સાનિયા મિર્ઝાએ પોતાના પુત્ર બાબતે ચિંતા કરતા વ્યક્ત કર્યું દુઃખ અને કહ્યું…

સાનિયા મિર્ઝાએ પોતાના પુત્ર બાબતે ચિંતા કરતાં વ્યક્ત કર્યું દુઃખ

image source

આપણા બધાની જેમ લોકડાઉનને સાનિયા મિર્ઝા પર પણ અસર કરી છે. પણ અહીં માત્ર વાયરસના અજાણ્યા વર્તનની કે પછી ઘરમાં પુરાઈ રહેવા પર જ સાનિયા ચિતિંત નથી . તેણીના કિસ્સામાં એ પણ હકીકત છે કે લોકડાઉને તેના કુટુંબને સેપરેટ કરી મુક્યું છે એટલે કે છુટ્ટું છવાયું કરી મુક્યું છે. સાનિયા અને તેનો દીકરો ઇઝહાન ભારતના હૈદરાબાદમાં છે તો તેનો પતિ પાકિસ્તાની ક્રિકેટર શોઐબ મલિક પાકિસ્તાનના સિયાલકોટમાં છે.

સાનિયાએ બે વર્ષના બ્રેક બાદ ફરી ટેનિસ કોર્ટમાં કમબેક કર્યું છે તેણીએ આ ટુર્નામેન્ટ માટે સતત ટ્રાવેલિંગ કરવું પડ્યું હતું અને તેણી ભારતમાં લોકડાઉન શરૂ થાય તે પહેલાં જ યુ.એસથી ભારત પાછી આવી ગઈ હતી. તો વળી તેનો પતિ મલિક જ્યારે આ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું ત્યારે પાકિસ્તાનમાં સુપર લિગમાં રમી રહ્યો હતો

image source

‘માટે તે પાકિસ્તાનમાં ફસાઈ ગયો અને હું અહીં. અમારા માટે આ સંજોગો ઘણા અઘરા છે કારણે કે અમારે એક નાનુ બાળક છે. અમને ખબર નથી કે ક્યારે ઇઝહાન પોતાના પિતાને ફરી જોઈ શકશે. તેના માટે તેા પિતા પણ તેટલા જ જરૂરી છે,’ સાનિયા મિરઝાએ તાજેતરમાં થયેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું. ‘અમે બન્ને ખુબ જ હકારાત્મક અને વ્યવહારુ લોકો છીએ. તેને પોતાની માતા છે જેઓ 65 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવે છે, માટે તેની ત્યાં વધારે જરૂર છે. માટે છેવટે તો એ જ ઉત્તમ છે કે તે તેણી પાસે ત્યાં છે. અમે આશા રાખીએ કે અમે સ્વસ્થ રહીએ અને આમાંથી બહાર આવીએ.’

image source

સાનિયા આ દરમિયાન ઘણી બધી લાગણીઓ અનુભવી રહી છે, જો કે હાલ ટેનિસ માટે તેણીના મગજમાં કોઈ જ પરેશાની નથી, તેણી પોતાની ચિંતાઓ તેમજ બેચેની વિષે જણાવે છે, ‘મને સામાન્ય રીતે બેચેનિ કે ચિંતાની કોઈ જ સમસ્યા નથી. પણ થોડા દિવસો પહેલાં મને રાત્રે અચાનક જ અકારણસર ચિંતા થવા લાગી હતી. હું પથારીમાં સુતી હતી અને વિવિધ બાબતો પર વિચારી રહી હતી કારણ કે હાલ ઘણી બધી અનિશ્ચિતતાઓ ચાલી રહી છે. એક નાનકડું બાળક ઘરમાં હોય, તમને તમારી જાતને પ્રોટેક્ટ કેવી રીતે કરવી તે ખબર ન હોય, તમારા બાળકને કેવી રીતે સુરક્ષિત રાખવું તે ખબર ન હોય, તમારી સાથેના તમારા માતાપિતા પણ વૃદ્ધ હોય. માટે તમે તમારા કામ કે ટેનિસ વિષે તો સ્વાભાવિક રીતે ન જ વિચારી શકતા હોવ.’

