સમગ્ર વિશ્વમાં આ રીતે પહોંચાડવામાં આવશે કોરોના વેક્સિન, આ ત્રણ મોટા પડકારોનો કરવો પડશે સામનો

વૈજ્ઞાનિકો જલ્દીથી જલ્દી લોકોને કોરોના રસી પહોંચાડવા પ્રયાસો કરી રહ્યા છે, તેમ વિશ્વભરની સરકારો અને સંસ્થાઓ પણ પ્રયત્નો કરી રહી છે. ઘણી રસી બનાવતી કંપનીઓ તો આમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પણ માંગી છે. જો કે, આ દરમિયાન જે સૌથી મોટી સમસ્યા સાંમે આવી રહી છે તે એ છે કે દુનિયાભરના લોકો સુધી આ રસી પહોંચાડવી આસાન નહી રહે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરના લોકો સુધી રસી પહોંચાડવી એટલું સરળ કાર્ય નહીં હોય. આ માટે, રસીના કરોડો ડોઝની જરૂર પડશે, તે સિવાય બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

બે વર્ષનો સમય લાગી શકે છે

image source

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સોશ્યલ મીડિયા પોસ્ટ અનુસાર, વિશ્વની સાત અબજ વસ્તીમાં રસીને પરિવહન કરવા અને માત્ર વિમાન દ્વારા નહીં, દૂરના વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે 110 ટનની ક્ષમતાવાળા જમ્બો જેટના 8000 ફેરાની જરૂર પડશે.

image source

આ ઉપરાંત કાર, બસો, ટ્રક અને મોટર સાયકલ અને સાયકલની પણ જરૂર પડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ રસી પહોંચાડવાના આ મિશનમાં બે વર્ષનો સમય લાગી શકે છે.

સૌથી મોટો પડકાર કોરોના રસીની જાળવણી

image source

સૌથી મોટો પડકાર કોરોના રસીની જાળવણી હશે. એવું માનવામાં આવે છે કે ફાઈઝર-બાયોનોટેકની રસી સૌથી પહેલા આવશે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે તેને માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવી પડશે, તો જ તેનો ઉપયોગ છ મહિના સુધી થઈ શકે છે. પરંતુ હાલમાં આ પ્રકારનું કોઈ વિમાન નથી, જેમાં કોઈ પણ પદાર્થને આટલી ઠંડીમાં રાખી શકાય.

યુનાઇટેડ પાર્સલ સર્વિસિસમાં કુલ 600 ડીપ ફ્રીઝર

image source

રસીનો સંગ્રહ પણ એક મોટો પડકાર છે. કેટલાક મોટા શહેરોમાં તો ડિપ ફ્રીજની ક્ષમતા છે, પરંતુ મોટાભાગના સ્થળો એવાછે જ્યાં આ રસીને ખૂબ ઓછા તાપમાને રાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી. એક અહેવાલ મુજબ, યુનાઇટેડ પાર્સલ સર્વિસિસમાં કુલ 600 ડીપ ફ્રીઝર છે, જ્યાં રસીના 48,000 ડોઝને માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવી શકે છે. આ સિવાય બીજી ઘણી જગ્યાઓ પણ છે, પરંતુ ત્યાં રસીના કરોડો અબજો ડોઝ રાખવા શક્ય નથી.

92 ગરીબ દેશોમાં આ રસી પહોંચાડવાની યોજ

image source

જે લોકો શહેરોમાં અથવા મહાનગરોમાં રહે છે તેમના સુધી રસી પહોંચાડવી થોડી સરળ છે, પરંતુ ગામો અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી કેવી રીતે પહોંચાડવામાં આવશે તે સૌથી મોટો પડકાર હશે. જો કે, યુનિસેફે 40 કેરિયર્સને વિશ્વના 92 ગરીબ દેશોમાં આ રસી પહોંચાડવાની યોજના બનાવવા કહ્યું છે, જેથી કોરોનાને દરેક જગ્યાએથી સંપૂર્ણપણે દૂર કરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત