જુહી ચાવલા અને સલમાન ખાન સાથે અનોખો સંબંધ ધરાવે છે કિયારા અડવાણી…

કિયારા અડવાણીની માસીને ડેટ કરી લીધા છે સલમાન ખાનએ :

બોલીવુડ બ્યુટી ક્વીન કિયારા અડવાણીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. કિયારા અડવાણીએ સાઉથ ફિલ્મોથી શરુઆત કરી હતી અને હવે કિયારા અડવાણીએ ફિલ્મ ‘કબીર સિંહ’ અને એમ. એસ. ધોની’ જેવી હીટ ફિલ્મોમાં જોવા મળી છે. કિયારા અડવાણીના આવનાર પ્રોજેક્ટ્સ પણ ખુબ જ રસપ્રદ છે. કિયારા અડવાણી અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘લક્ષ્મી બમ’, ‘શેરશાહ’, ‘ઈંદુ કી જવાની’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે. કિયારા અડવાણી ઓછા સમયમાં બોલીવુડની ક્વીન બની ગઈ છે. ચાલો જાણીએ કિયારા અડવાણી વિષે કેટલીક વાતો…

image source

કિયારાએ જણાવી હતી ડેટિંગની કહાની.:

કિયારા અડવાણીએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ ‘ફ્ગલી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી કિયારાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘એમ એસ ધોની : અનટોલ્ડ સ્ટોરી’માં કામ કર્યું છે. ત્યાર બાદ કિયારા અડવાણી લાઈમલાઈટમાં જોવા મળી છે. ત્યાર બાદ કિયારા અડવાણીએ અભિનેતા શાહિદ કપૂરની સાથે ફિલ્મ કબીર સિંહ’માં પ્રીતિનો રોલ નિભાવ્યો હતો ત્યાર પછી કિયારા અડવાણીને જબરદસ્ત પ્રસિદ્ધિ મળી છે. કિયારા અડવાણીના સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે, કિયારા અડવાણીની માસી શાહીન સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી હતી. સલમાન ખાનને કિયારા કેવી રીતે જાણે છે આ વાત કિયારા પોતે જ જણાવી દીધી છે.

image source

કિયારા અડવાણીની માં અને સલમાન મિત્રો રહ્યા છે. :

કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મારી માં સલમાન સરને જાણતી હતી. બંને બાંદ્રામાં મોટા થયા છે. તેઓ મારી માને ઘણીવાર કહેતા હતા કે, એક દિવસ હું સ્ટાર બનીશ. મારી માં અને સલમાન સર ઘણા લાંબા સમય સુધી મિત્રો રહ્યા છે સાથે સાઈકલીંગ કરતા હતા.

image source

સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી શાહીન.:

કિયારા અડવાણી જણાવે છે કે, માં એ જ સલમાન ખાનને મારી માસી શાહીન સાથે મ્ળાવ્યા હતા. એ બંનેએ ઘણા સમય પહેલા એકબીજાને ડેટ પણ કર્યા છે. કદાચ આ તેઓ બનેનો પહેલો રિલેશનશિપ રહ્યું હશે.

image source

સઈદ જાફરી પણ છે રીલેટિવ :

કિયારા અડવાણીના વીતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા અશોક કુમાર અને સઈદ જાફરી સાથે પણ કનેક્શન છે એના વિષે વાત કરતા કિયારાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મારા નાના સઈદ જાફરીના ભાઈ છે. નાનાએ બે લગ્ન કર્યા હતા. મારી પહેલી નાની (મારી મમ્મીની માં) બ્રીટીશર હતા.

image source

અશોક કુમાર સાથે પણ છે સંબંધ.:

નાના મુસ્લિમ હતા તો પણ તેમણે મારી નાનીને તલાક આપી દીધા પછી બીજા લગ્ન કર્યા હતા. નાનાના બીજા લગ્ન થઈ ગયા પછી ભારતી ગાંગુલી મારી બીજી નાની બની ગયા. ભારતી ગાંગુલી અશોક કુમારની દીકરી હતી.

image source

બીજી નાનીએ કિયારાની માને મોટી કરી છે.:

કિયારા જણાવે છે કે, તેમની પહેલી નાની વર્લ્ડ ટુર પર નીકળી ગયા હતા. ૧૩ વર્ષની ઉમરમાં મારી બીજી નાનીએ મારી માને મોટી કરી હતી. થોડાક વર્ષો પહેલા જ નાનાની ડેથ થઈ ગઈ અને મારી પહેલી નાની પણ ભારત પરત આવી ગયા. આ રીતે અમે બધા ખુશીથી મોટા પરિવારમાં રહીએ છીએ.

image source

જુહી ચાવલા સાથે પણ કનેક્શન :

કિયારાને જયારે પૂછવામાં આવ્યું કે, શું બોલીવુડમાં તેમના બીજા કોઈ કનેક્શન છે. આ વિષે કિયારાએ જણાવ્યું હતું કે લગ્ન પહેલા તેમના પેરેન્ટ્સએ એકબીજાને ૭ વર્ષ સુધી ડેટ કર્યા કર્યા હતા. જુહી ચાવલા તેમના પેરેન્ટ્સની મિત્ર હતી. કિયારા જણાવે છે કે, જુહી ચાવલા આંટીએ મને ત્યારથી જોઈ છે જ્યારથી મારો જન્મ થયો છે. અમારી હોળી- દિવાળી સાથે જ હોતી હતી.

image source

ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ જોઇને પાપા ફિલ્મો માટે થયા રાજી.:

કિયારા અડવાણી બીઝનેસમેન પરિવારથી આવે છે. કિયારાએ જણાવ્યું હતું કે, સાંભળીને થોડી નવાઈ લાગશે. પરંતુ પપ્પાએ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ જોઈ અને ત્યાર પછી નિર્ણય લીધો કે, તેમના બાળકો જે કરવા ઈચ્છે છે તેઓ તેમને તે કરવા દેશે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,