સંધિવાની સમસ્યાથી લઇને આટલી બધી બીમારીઓને દૂર કરવા મૂળાના પાન છે રામબાણ ઇલાજ, આ રીતે કરો ઉપયોગ

મિત્રો, ઠંડીની ઋતુની જેવી શરૂઆત થાય તેની સાથે જ મૂળા પણ બજારમા પુષ્કળ પ્રમાણમા જોવા મળી રહે છે. લોકો તેનો ઉપયોગ મુખ્યત્વે સલાડ અને શાકભાજી માટે કરે છે. ગાજરની જેમ મૂળો પણ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, જેટલો મૂળો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે તેટલા જ મૂળાના પાંદડા પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે.

image source

મૂળાના પાંદડાનુ નિયમિત સેવન કરવાથી તમે આંતરડા સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તેને ફાઇબરનો એક સારો સ્રોત માનવામાં આવે છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો અનેકવિધ સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

તો ચાલો જાણીએ મૂળાના સેવનથી આપણા સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં લાભ મળે છે.

સંધિવાની સમસ્યા દૂર થાય :

image source

આ લીલોતરી સબજીના પાંદડામા વર્જિન એસિડ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. એક સંશોધન મુજબ આ ગુણતત્વો તમને સંધિવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે, માટે જે લોકો પણ સંધિવાની સમસ્યાથી પીડાતા હોય તેમણે પોતાના આહારમા આ સબ્જીનો સમાવેશ અવશ્ય કરવો.

લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય :

image source

તેમા પુષ્કળ માત્રામા સોડિયમ સમાવિષ્ટ હોય છે, જે શરીરમાં મીઠાની ઉણપને પૂર્ણ કરે છે, તેથી બ્લડપ્રેશરના દર્દીઓ માટે મૂળાના પતાનુ સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય તેમા હાજર એન્થોસાઇનિન પણ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે.

હેમોરહોઇડ્સની સમસ્યા દૂર થાય :

image source

આ લીલોતરી સબજીના પાન એ હરસ જેવી પીડાદાયક શારીરિક સમસ્યાઓને દૂર કરવામા પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે હરસની બળતરા અને પીડા ઘટાડે છે. જો તમે આ લીલોતરી સબજીના પાનને પીસીને તેમા ૨-૩ ચમચી પાણી અને ખાંડ ઉમેરી તેણી પેસ્ટ તૈયાર કરી હરસ હોય ત્યા લગાવો તો તમને પીડામાંથી રાહત મળે છે.

કમળાની સમસ્યા દૂર થાય :

image source

આ લીલોતરી સબજીના પાન કમળાની સમસ્યાના નિદાન માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ બીમારીનુ નિદાન કરવા માટે પાંદડાને ક્રશ કરો અને ત્યારબાદ તેના રસને ગાળીને નિયમિત વહેલી સવારે તેનુ સેવન કરવુ જેથી, થોડા સમયમા જ તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

ડાયાબિટીઝની સમસ્યા નિયંત્રિત રહે :

image source

આ લીલોતરી સબજીના પાંદડાઓમા એવા અનેકવિધ ગુણો સમાવિષ્ટ છે, જે તમારા શરીરમાં સુગરનુ પ્રમાણ જાળવી રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. જો તમે આ સબજીના પાંદડાને મિક્સરમા ક્રશ કરીને ત્યારબાદ તેનુ જ્યુસ બનાવીને નિયમિત તેનુ સેવન કરો તો તમે ખુબ જ સરળતાથી તમારી ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રણમા લાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત