સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીની આગ પર ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી કર્યું ટ્વીટ

અમદાવાદના સાણંદની GIDCમાં આજે સવારથી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા હજારો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો પણ બપોર સુધી તો આગ સતત ભભૂકી રહી હતી. જાણવા મળ્યાનુસાર આ ફેક્ટરી યુનિચાર્મ ઈન્ડિયા નામની ડાયપરની છે અને તે જાપાનની સૌથી મોટી કંપની છે.

image source

આગ એટલી ભયાનક છે કે તેની નોંધ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી હતી. તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને સ્થાનિક તંત્ર સાથે વાત કરી એનડીઆરએફની ટીમોને પણ ઘટનાસ્થળે રવાના કરી હતી. આગ એટલી ભયાનક હતી કે ફેક્ટરી આખેઆખી બળીને ખાખ થઈ ચુકી છે. આગના ધુમાડા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા. આસપાસની ફેક્ટરીઓમાં પણ આ આગના કારણે જોખમ તોળાઈ રહ્યું હતું.

image source

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતી ભાષામાં ટ્વીટ કરી લખ્યું હતું કે, “અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણ થઈ છે.. હું જીલ્લા કલેકટર તેમજ સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું. આગને કાબુમાં રાખવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયેલ, સાથો સાથ NDRFની ટીમને પણ સત્વરે પહોંચી જવા સૂચના આપેલ. સહુની કુશળતા ઇચ્છુ છું “

ગૃહમંત્રીની સુચના મળતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. NDRFની ટીમ ઉપરાંત 35 ફાયર ફાઈટર ઉપરાંત 250થી વધુ લાશ્કર ફેક્ટરીમાં તેમજ આજુબાજુ લાગેલી આગને કાબૂમાં કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. ત્યારે પણ સાંજ સુધીમાં માત્ર 25 ટકા આગ કાબૂમાં લઈ શકાય હતી. આગને બુઝાવવાના કામમાં 150થી વધુ લોકો અને રોબોટની મદદ પણ લેવામાં આવી હતી. એક અંદાજ મુજબ આ આગને બુઝાવવા માટે 15 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો.

image source

ભીષણ રીતે ભળકેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેકટરે આ અંગે નિવેદન આપ્યું હતું કે આગ 80 એકરના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. કંપની 80 એકરમાં ફેલાયેલી છે અને 35 એકરમાં ઉત્પાદનની કામગિરી થાય છે. આ ફેક્ટરીમાં 1700થી 1800 લોકો કામ કરે છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ આ ઘટનામાં થઈ નથી. આ પ્લાટમાં બાળકોના ડાયપર અને સોફી બ્રાંડના સેનેટરી નેપકિનનું ઉત્પાદન પણ થાય છે.

image source

જણાવી દઈએ કે સવારે સવા નવ કલાકે સાણંદ GIDCની યુનિચાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે 3 ફાયર ફાઈટર, 9 પાણીના ટેન્કર, 11 વોટર બોવર્સ, 1 સ્મોક એક્ઝોસ્ટર અને ઓફિસરના 6 વાહનો મળી કુલ 31 વાહનો સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને બુઝાવતા બુઝાવતા સાણંદ ફેક્ટરી નજીક આવેલા પાણીના સ્ત્રોતમાંથી પણ પાણી ખૂટી પડ્યું હતું ત્યારબાદ આસપાસના વિસ્તારોમાંથી પાણી મંગાવવામાં આવી રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત