Site icon News Gujarat

સંબંધોના ઉડ્યા ચીથડાં, લગ્નેત્તર સંબંધના અમદાવાદમાં બન્યા ચોંકાવનારા કિસ્સા

સંબંધોના ઉડ્યા ચીથડાં, લગ્નેત્તર સંબંધના અમદાવાદમાં બન્યા ચોંકાવનારા કિસ્સા

હાલ જમાનો એવો આવી ગયો છે કે લોકોને પોતાના સંબંધોની કોઈ જ ગંભીરતા નથી રહી. ખાસ કરીને લગ્નેત્તર સંબંધો એટલા બધા ફૂટી નીકળ્યા છે કે અવારનવાર તમને છાપામાં કે સોશિયલ મિડિયા પર આવા કિસ્સાઓ સાંભળવા મળશે 6-8 મહિના પહેલાં સુરતના વેવાઈ-વેવાણના કિસ્સાએ ભારે ચકચાર મચાવી હતી.

image source

અને હવે અમદાવાદના આ સાળી-બનેવીના કિસ્સાઓએ ચકચાર મચાવી છે. એમ તો મઝાકમાં એવી કહેવત છે કે સાલી હોતી હૈ આધી ઘરવાલી પણ આ કહેવતને સાચી કરવી તે સંબંધો પર લાંછન લગાવવા સમાન બાબત છે. અમદાવાદમાં પણ એવું જ કંઈક બન્યું. લોકડાઉન દરમિયાન સાસરે આવેલા બનેવીએ પોતાની જ સાળીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો છે.

image source

આ ઘટના અમદાવાદની છે. અહીં એક બનેવીને પોતાની સાળી સાથે પ્રેમ થઈ ગયો છે તે પણ પોતાના લગ્નના માત્ર એક વર્ષની અંદર જ. અને સાળી પણ જીજાજીના પ્રેમમાં એવી તે આંધળી થઈ ગઈ કે બધું જ ભૂલીને તેની બહેનનું ઘર બરબાદ કરીને ભાગી ગઈ. જો કે આ કીશોરી માત્ર 14 જ વર્ષની છે. એટલે કે તે હજુ સગીર વયની છે. તેણી હાલ 8માં ધોરણમાં જ અભ્યાસ કરી રહી છે. આ કુટુંબ મૂળે યુપીનું છે.

તેમના કુટુંબમાં તેમની મોટી દીકરાના લગ્ન યુ.પીના યુવક સાથે કરવામા આવ્યા હતા. હાલ જ્યારે તેમનો જમાઈ નોકરી માટે તેમના ઘરે રેહવા આવ્યો હતો. તે સમયે લોકડાઉન ચાલી રહ્યું હતું અને તે જ સમયે બનેવી અને સાળી એકબીજાની નજીક આવ ગયા હતા.

image source

અને તેનો જ ફાયદો ઉઠાવી બનેવી પોતાની 14 વર્ષની સાળીને ભગાડી ગયો. આખુએ કુટુંબ પોતાના જમાઈના આ કૃત્યથી ભારે ધૂઆંપૂંઆ થઈ ગયું છે. તેઓ પોતાની દીકરીને પાછી મેળવવા અને આ લંપટ જમાઈને સજા આપવાની માંગ કરી રહ્યા છે.

આવો જ એક બીજો કિસ્સો પણ બન્યો

તો બીજા એક પરિવારમાં મોટી દીકરીની સગાઈ અમદાવાદના જ એક વિસ્તારમાં થઈ હતી અને તેના લગ્નની હાલ આખો પરિવાર તૈયારી કરી રહ્યો હતો. પણ લોકડાઉન દરમિયાન કોલેજો બંધ થઈ જતાં જમાઈને સવાર સાંજના ભોજનમાં તકલીફ પડતા તે પોતાના સાસરે આવીને રહેતો હતો. અને આ દરમિયાન તે પણ પોતાની મંગેતરની બહેનના પ્રેમમાં પડી ગયો અને તેને ફોસલાવીને પોતાની સાથે ભગાડી ગયો છે.

image source

આ પરિવારે પણ પોલિસ્ટેશન ખાતે પોતાના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે અહીં પોલીસે તેમની સગીર દીકરીને શોધી લીધી હતી અને તેના પરિવારને સોંપી પણ દીધી હતી. આ કિસ્સામાં બનેવી વિરુદ્ધ દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી છે અને હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.

હજુ તાજેતરમાં જ સુરતમાં પણ આ પ્રકારનો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં સુરતમાં રહેતા બે ભાઈમાંના મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પત્નીને પોતાની સાથે ભગાડી હતી. આમ દેશમાં ઉત્તરોત્તર લગ્નેત્તર સંબંધો વધતા જઈ રહ્યા છે. અને સંબંધોની પવિત્રતા અભડાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version