સના ખાને કર્યા ગુજરાતી સાથે લગ્ન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બાય બાય કહ્યા પછી કર્યો આ મોટો ધમાકો, જોઇ લો લગ્નના PHOTOS અને VIDEO

સલમાન ખાનની કો-સ્ટાર અને બિગ બોસની રનર અપ સના ખાને હાલમાં એક મોટો નિર્ણય લીધો હતો. તેના નિર્ણયથી બધાને આંચકો લાગ્યો હતો. કારણ કે બોલિવૂડ અભિનેત્રી સના ખાને ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યા બાદ હવે લગ્નના બંધને બંધાઈ ગઈ છે. સના ખાને હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો. તેના નિર્ણય પર ઘણી પ્રતિક્રિયા આવી હતી. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. કારણ કે સના ખાનના લગ્ન ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે થયા છે. જય હોની આ અભિનેત્રીએ શુક્રવારના રોજ પરિવારના સભ્યોની હાજરીમાં મૌલાના મુફ્તી અનસ સાથે સુરતમાં લગ્ન કરી લીધા છે.

image source

હાલમાં સના અને તેના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સના પોતાના પતિ સાથે કેક કાપતી નજરે પડે છે. સનાએ વ્હાઈટ કલરનું ખૂબસુરત ગાઉન પહેર્યુ છે, જેમાં તે અતિસુંદર દેખાઈ રહી છે. તો વલી મુફ્તીએ વ્હાઈટ કલરનો કુર્તો અને પાયજામો પહેરેલો છે. સનાનો વીડિયો જોયા બાદ ફેન્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સના ખાન અને મુફ્તી અનાસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

image source

સના ખાનને કેક કાપતી જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સના ખાન અને મુફ્તી અનાસ લગ્ન પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું: “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે. અને તે વધુ સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેના સર્જકની કુશળતા અનુસાર જીવશે. ગુનાહિત જીવનમાંથી બચવાને બદલે મારે માનવતાની રક્ષા કરવી જોઈએ. તેથી જ આજે હું જાહેર કરું છું કે આજથી હું મારું ‘શોબિઝ’ (ફિલ્મ ઈન્ડસ્જડ્રી) જીવનને અલવિદા કહી રહી છું.

image source

એક્ટ્રેસ સના ખાને મનોરંજન જગતને અલવિદા કહેવાની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી હતી. સના ખાને પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાંબી એવી પોસ્ટ લખીને પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

સાથે જ તેણે બોલિવૂડ છોડવા પાછળનું કારણ પણ જણાવ્યુ હતું. ત્યારે પણ તે ભારે ચર્ચામાં આવી હતી અને હવે ફરીથી આ રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા અને જોતા રાખી દીધા હતા. હવે ગુજરાતીઓ પણ ખાસ કોમેન્ટ કરી રહ્યા છે કે લે આ તો ગુજરાતીની વહુ બની ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત