સલમાન ખાનનું આ કામ જોઈને બબીતા ગુસ્સે થઈ, ધડાધડ ઘણાં બધા ટ્વીટ કરી દીધા, કહ્યું કંઈક આવું

દેશના સૌથી મોટા રિયાલિટી શોને ઘણા લોકો ફોલો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બિગ બોસે એવી ઓળખ બનાવી છે કે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી દરેક જણ તેમાં રસ લેતા થઈ ગયા છે. હવે આવી જ એક સેલિબ્રેટી છે તારક મહેતાની બબીતા જી. હા, તારક મહેતામાં બબીતાનો રોલ કરનાર મુનમુન દત્તા બિગ બોસને ખૂબ નજીકથી ફોલો કરે છે.

image source

બન્યું એવું કે તે આ શો જોયા પછી ઘણી વાર ગુસ્સે થાય છે. તે આ શો સાથે એટલી કનેક્ટેડ છે કે બધું તેમને અસર કરે છે. ત્યારે હાલના સમયે મુનમુન સલમાન ખાનથી નારાજ છે. સલમાન ખાને જ્યારે વિકેન્ડના વારમાં રાખી સાવંતનો બચાવ કર્યો છે અને અભિનવ પર સવાલ કર્યા છે ત્યારથી ઘણા લોકો નિર્માતાઓથી નારાજ છે. આ યાદીમાં બબીતાજીનો પણ સમાવેશ થાય છે.

આ અંગે બબીતાજી એક ટ્વીટ પણ કરી છે અને જેમાં લખ્યું છે કે અભિનવ અને રૂબીનાને જોઈને દુખ થાય છે. આ એપિસોડમાં તેને કેવી રીતે નીચે દર્શાવવામાં આવ્યા. સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે રાખીને કારણે અભિનવ ડરી ગયો છે. પણ હજી રાખીને વધારે કંઈ કહેવામાં આવ્યું નથી. બધું મનોરંજન ન હોઈ શકે. તે જ સમયે, અન્ય એક ટ્વીટ પોસ્ટ કરીને મુનમુને પણ ભારપૂર્વક જણાવ્યું છે કે નિક્કી તંબોલી ફક્ત ઘરની બદતબીજ નથી, પરંતુ એવા ઘણા અન્ય સભ્યો પણ છે જે એના કરતાં વધારે બદતબીજ છે. મુનમુને વિકાસ ગુપ્તા અને રાહુલ વૈદ્ય ઉપર પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે કારણ કે બંનેએ અભિનવની સામે રાખીનો અવલોકન કરવાનો પ્રયાસ કર્યો છે. અભિનેત્રીના આ બધા ટ્વીટ્સ વાયરલ થયા છે.

image source

ત્યારે 3 દિવસ પહેલાની જ વાત છે કે બિગ બોસ 14માં આજે કંઇક જવું જોવા મળશે. ઘરમાં સ્પર્ધકો વચ્ચે થતાં ઝઘડા અને ઉગ્ર બોલાચાલી સિવાય આજે સ્પર્ધકો જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મળશે. બિગ બોસ તમામ સભ્યોને એક ટાઇમ લૂપમાં ફસાવશે અને આ દરમિયાન ઘરના સભ્યોની હરકતો એન્ટરટેઇન કરશે.

image source

કલર્સ દ્વારા શેર કરવામાં આવેલા બિગ બોસના વીડિયોમાં જોવા મળે છે કે રૂબીનાનો પગ લપસી જતાં તે સ્વિમિંગ પૂલમાં પડી જાય છે. આ જોતાં તરત જ અલી ગોની તેને બચાવવા માટે સ્વિમિંગ પૂલમાં કૂદી પડે છે અને તેને બહાર નીકાળે છે. જ્યારે વિકાસ તેને પૂછે છે કે તું ઠીક તો છે ને. જો કે, આ બધું ટાસ્કનો ભાગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત