ભૂલ્યા વગર સંધ્યા સમયે કરો આ મંત્રનો જાપ, દરેક ઇચ્છાઓ થઇ જશે પૂરી

જુદી જુદી વસ્તુઓથી કરો ગણેશજીની અને મહાલક્ષ્મીની પૂજા! જાણી લો તેના જુદા જુદા ફાયદાઓ!

હિન્દૂ સંસ્કૃતિમાં અને કોઈ પણ પૂજામાં ભગવાન શ્રીગણેશજીને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શુભ કાર્યમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા અનિવાર્ય ગણવામાં આવે છે. દેવતાઓ પણ પોતાનું કાર્ય વિના વિઘ્ને પૂરું કરવા માટે ગણેશજીની પૂજા અર્ચના સૌ પહેલા કરે છે.ગણેશજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે. માટીની ગણેશ પ્રતિમા સિવાય શ્વેતાર્ક, હળદર, ગોબર અને લાકડાથી બનેલી મૂર્તિની પણ પૂજા કરવામાં આવે છે.

image source

જો મંદિર જઈ શકો નહીં તો ઘરમાં જ ગણેશ ભગવાનને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. ભગવાન ગણેશની પૂજા કરવી સાવ સરળ છે. જો આ પ્રકારની વસ્તુથી એમની પૂજામાં કરવામાં આવે તો તરત જ ભાગ્યોદય થાય છે. જો તમે આ પૂજન વિધિ અનુસાર ગણેશ પૂજા કરશો તો તમને સરળતાથી તેનું ફળ મળે છે.

ગણેશજી સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અનાજ ગ્રહણ કરશો નહીં. વ્રતમાં ફળાહાર, પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે. પૂજામાં ભગવાનને દૂર્વા અને જનોઈ ચઢાવો. ફળનો ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને તમે પણ ગ્રહણ કરો. તે પછી તેમના 12 નામના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

image source

ગણેશજીના નામનો મંત્રઃ-

ૐ સુમુખાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગણકર્ણાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નનાશાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.

ગણેશજીની પૂજા આ રીતે કરી શકો છો

સવારે જલ્દી જાગવું, સ્નાન બાદ સોના, ચાંદી, તાંબા, પીત્તળ અથવા માટીના વાસણથી બનેલી શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત કરો. ગણેશજીને જનોઈ પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર વગેરે ચઢાવો. ચોખા સહિત અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો.

image source

આ રીતે મહાલક્ષ્મીની પૂજા કરી શકો છોઃ-

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. લક્ષ્મીજી સાથે જ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરશો તો વધારે શુભ રહે છે. આ બંને દેવી-દેવતાઓની પ્રતિમાનો અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. તે પછી જળથી અભિષેક કરો. વસ્ત્ર, હાર-ફૂલ, ભોગ વગેરે અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી ભગવાન પાસેથી ભૂલની માફી માગો.

બુધ ગ્રહ માટે આ શુભ કામ કરો.

દર બુધવારે બુધ ગ્રહ માટે વિશેષ પૂજન કરવું જોઇએ. આવું કરવાથી કુંડળીના બુધ ગ્રહ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. બુધવારે લીલા મગનું દાન કરો. ગણેશ પૂજામાં બુધના મંત્ર ૐ બું બુધાય નમઃનો જાપ 108વાર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