આ સેલેબ્સ થઈ ચૂક્યા છે સમીર વાનખેડેથી હેરાન પરેશાન, નામ જાણીને તમને પણ લાગશે નવાઈ

સમીર વાનખેડે હાલના દિવસોમાં ચર્ચામાં છે. આર્યન ખાન ડ્રગ કેસમાં સમીરે ભારે કડકાઈ દાખવતા કોઈની સામે ઝૂકવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આર્યન એકમાત્ર બોલિવૂડ સેલેબ નથી જેના પર સમીર વાનખેડેએ એક્શન લીધું છે. આ પહેલા પણ ઘણા બોલિવૂડ સેલેબ્સ સમીરના રડારમાં આવી ચુક્યા છે. એટલું જ નહીં સમીર વાનખેડે બોલિવૂડમાં પહેલાથી જ ફેમસ છે. વાનખેડે NCB પહેલા એરપોર્ટ કસ્ટમ વિભાગ, સર્વિસ ટેક્સ વિભાગમાં હતા. આ દરમિયાન તે બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે રૂબરૂ રહ્યા છે. સમીર કલાકો સુધી આ સ્ટાર્સની પૂછપરછ કરવા અને આ દરમિયાન તેમનો સામાન ચેક કરવા માટે પ્રખ્યાત હતા. સમીરે પણ આ બોલિવૂડ સેલેબ્સ પર ભારે દંડ ફટકાર્યો છે. ચાલો આજે જાણીએ કે એવા ક્યાં બોલિવૂડ સ્ટાર્સ જેમની સામે સમીર વાનખેડે પંગો લઈ ચુક્યા છે

શાહરૂખ ખાન

image soucre

આર્યન ખાનના પિતા શાહરૂખ ખાનનો પહેલા પણ સમીર વાનખેડે સાથે સામનો થયો છે. વર્ષ 2011માં શાહરૂખ ખાન અને તેના આખા પરિવારને વાનખેડે એરપોર્ટ પર રોકી લીધા હતા. શાહરૂખ હોલેન્ડ અને લંડનથી વેકેશન કરીને મુંબઈ પરત ફર્યા હતા. વાનખેડેએ શાહરૂખની બેગની તપાસ કર્યા બાદ 1.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અનુષ્કા શર્મા

image soucre

વર્ષ 2011માં સમીર વાનખેડેએ મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા શર્માનો સામાન ચેક કર્યો હતો. અનુષ્કા પાસે એક નેકલેસ, બુટ્ટી અને બે મોંઘી ઘડિયાળ સાથે હીરાની બ્રેસલેટ મળી આવી હતી. આ ઘડિયાળોની કિંમત 35 લાખ રૂપિયા હતી. 11 કલાકની પૂછપરછ બાદ અનુષ્કા શર્માને એરપોર્ટની બહાર જવા દેવામાં આવી હતી.

રણબીર કપૂર

image soucre

વર્ષ 2013માં રણબીર કપૂરને એરપોર્ટ પર 40 મિનિટ માટે રોકવામાં આવ્યો હતો. જ્યારે વાનખેડે ટીમે સામાનની તપાસ કરી તો રણબીર પાસેથી અઘોષિત મોંઘા પરફ્યુમ, કપડાં અને શૂઝ મળી આવ્યા હતા. જે બાદ તેના પર 60,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કેટરીના કૈફ

image soucre

2012માં જ્યારે કેટરિના મુંબઈ એરપોર્ટ પર પહોંચી ત્યારે તે કોઈ પણ સામાન લીધા વગર બહાર આવી હતી. આ પછી તેના બે સહાયકો તેનો સામાન લેવા એરપોર્ટ પર પાછા ગયા હતા. જ્યાં વાનખેડેની ટીમે તેને કસ્ટડીમાં લીધો હતો. કેટરીનાના સામાનમાંથી એક આઈપેડ, રૂ. 30,000 રોકડા અને વ્હિસ્કીની 2 બોટલો મળી આવી હતી. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેને 12,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

બિપાસા બાસુ

image soucre

લંડનથી પરત ફર્યા બાદ બિપાશા બાસુને મુંબઈ એરપોર્ટ પર વાનખેડે ટીમે રોકી હતી. બિપાશા બાસુએ પોતાની 60 લાખની કિંમતી ચીજવસ્તુઓ વિશે માહિતી આપી નથી. જે બાદ તેને 12,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અનુરાગ કશ્યપ

image soucre

વર્ષ 2013માં જ્યારે સમીર વાનખેડે સર્વિસ ટેક્સ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે કામ કરતા હતા. ત્યારે અનુરાગ કશ્યપને ટેક્સ ઇનવેશનના કારણે 55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાદમાં તેનું એકાઉન્ટ પણ સીલ કરવામાં આવ્યું હતું.

image soucre

આ યાદીમાં વિવેક ઓબેરોય, રિયા ચક્રવર્તી, અરમાન કોહલી, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત ઘણા કલાકારોના નામ સામેલ છે. જેમની સમીર વાનખેડે અલગ-અલગ કેસમાં પૂછપરછ કરી ચુક્યા છે