Site icon News Gujarat

સલમાન ખાને કેટરીના કેફ માટે ગાયું રોમેન્ટિક ગીત, તો એક્ટ્રેસે લગાવી દીધી ભાઈજાનની કલાસ

હાલના દિવસોમાં ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 15’ દર્શકોનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી રહ્યો. એવામાં આ વખતે શોમાં વીકેન્ડ વોર થવા જઈ રહી છે. એમાં વધુ ધમાલ મચવા જઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન પરિવારના સભ્યોનો ક્લાસ લેતા જોવા મળશે, તો બીજી તરફ અભિનેત્રી કેટરીના કૈફ પણ શોમાં પહોંચી રહી છે. વાત જાણે એમ છે કે કેટરિના કેફ તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન માટે આવી રહી છે, પરંતુ ત્યાં કંઈક એવું બને છે કે કેટરિના કેફ સલમાન ખાનની જોરદાર રીતે કલાસ લગાવે છે.

image soucre

બિગ બોસ 15’ના મેકર્સે આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં તમે જોશો કે કેટરીના કેફ સલમાન ખાનને તેની ભૂલોની સજા આપી રહી છે અને ભાઈજાન તેની દરેક વાત સ્વીકારી રહ્યો છે. આવી સ્થિતિમાં કેટરિના કેફ કહે છે, “તેઓ સેટ પર બહુ મોડા આવે છે. તેણે મારા માટે ગીત ગાવું પડશે.” હવે સલમાન ખાન કેટરિના કેફની વાત કઈ રીતે કાપી શકે, તો તેણે ‘ઓ મેરે દિલ કે ચેન’ ગીત ખૂબ જ મજેદાર રીતે ગાયું, જેને જોઈને કેટરિના અને રોહિત શેટ્ટી હસી પડ્યા.

‘એટલું જ નહીં, અન્ય એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટરીના કેફ સલમાન ખાનને કહે છે કે, “તેણે મારી આંખોમાં જોઈને 20 સેકન્ડ સુધી મારા વખાણ કરવા પડશે.” આવી સ્થિતિમાં ભાઈજાને પણ કેટના જોરદાર વખાણ કર્યા. તો ત્યાં ફરીથી કેટે કહ્યું કે, તેઓ હંમેશા ખૂબ જ ગંભીર હોય છે. મારા ગંદા જોક પર તેમને હસવું પડશે. ત્યારે કેટરિના કેફ તેને જોક કહે છે અને સલમાન હસે છે. જુઓ રમુજી વિડીયો –

આમ તો સલમાન ખાન હંમેશા બિગ બોસના ઘરમાં તમામ સ્પર્ધકોની ક્લાસ લે છે, પરંતુ આ વખતે કેટરીનાએ તેનો ક્લાસ લીધો, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેના આ વીડિયો પર લોકોના રિએક્શન આવી રહ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળીના અવસર પર 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કેટરિના કૈફ ઉપરાંત અક્ષય કુમાર, રણવીર સિંહ, અજય દેવગન, ગુલશન ગ્રોવર, જાવેદ જાફરી, નિકિતન ધીર અને જેકી શ્રોફ પણ જોવા મળશે. આ ધમાકેદાર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version