image source

તેણી કહે છે ‘હાલ તો હું અસ્તિત્વ વિષે વિચારી રહી છું.’ પ્રવાસી મજુરો આ લોકડાઉન દરમિયાન સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે, અને તેમની સ્થિતિને જોઈને તેણીનું હૃદય ભાંગી ગયું છે. તેણી તેના માટે બનતો પ્રયાસ પણ કરી રહી છે તેણી ફંડ ઉઘરાવી રહી છે અને ચેરીટી કરી રહી છે, પણ સાનિયાને ખાતરી નથી કે તે જે કંઈ કરી રહી છે તે જરૂરિયાત મંદો માટે પુરતું છે કે નહીં. તેણી પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે, ‘જ્યારે તેમની વિડિયો જોઈ રહ્યા હોવ ત્યારે ‘એક દોષભાવની લાગણી થઈ રહી છે કે તમે એક સક્ષમ સ્થિતિમાં છો.

image source

થોડા દિવસ પહેલાં સાનિયાએ એક તસ્વીર જોઈ હતી જેમાં એક માતા પોતાના બાળકને પોતાના ઘભા પર લઈ જઈ રહી હતી અને સાથે સાથે સૂટકેસ પણ ખેંચી રહી હતી અને તે સૂટકેસ પર પણ એક બીજું બાળક હતું. આ દ્રશ્યને જોઈ સાનિયાનું હૃદય દ્રવિ ઉઠ્યું હતું, ‘ આ ખરેખર હૃદય દ્રવી જાય તેવું છે. મને ખરેખર એ લોકો માટે લાગણી છે જેઓ રોજનું રોજ કે અઠવાડિયા-અઠવાડિયાની કમાણી પર નિર્ભર છે. દાડીયા મજૂરો…’ તેણી આગળ જણાવે છે, ‘સદભાગ્ય પણે આપણામાંના ઘણા બધા લોકો સક્ષમ સ્થતિમાં છે અને તેમને મદદ કરી શકે તેમ છે. મેં વ્યક્તિગત રીતે પણ તેમને મદદ કરી છે. જો હું સાચી હોવ તો અમે માત્ર ત્રણ અઠવાડિયામાં લગભગ 3.3 કરોડ રૂપિયા ભેગા કર્યા છે, આ મુવમેન્ટનું નામ છે યુથ ફીડ ઇન્ડિયા. પણ આપણી વસ્તી એટલી બધી વધારે છે કે એ કહેવું મુશ્કેલ છે કે આપણે કરી રહ્યા છે તે પુરતું છે કે નહીં.’

image source

જો કે તેણીને પોતાના રેંકિંગ માટે પણ ચિંતા છે. તેણી ને 250માંથી 200 માર્ક્સ મળ્યા છે જેનાથી તેણી ચિંતિત છે. કારણ કે તેણીને લાગી રહ્યું છે કે ટેનિસ એ છેલ્લી રમત હશે જેને લોકડાઉન બાદ ફરી શરૂ કરવામાં આવશે. સાનિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે ટેનિસ પર કોરોના વાયરસની મહામારીની પ્રથમ અસર તેણી જ્યારે દુબઈ ખાતે માર્ચના પહેલા અઠવાડિયામાં ફેડ અપ કપ રમી રહી હતી ત્યારે જોઈ હતી. ‘એક દિવસ અમારી પાસે બોલ બોય્સ હોય તો બીજા દિવસે ન હોય, કારણ હતું વાયરસ, અને તે બધું હાયજેનિક પણ નહોતું. જ્યારે અમને બોલ કીડ્સ મળતા ત્યારે તેઓને અમને ટોવેલ આપવાની મંજૂરી નહોતી આપવામાં આવતી કે પછી કોઈ ચોક્કસ વસ્તુઓ કરવાની મંજૂરી તેમને નહોતી. અને અચાનક અમારા લાઇન્સમેન પણ બંધ થઈ ગયા. અમે જાણે જઈ રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા હતા.’

image source

તેણી ટેનિસની રમત શરૂ કરવા બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવી રહી છે, ‘તમે જે ઘડીએ મુસાફરી કરો છો તમે જોખમમાં મુકાઈ જાઓ છો. જે ઘડીએ તમે પ્લેનમાં બેસો છો તે ઘડીએ તમે જોખમમાં મુકાઈ જાઓ છો. તે અશક્ય છે કે એક એવિ ટુર્નામેન્ટમાં જ્યાં 500 ખેલાડીઓ 100 જુદા જુદા દેશમાંથી આવેલા હોય અને કોઈને પણ વાયરસનું સંક્રમણ ન લાગે. આ ખરેખર એક મોટું જોખમ છે.’

Source : Indianexpress

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત