10 મિનિટનો ભાવુક વીડિયો FB પર પોસ્ટ કરી સુશાંત સાથે ‘MS Dhoni’ ફિલ્મમાં કામ કરી ચુકેલા આ એક્ટરે આત્મહત્યા કરતા ચકચાર

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કો- સ્ટાર સંદીપ નાહરએ આપઘાત કરી લીધો, મૃત્યુ પહેલા ફેસબુક પર પોતાની આપવીતી શેર કરી.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના હજી એક કલાકારે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ફિલ્મ ‘એમ. એસ. ધોની’ના અભિનેતા સંદીપ નાહરએ આત્મહત્યા કરી લીધી છે. ગત વર્ષે ફિલ્મ ‘એમ. એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી’માં છોટુ ભૈયાનું પાત્ર નિભાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવતા બધા જ હેરાન થઈ ગયા છે. ત્યાં જ આ જ ફિલ્મના બીજા અભિનેતાએ આત્મહત્યા કરી લેતા બોલીવુડમાં હલચલ મચી ગઈ છે.

image source

અભિનેતા સંદીપ નાહરે ફેસબુક પેજ પર પોતાના જીવનમાં આવેલ મુશ્કેલીઓ અને પોતાની પત્ની સાથેના સંબંધોને લઈને એક વિડીયો તૈયાર કર્યો છે. સંદીપ નાહરના મૃત્યુ થયા પછી ઘણા બધા લોકોએ તેને આત્મહત્યા ગણાવી રહ્યા છે. ગોરેગાંવ પોલીસનું કહેવું માનીએ તો અભિનેતા સંદીપ નાહરએ આત્મહત્યા કરી છે અથવા તો કોઈ અન્ય કારણોના લીધે સંદીપ નાહરનું મૃત્યુ થયું છે આ વિષે હજી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

image source

અભિનેતા સંદીપ નાહરે જેવી રીતે પોતાની મૃત્યુ પહેલા ફેસબુક પર એક વિડીયો શેર કર્યો છે તે વિડીયોને જોતા આ કેસ આત્મહત્યાનો જ હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અભિનેતા સંદીપ નાહર ફિલ્મ ‘એમ. એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળ્યા હતા. આ સાથે જ અભિનેતા સંદીપ નાહરે અક્ષય કુમાર અને ભોજપુરી અભિનેતા ખેસારી લાલ યાદવ સાથે પણ કામ કર્યું છે.

image source

અભિનેતા સંદીપ નાહરે ફેસબુક પર સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી છે આ વિડીયોની સાથે જ પોસ્ટમાં અભિનેતાએ પોતાના દિલની વાત લખી છે. સંદીપ નાહરે પોસ્ટમાં લખ્યું છે કે, હવે મારી જીવવાની ઈચ્છા રહી નથી. મેં મારા જીવન દરમિયાન ઘણા બધા સુખ- દુઃખ જોયા છે અને તમામ મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે પરંતુ અત્યારના સમયમાં હું જે ટ્રોમા માંથી પસાર થઈ રહ્યો છું તે મારી સહનશક્તિની બહાર જઈ રહ્યું છે.

image source

મને ખબર છે કે, આત્મહત્યા કરવી એ કાયરતા છે મારે જીવન જીવવું હતું પરંતુ એવા જીવનનો શું લાભ જેમાં શાંતિ અને આત્મ સમ્માન ના હોય. મારી પત્ની કંચન શર્મા અને તેની માતા વુંનું શર્મા જેઓ મને ક્યારેય ના સમજ્યા અને નહી જ કે સમજવાનો કોઇ પ્રયત્ન પણ કર્યો. જો કે, મારી પત્ની કંચન સ્વભાવે ગુસ્સાવાળી છે અને તેની પર્સનાલીટી પર મારાથી ઘણી આગ છે જે મેચ થતી નથી.

image source

મેં મુંબઈ આવ્યા પછી ઘણો ખરાબ સમય જોયો છે તેમ છતાં હું ક્યારેય તુટ્યો નથી. અહિયાં સુધી હું ડબિંગમાં જીમ ટ્રેનર પણ હતો તે સમયે એક રૂમના કિચનમાં અમે ૬ વ્યક્તિઓ એકસાથે રહેતા હતા અને સ્ટ્રગલ કરતા હતા પરંતુ તે સમયે શાંતિ હતી. જો કે, મારી પાસે આજે ઘણું બધું છે પરંતુ લગ્ન સંબંધમાં શાંતિ નથી.

image source

છેલ્લા બે વર્ષ દરમિયાન મારું જીવન ખુબ જ બદલાઈ ગયું છે. આવી વાતો હું કોઈની સાથે શેર ક્રીશ્કું નહી. દુનિયાને એવું લાગે છે કે, તેને કેટલું સારું ચાલે છે. કેમ કે, તેઓ ફક્ત અમારી સોશિયલ મીડિયા પોસ્ટ અને સ્ટોરી જ જોવે છે જે બધું જ ખોટું છે. દુનિયાની સામે સારી ઈમેજ જાળવી રાખવા માટે અપલોડ કરતો હોવ છું. જયારે હકીકત તેનાથી એકદમ વિપરીત છે. વધુ જણાવતા અભિનેતા લખે છે કે, અમારે એકબીજા સાથે બનતું નથી.


મારી પત્ની કંચનએ મને બે વર્ષમાં ૧૦૦ કરતા વધારે વાર આપઘાત કરવા વિષે બોલી દીધું છે, તે એવું કહે છે કે, તને ફસાવી દઈશ અને જોવો આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. મારા ભૂતકાળને લઈને ઝઘડો કરે છે, તે મારી કોઈ રીસ્પેકટ કરતી નથી. ગાળો આપે છે અને મારા પરિવાર વિષે પણ ખરાબ બોલતા અચકાતી નથી, મારા પરિવાર વિષે મારાથી હવે સંભળાતું નથી.

image source

જો કે, મારી પત્ની કંચનની કોઈ ભૂલ છે નહી કેમ કે, તે માનસિક રીતે અસ્વસ્થ છે. હું એવું ઈચ્છું છું કે, મારા ચાલ્યા ગયા પછી તેને કોઈ વ્યક્તિ કશું જ કહે નહી કેમ કે, તેને પોતાની ભૂલો કર્યા હોવાનો એહસાસ થવાનો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!