જાણો આટલા બધા પગ ધરાવતા આ અજબ-ગજબ સમુદ્રી વંદા વિશે, જે અનેક સમય સુધી રહી શકે છે ભૂખ્યો અને…

ક્યારેક ક્યારેક સાવ દુર્લભ કે અજબ – ગજબ રંગ, પ્રકાર કે અંગો વાળા જીવો જોવા મળી જતા હોય છે. તાજેતરમાં જ ભારતના કાઝીરંગા અભ્યારણ્ય ખાતે ગોલ્ડન રંગનો વાઘ જોવા મળ્યો હતો એ સિવાય ઓડિશાના બાલાસોર જિલ્લાના એક ગામમાં પીળા રંગનો દુર્લભ પાણીનો કાચબો નજરે પડ્યો હતો. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક જીવે પોતાની હાજરી પુરાવી છે.

image source

પ્રાપ્ત માહિતી મુજબ હિન્દ મહાસાગરમાં એક અજબ-ગજબ પ્રકારનો દરિયાઈ વંદો જોવા મળ્યો છે. આ દરિયાઈ વંદાના સામાન્ય કરતા પણ વધુ પગ છે અને તેનો આકાર પણ અન્ય સમુદ્રી વંદા કરતા મોટો છે. સામાન્ય રીતે જમીન પર ચાલતા વંદાઓને 6 પગ હોય છે જયારે આ સમુદ્રી વંદાને કુલ 14 પગ છે. નોંધનીય છે કે આ વંદાને સિંગાપુરના એક રિસર્ચરે પકડ્યો હતો તેનાજ હિન્દ મહાસાગરમાં આ પ્રકારનો સમુદ્રી વંદો પ્રથમ વખત જ જોવા મળ્યો છે.

image source

ડેલી મેલમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ આ સમુદ્રી વંદો નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપુરના પીટર એનજી અને તેના સહયોગીઓને જયારે તેઓ સમુદ્રી રિસર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન મળ્યો હતો. જોઈને અરુચિ થાય અને નવીન લાગે તેવા આકારના આ સમુદ્રી વંદાની ઓળખ એક નવી પ્રજાતિના સમુદ્રી વંદા તરીકે કરવામાં આવી છે અને તેનું બાયોલોજીકલ નામ ” બાથિનોમસ રક્સસા ” રાખવામાં આવ્યું છે. જો કે આ પ્રકારના સમુદ્રી વંદાને ડીપ સી કોન્ક્રોચ તથા જાયન્ટ સી કોન્ક્રોચ નામથી પણ ઓળખવામાં આવે છે અને આ પ્રકારના વંદાઓ સમુદ્રના ઊંડાણવાળા ભાગમાં રહે છે.

image source

ઉલ્લેખનીય છે કે નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપુરની રિસર્ચ ટીમને ઇન્ડોનેશિયાના જાવા કિનારેથી સમુદ્રના ઊંડા પાણીમાં 14 દિવસ સુધી રિસર્ચ અભિયાન શરુ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત રિસર્ચ ટીમને 12000 થી વધુ સમુદ્રી વંદાઓ મળ્યા હતા અને તે તમામ વંદાઓ પૈકી આ વંદો સૌથી મોટો હતો.

image source

આ સમુદ્રી વંદો આઈસોપોડની પ્રજાતિનું એક ક્રસ્ટેશિયન જીવ છે જે જમીન પર ચાલતા વંદા સાથે ઘણી રીતે સામ્યતા ધરાવે છે. આ વંદાનું માથું અને આંખો જોઈને વૈજ્ઞાનિક સ્ટાર વોર્સ ફિલ્મ સિરીઝના ડાર્થં વેડર કેરેક્ટરના નામથી પણ બોલાવે છે.

image source

ઈન્ડોનેશિયન ઇન્સ્ટ્યુટ ઓફ સાયન્સના કાહિયો રહમદીએ બીબીસીને જણાવ્યું હતું કે નવી પ્રજાતિઓની શોધખોળ ઘણી મહત્વપૂર્ણ છે. આ સમુદ્રી વંદો સમુદ્રમાં મૃત્યુ પામેલા જીવોના અવશેષોનું ભોજન કરે છે. જો કે સૌથી વિશેષ વાત એ છે કે આ સમુદ્રી વંદો કઈંપણ ખાધા વિના દિવસો સુધી જીવિત રહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત