ઈંસ્ટા પર શેર કરી પોતાના જીવનની ખાસ વાતો, લોકડાઉન દરમિયાન કર્યું આ ઉમદા કામ

તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર અભિનીત ફિલ્મ ‘સાંઢ કી આંખ’ના નિર્માતા નિધિ પરમાર હીરાનંદાનીએ લોકડાઉન દરમિયાન એવું કામ કર્યું છે જેની ચર્ચા હવે ચોતરફ થવા લાગી છે. એક વાત પહેલા જ જણાવી દઈએ કે તેણે લોકોને આર્થિક મદદ કે દવા કે સારવારનો ખર્ચ આપીને મદદ કરી હશે તેવું વિચારતા હોય તો તે વાત સાચી નથી. હકીકતમાં તેણે 100 લિટર બ્રેસ્ટ મિક્લ દાન કર્યું હતું. આ વાત સામે આવી ત્યારથી નિધિ સતત ચર્ચામાં છે.

image socure

તાજેતરમાં ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’એ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં નિધિ અને તેના પુત્ર વીરનો ફોટો જોવા મળે છે અને તેના કેપ્શનમાં નિધિની વાત લખવામાં આવ્યા છે. કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે તે 37 વર્ષની હતી ત્યારે તેણે તેના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. તે માતા બનવા ઈચ્છતી હતી પરંતુ સાથે જ તેના પ્રોફેશનલ કરિયરને પણ આગળ વધારવા ઈચ્છતી હતી. એગ્સ ફ્રીઝ કરાવવાના ઘણા સમય પહેલા તે મુંબઈ નિર્દેશક બનવાના સપના સાથે આવી હતી. અહીં આવ્યા પછી તેને પોતાનું નામ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.

કેપ્શનમાં આગળ લખવામાં આવ્યું છે કે, તેણે આસિસ્ટેંટ ડાયરેક્ટર અને ટેલેન્ટ એજન્ટ તરીકે શરુઆતમાં કામ શરુ કર્યું હતું. કામ કરતાં કરતાં તેને પ્રેમ થયો અને તેમણે લગ્ન પણ કરી લીધા. તે સમયે તેની ઉંમર 30 વર્ષની હતી અને તેને કોઈ બાળક ન હતું. થોડા સમયમાં સોસાયટી અને પરિવારે પુછવાનું શરુ કરી દીધું કે બાળકને જન્મ ક્યારે આપવાની છો તેવામાં તેના પતિએ તેને એગ્સ ફ્રીઝ કરાવવાની સલાહ આપી. જેથી તે તેના સપનાને પુરા કરી શકે અને યોગ્ય સમય આવ્યે તે માતા પણ બની શકે. આ વાત તેણે માની લીધી.

image soucre

જ્યારે તે 40 વર્ષની થઈ જ્યારે તે માતા બની, તેના માટે નક્કી હતું કે તે તેના બાળક અને કારર્કિદી બંને પર ધ્યાન આપશે. આ કામ તેણે ખૂબ આનંદ સાથે કર્યું. આ વાત તે બધી જ મહિલાઓ સુધી પહોંટાડવા ઈચ્છે છે તેથી આ પોસ્ટ તેણે શેર કરી છે. તેણે સાથે લખ્યું છે કે જ્યારે સ્ત્રી તૈયાર હોય ત્યારે જ તેણે માતા બનવું જોઈએ જેથી તે આ ક્ષણનો આનંદ માણી શકે.

image socure

કેપ્શનમાં આગળ તેણે લખ્યું છે કે તેણે બ્રેસ્ટફીડિંગ અને ડોનેશનને લઈને લોકોના વિચાર બદલવાનો પ્રયત્ન કર્યો છે. લોકડાઉન દરમિયાન તેણે પોતાનું 100 લીટર બ્રેસ્ટ મિલ્ક પ્રીમેચ્યોર બાળકો માટે ડોનેટ કર્યું છે. આમ કરવા પર તેને પુછવામાં આવે છે કે બાળક માટે તેણે પોતાનું કરિયર બદલ્યું ત્યારે તે જવાબ આપે છે કે આ કામ તેણે પોતાની મરજીથી કર્યું છે. હવે તે એક લાગણીસભર માતા પણ છે અને સાથે જ સફળ પ્રોડ્યુસર પણ છે.