વધી ગઈ છે પીડા અને થઇ રહ્યો છે સાંધામાં અસહ્ય દુઃખાવો? તો તુરંત અજમાવો આ ઉપાય અને મેળવો રાહત

મિત્રો, ઠંડીની ઋતુ આવતાની સાથે જ સાંધાના દુ:ખાવાની સમસ્યા એટલે કે ઘૂંટણની પીડામાં વધારો થાય જ છે. શિયાળામાં વૃદ્ધ લોકોમાં સાંધાનો દુખાવો એ સામાન્ય સમસ્યા છે. આ સમય દરમિયાન સાંધાનો દુ:ખાવો અને ઘૂંટણની પીડાની સમસ્યા હજી પણ વધુ વધે છે. ઘણા લોકો આ સમસ્યાને સરળ બનાવવા માટે દવા લે છે પરંતુ, આજે આ લેખમા અમે તમને અમુક એવા સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી આ સમસ્યાને દૂર કરી શકશે.

શા માટે સાંધાનો દુખાવો ઠંડીમાં વધે છે :

image source

ઠંડીની ઋતુ દરમિયાન રક્ત પરિભ્રમણ એટલુ સારુ નથી જેટલુ ઉનાળામાં હોય છે. નબળા રક્ત પરિભ્રમણના કારણે શરીરમા કોઈ ગરમી હોતી નથી, તેના કારણે હાડકા એકદમ સખત બની જતા હોય છે. આ જડતાને કારણે ઠંડીમા સાંધાનો દુ:ખાવો થવાની સમસ્યા વધી જાય છે.

તુલસીનો રસ પીવો :

image source

તુલસીનો રસ તમારા સાંધાના દુ:ખાવાની સમસ્યા અને ઘૂંટણની પીડા દૂર કરવામા ફાયદાકારક સાબિત થઇ શકે છે. તુલસીમા બળતરા વિરોધી અને એન્ટિબાયોટિક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે પીડા ઘટાડવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે, ફક્ત તુલસીનાં ૪ થી ૫ પાંદડા કાપીને અને તેનો રસ કાઢીને. આ રસને એક ગ્લાસ નવશેકા પાણી સાથે પીવો. દરરોજ આમ કરવાથી તમને ફાયદો થશે.

જાયફળ પણ ફાયદાકારક છે :

image source

જાયફળ સંધિવાની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. તુલસીની જેમ જાયફળમાં પણ બળતરા વિરોધી ગુણધર્મો છે, જે બળતરા અને પીડા ઘટાડે છે. આ માટે જાયફળના ઓઈલમા ફક્ત કોકોનટ ઓઈલ અને તલનુ ઓઈલ મિક્સ કરો. આ ઓઈલનુ મિશ્રણ સંધિવા ઉપર લગાવો અને તેને માલિશ કરો. તે તમને આરામ આપશે.

ઘી સાથે મધ અને ત્રિફળા લો :

image source

ત્રિફલા તમને ઘૂંટણની પીડાની સમસ્યામાં પણ રાહત આપશે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. આ માટે, ફક્ત ત્રિફલા પાવડરનો અડધો ચમચી લો અને તેમાં અડધી ચમચી દેશી ઘી નાખો. તેમાં એક ચમચી મધ નાખો. સવારે ઉઠતા જ તેને ખાલી પેટ લો. આ સિવાય રાત્રે સુતા પહેલા પણ તેનો ઉપયોગ કરો. દરરોજ આમ કરવાથી તમને રાહત મળશે.

દૂધ પીવો :

image source

કેલ્શિયમ અને વિટામિન-ડી દૂધમા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે સાંધાને મજબૂત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી દરરોજ દૂધ પીવું જોઇએ. જેના કારણે હાડકાં મજબૂત બને છે, જો તમને દૂધ ન ગમતું હોય તો, પછી દૂધથી બનેલા ખોરાક, જેમ કે પનીર, દહીં વગેરે ખાય શકાય છે.

image source

આ સિવાય સાંધાના દુ:ખાવાથી છૂટકારો મેળવવા અને તમારા સ્વાસ્થ્યની સારી સંભાળ રાખવા માટે, તમારે કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવો જોઈએ. સાંધાના દુખાવા માટે તરવું એ સૌથી ફાયદાકારક કસરત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત