આ પાંચ લોકો સામે દબંગખાન ઝુકાવે છે પોતાનું સર, નંબર-4ને માને છે પોતાના પિતા સમાન

બોલિવૂડમાં દબંગ ખાનના નામથી ફેમસ સલમાન ખાને તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1988 માં બિવી હો તો ઐસીથી કરી હતી. સલમાનને તેની પહેલી મોટી સફળતા 1989 માં રિલીઝ થયેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી મળી હતી, જેના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ન્યૂ મેલ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. તેણે બોલિવૂડમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. જેમા સાજન (1991), હમ આપકે હૈ કૌન (1994) અને હમ સાથ સાથ હૈ, બીવી નંબર 1 (1999) અને આ એવી ફિલ્મો હતી જેણે તેની કારકીર્દિમાં પાંચ અલગ અલગ વર્ષોમાં સારી કમાણી કરી હતી.

કમાણીની દ્રષ્ટિએ નવો ઇતિહાસ રચ્યો

image source

1999 માં સલમાન ખાને 1998 માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં મહેમાન કલાકારની ભૂમિકા માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે ઘણી સફળ ફિલ્મોમાં અભિયન કર્યો. જેમા હમ દિલ દે ચૂકે સનમ (1999), તેરે નામ (2003), નો એન્ટ્રી (2005) અને પાર્ટનર સામેલ છે. 2017 માં ટાઇગર ઝિંદા હૈ, એ કમાણીની દ્રષ્ટિએ નવો ઇતિહાસ રચ્યો, આમ સલમાન ખાને હિન્દી સિનેમામાં સૌથી શ્રેષ્ઠ અભિનેતાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું. અત્યારે સલમાનને બોલિવૂડમાં સફળતાની ગેરેન્ટી માનવામાં આવે છે.

આ લોકો સાંમે ઝુકે છે સલમાનનું માથું

1. અમિતાભ બચ્ચન

image source

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની ફિલ્મ બાગબાન તો બધાને યાદ જ હશે. તે એટલી શાનદાર ફિલ્મ છે કે લોકો હજી પણ તે મૂવી જોવાનું પસંદ કરે છે. સલમાન ખાન અમિતાભ બચ્ચનને ખૂબ માન આપે છે. જ્યારે પણ તે તેમને જુએ છે ત્યારે ભેટી પડે છે.

2. મિથુન ચક્રવર્તી

image source

મિથુન ચક્રવર્તી બોલિવૂડના જાણીતા અભિનેતા છે. સલમાન ખાન મિથુનને પોતાના આદર્શ માને છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મિથુન દા સાથે કામ કરવા માગે છે. મિથુન ચક્રવર્તી પણ સલમાનને તેના પુત્રની જેમ પ્રેમ કરે છે. બંને એકબીજાને ખૂબ માન આપે છે.

3. રજનીકાંત

image source

દક્ષિણ ભારતમાં ભગવાન જેમ માનવામાં આવતા અભિનેતા રજનીકાંતને દરેક જણ આદર આપે છે. સલમાન ખાન રજનીકાંતની ખૂબ ઈજ્જત કરે છે. તે તેમને તેમના આદર્શ માને છે.

4. ધર્મેન્દ્ર

image source

બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર દરેક લોકો પસંદ કરે છે. મોટાભાગના યુવાનો તેમની નકલ કરે છે. ધર્મેન્દ્ર પાજીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો ઈજ્જત કરે છે. તે ખૂબ નરમ દિલના છે. સલમાન ખાન પણ તેમનું ખૂબ સન્માન કરે છે. તે કહે છે કે ધર્મેન્દ્ર જી તેમના પિતા સમાન છે.

5. સની દેઓલ

image source

સલમાન ખાન બોલિવૂડના જાણીતા અભિનેતા સન્ની દેઓલને તેના મોટા ભાઈની જેમ માને છે. ફિલ્મ રેસ 3 માં સની દેઓલના કહેવા પર બોબી દેઓલને લીધો હતો. આ પછી તેણે એક પછી એક 4 ફિલ્મો આપી હતી. તે હાઉસફુલ 4 માં પણ જોવા મળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો સની દેઓલની ઈજ્જત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત