સમુદ્રને ‘શરદી’ થાય તો શું થાય, એના લીધે શું નુકસાન થાય અને કેટલું નુકસાન થાય, જાણો વિશ્વની એકદમ નવી વાતો

જ્યારે માણસને શરદી થાય ત્યારે લોકો કહે છે કે અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીરઃશુળ અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે. આમ પણ શરદી થાય એટલે 5 દિવસ તો ગણી જ લેવાના. ત્યારે હવે સવાલ થાય કે આ તો માણસની વાત હતી. પણ માણસને તો ઠીક સમુદ્રને ‘શરદી’ થાય તો શું થાય એ વાત તમે ક્યારેય વિતારી છે.

image source

હાલમાં જ 8 તારીખે સમુદ્ર દિવસગયો. આમ પણ દૃષ્ટિભ્રમ એવી ચીજ છે કે જેના કારણે ઘણીવાર આંખો સામે કંઈક જુદું જ દૃશ્ય ખડું કરી દે. ત્યારે હાલમાં આકાશમાંથી લેવાયેલી તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ આ કોઈ કુદરતી સૌંદર્યની તસવીર નથી પરંતુ ‘સમુદ્રી સળેખમ’ એટલે કે SEA SNOTની તસવીર છે. SEA SNOTની આ સમસ્યા રિયલમાં તુર્કીના સમુદ્રકાંઠે મોટાપ્રમાણમાં જોવા મળી રહી છે અને તેના કારણે જળચર પ્રાણીઓ પર જોખમ પણ વધી રહ્યું છે.

image source

જો આ ઘટના વિશે વાત કરીએ તો SEA SNOT શેવાળના કારણે ઉત્પન્ન થાય છે. શેવાળમાં જ્યારે પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે અને તેમાં ગ્લોબલ વોર્મિંગ તેને અનુકૂળ વાતાવરણ આપે છે ત્યારે SEA SNOTની સમસ્યા સર્જાતી હોવાનું સામે આવ્યું છે. આ સમસ્યા જળ પ્રદૂષણના કારણે વધુ પ્રમાણમાં વકરે એવું પણ તારણમાં બહાર આવ્યું છે.

image source

જ્યારે આ ‘સમુદ્રી સળેખમ’નું આવરણ પાણીની સપાટી પર છવાઈ જાય છે ત્યારે જળચર પ્રાણીઓ પર મોટું સંકટ આવે છે. કેમકે આ આવરણ સમય જતા એટલું ઘટ્ટ બને છે કે પાણીમાં ઊંડે સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી અને ઓક્સિજનનો પણ અભાવ સર્જાય છે. જેને સાદી ભાષામાં સમુદ્રને ‘શરદી’ થઈ હોવાનું કહેવામાં આવે છે. ત્યારે આનું શું સોલ્યૂશન આવે એ પણ લોકો વિચારી રહ્યાં છે.

image source

જો કે માણસને શરદી થાય તો અઢળક ઉપાય હોય છે. એમાના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી શરદી સારી થઈ જાય છે. ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સુતી વખતે, સુતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દરદમાં આરામ થાય છે.

image source

પાણીમાં સુંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી, ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *