Site icon News Gujarat

સના ખાનને લઈને ડ્રાઈવ પર નિકળ્યા પતિ મુફ્તી અનસ, બે વાર વિડીયો જોશો તો પણ એક્ટ્રેસને નહિં ઓળખી શકો કારણકે…

બિગ બૉસ 6ની કંટેસ્ટન્ટ અને બોલીવૂડ એક્ટ્રેસ સના ખાને એક્ટિંગનિr દુનિયાને અલવિદા કહી દીધા બાદ તાજેતરામં લગ્ન કર્યા છે. તેણીએ ગુજરાતના સુરતના મૌલાના મુફ્તી અનસ સાથે 21મી નવેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે. સના ખાને મૌલાના મુફ્તી સાથે સુરતમાં લગ્ન કર્યા હતા, જેનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વયારલ થયો હતો. સનાએ પરિવારના લોકો અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. નિકાહ કર્યા બાદ સનાએ પોતાનું નામ પણ બદલી લીધું છે. નિકાહ બાદ સના ખાનનો એક વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણી પોતાના પતિ મુફ્તી અનસ સાથે કારમાં દેખાઈ રહી છે. મુફ્તી અનસ લગ્ન બાદ સના ખાનને લઈને ડ્રાઈવ પર નીકળ્યા,  જેનો વિડિયો તેમણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. વિડિયોમાં મુફ્તી અનસ ડ્રાઈવ કરી રહ્યા છે જ્યારે સના ખાન કારમાં બેઠેલી જોઈ શકાય છે.

image source

બીજી બાજુ સના ખાન પણ એક-એક કરીને પોતાની લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનની તસ્વીરો શેર કરી રહી છે. તાજેતરમાં તેણીએ પોતાના સાસૂમાના હાથની બનાયેલી બિરિયાનીની તસ્વીર ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.

image source

તમને જણાવી દઈએ કે લગ્ન બાદ એક્ટ્રેસ સના ખાને પોતાના પતિ મૌલાના મુફ્તી અનસની સાથે પોતાની પ્રથમ તસ્વીર શેર કરી હતી જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. તેણીએ વ્હાઇટ વેડિંગ ગાઉમાંની પણ એક તસ્વીર શેર કરી હતી અને લાલ જોડામાં પણ એક તસ્વીર શેર કરી હતી. તેમજ તેમમે વેડિંગ કેક કટકરતી પણ એક તસ્વીર શેર કરી હતી.

image source

જો કે ઘણા લોકો સનાની ટીકા પણ કરી રહ્યા હતા. કારણ કે થોડા સમય પહેલા તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર બધાને અલવિદા કહી દીધું હતું અને ધર્મના પંથે આગળ વધી રહી હોય તેવો કોઈ સંકેત આપ્યો હતો.

પણ ત્યાર બાદ થોડા જ સમયમાં તેણી સોશિયલ મિડિયા પર ફરી એક્ટિવ થઈ ગઈ અને હવે રોજ નવી વિડિયો તેમજ તસ્વીરો પોતાના લગ્નની, પોતાના પતિ સાથેની શેર કરતી રહી છે. આમ તેણી લાઇમલાઇટથી તો દૂર નથી જ ગઈ તેવું લોકો કહી રહ્યા છે.

લગ્ન બાદ સનાએ પોતાનું નામ બદલ્યું

image source

સનાએ ખૂબ જ સાદાઈથી ગુજરાતમાં રહેતા મૌલાના અનસ મુફ્તી સાથે નિકાહ કરીને લોકોને ચોંકાવી દીધા છે. સનાની લગ્નની તસ્વીરો પર તેના ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સના ખાને લગ્ન કરી લીધા બાદ પોતાના ઓફિશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાનુ નામ બદલીને ‘સઇદ સના ખાન’ રાખી લીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version