમાં પનવેલ ફાર્મહાઉસની બહાર જોવા મળ્યા સાયકલ ચલાવતા

દેશમાં માર્ચ માસથી તબક્કાવાર એક પછી એક 4 લોકડાઉન આવ્યા અને હવે લોકડાઉનને તબક્કાવાર ખોલવાની શરુઆત થઈ ચુકી છે.

લોકડાઉન દરમિયાન જેમ સામાન્ય લોકો પોતાના ઘરમાં ફસાઈ ગયા હતા તેવી જ રીતે બોલિવૂડ સ્ટાર્સ પણ જ્યાં હતા ત્યાં જ અટકી ગયા હતા. આવા જ કલાકારોમાંથી એક છે સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ.

image source

લોકડાઉનની ઘોષણા થી તે પહેલાથી જ સલમાન અને જેક્લીન સાથે હતા. તેઓ સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શરુઆતથી જ સાથે લોક થયા હતા. જો કે આ લોકડાઉન તેમના માટે કંટાળજનક ન હતું. કારણે કે બંને એકબીજાની કંપની અને અન્ય ઘણી પ્રવૃતિઓ કરી ટાઈમ પાસ કરી લેતા હતા.

image source

આ વાતનું પ્રુફ છે જેક્લીન અને સલમાને શેર કરેલી ઈંસ્ટાગ્રામ પરની પોસ્ટ. તેઓ લોકડાઉન દરમિયાન સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અને પોતાની તેમજ એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરતા હતા. આવો જ એક વીડિયો તાજેતરમાં પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ સલમાન અને જેક્લીન સાથે જોવા મળે છે અને તેઓ લોકડાઉન પછી પહેલીવાર ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી અને આસપાસના વિસ્તારોમાં સાઈકલ પર ફરતા જોવા મળે છે.

image source

સલમાન અને જેક્લીન સાઈકલ પર ફરતા હોય તેવો આ વીડિયો શેર થવાની સાથે જ વાયરલ થયો છે. જણાવી દઈએ કે આ વીડિયો સલમાન ખાનના એક ફેનપેજ પરથી શેર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચથી મે સુધીમાં સલમાન અને જેક્લીન એકબીજાની સાથે ફાર્મ હાઉસમાં જ હતા અને આ સમય દરમિયાન તેમણે ત્યાં જ રહીને 3 ગીત પણ શૂટ કર્યા છે. આ ગીત સલમાને તેની યૂટ્યૂબ ચેનલ પર શેર પણ કર્યા છે. ખાસ વાત એ છે આ ગીત સલમાને પોતે ગાયેલા છે.

image source

ગીતનું શૂટિંગ કરવા ઉપરાંત સલમાન ખાન અને જેક્લીને પનવેલના ફાર્મહાઉસમાં ઘોડસવારી, પેન્ટિંગ, એક્સરસાઈઝ, કુકિંગ જેવા કામ કરીને ખૂબ મજા પણ કરી છે. આ સમયના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર અગાઉ વાયરલ થયા હતા. સલમાન ખાને આ વર્ષે ઈદ પણ તેના પરીવારથી દૂર રહીને મનાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત