નવાઝનો ભાઈ શમાસ અને આલિયા કરોડોની લેતીદેતી મામલે આમને સામને, એકબીજા પર કર્યા કેવા કેવા આક્ષેપ જાણીને લાગશે નવાઈ

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનો પરિવાર છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. નવાઝ અને તેની પત્ની તાજેતરમાં જ છૂટાછેડા મામલે ચર્ચામાં રહ્યા હતા.

image source

તેવામાં વધુ એક પારિવારીક વિવાદ સામે આવ્યો છે. અગાઉ આલિયા સિદ્દીકીએ નવાઝને ડિવોર્સની નોટિસ ફટકારી હતી અને હવે નવાઝના ભાઈએ શમાસે ભાભી આલિયા પર એક્સટોર્સન અને બ્લેક મેલિંગનો કેસ ફાઈલ કર્યો છે. આ સાથે જ તેણે કહ્યું છે કે આલિયા પાસેથી તેણે 2.16 કરોડ રૂપિયા લેવાના છે.

આ કેસની વિગતો જણાવીએ તો આલિયા સિદ્દીકીએ એક ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જેનું નામ હતું હોલી કાઉ. આ ફિલ્મ માટે આલિયાએ શમાસ સિદ્દીકી પાસેથી પૈસા લઈ રોક્યા હતાં. પરંતુ અત્યાર સુધી આલિયા સિદ્દીકીએ એ પૈસા પરત કર્યાં નથી. શમાસે આલિયા પર વધુ કેટલાક આક્ષેપો કર્યાં હતાં. તેણે કહ્યું છે કે તેણે આલિયાને 2.16 કરોડ લેખિત લખાણ સાથે આપ્યા હતા.

image source

આ લખાણ અનુસાર આલિયાએ 90 દિવસની અંદર નાણા પરત કરવાના હતાં. જેમાં આલિયાએ સાઈન પણ કરી હતી. પ્રોડકશન કંપનીમાં આલિયાનો 25 ટકા હિસ્સો છે પરંતુ આ ફિલ્મ માટે તેણે તેના પર્સનલ અકાઉન્ટમાંથી પૈસા આપ્યા હતા. તેણે નાણા પરત ન કરતાં શમાસ હવે આલિયા પર એક્સટોર્શન તથા બ્લેક મેલિંગનો કેસ ફાઈલ કર્યો છે.

શમાસએ વધુમાં કહ્યું હતું કે 90 દિવસના હિસાબે પૈસા પરત કરવાના હતા તેના માટે તેણે આલિયાના એક ઈમેલથી જુલાઈ 2019ના રોજ કર્યો. જ્યારે છેલ્લી નોટિસ ફેબ્રુઆરી 2020માં મોકલી હતી. આ નોટિસોના કોઈ જવાબ મળ્યા નથી તેના કારણએ હવે તે આલિયા પર કેસ કરવા તૈયાર થયો છે.

image source

શમાશે આ તકે આલિયા અને તેના સંબંધો વિશે પણ ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે નવાઝની સાથએ તેના બિઝનેસના સંબંધો છે. તે 2007થી 2012 સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર કામ કરતો હતો ત્યારબાદ નવાઝ સાથે બિઝનેસ મેનેજર તરીકે કામ શરૂ કર્યું હતું. નવાઝ સાથે કામ કરવાનો પણ તે ચાર્જ લેતો. આલિયા પણ તેની સારી મિત્ર હતી અને તેણે તેની કારર્કિદીમાં તેનો સપોર્ટ કર્યો હતો.

image source

જો કે શમાસે બંનેના ડિવોર્સ અંગે કોઈ ચર્ચા કરવાનું ટાળ્યું હતું. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેમના અંગત જીવનથી તેને કોઈ લેવાદેવા નથી તેને તો માત્ર તેના પૈસાથી મતલબ છે. તેણે આપેલા પૈસા ઉપરાંત આલિયા પાસેથી ફિલ્મના પ્રોફિટનો ભાગ પણ માંગ્યો નથી તેને તો તેણે આપેલી રકમ પરત જોઈતી હતી. આ ફરિયાદ ઉપરાંત IMPPAમાં આલિયા વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે. તેમ શમાશે જણાવ્યું હતું. તેણે કહ્યું છે કે આલિયા સિદ્દીકીની અન્ય એક મિત્ર અને ફિલ્મની કો-પ્રોડ્યૂસરે પણ તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે.

image source

આ તરફ આલિયાએ આ વાત પર કહ્યું છે કે તેની પાસે 100 કરોડની મિલકત છે. તો તે શા માટે શમાસ પાસેથી 2.16 કરોડ લે. આ પૈસા તેના જ હતા અને તેણે કંપનીમાંથી ઉપાડ કર્યો હતો. શમાસે કરેલા ઈમેલ અંગે આલિયાએ કહ્યું હતું, શમાશે નહીં તેણે મેલ કરીને જવાબ માગ્યો હતો કે કંપનીમાં આટલા પૈસા આવે છે ક્યાંથી. આવું એટલા માટે કરવું પડ્યું કે તેની કંપની ફ્રોડ ચાલતી હતી.

2.16 કરોડની વાતની આલિયાએ મજાક ઉડાવતા આગળ કહ્યું હતું, આક્ષેપ મૂકવો જ હતો તો ઓછામાં ઓછા 50 કરોડ તો કહેવા હતાં. આટલાં રૂપિયા તો તે એક વર્ષમાં ખર્ચી નાખે છે. શમાસ કંપનીના અકાઉન્ટમાં ખોટી એન્ટ્રીઓ કરતો હોવાનો વળતો આક્ષેપ આલિયાએ કર્યો છે.

image source

તેણે એમ પણ પ્રશ્ન કર્યો હતો કે શમાસ પાસે આટલા રૂપિયા આવે છે ક્યાંથી કોઈ મેનેજરનો પગાર એટલો હોતો નથી.. તેણે અંતે એમ પણ કહ્યું હતું કે તેણે નવાઝ પાસેથી પૈસાની ડીમાન્ડ કરી છે તો તે એફડી તરીકે અને તે પણ બાળકોના ભવિષ્ય માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત