સંજય દત્તથી લઇને આ સેલેબ્સનું નસીબ પડ્યુ પાછળ, અને લોકોએ કરી દીધા સાઇડમાં, જેમાં ઐશ્વર્યાનું પણ નામ છે હોં….

જિંદગીની બીજી પારીની શરૂઆત તમે ક્યારેય પણ કરી શકો છો. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જે પોતાના કરિયરમાં પિક કર હતા, ઇન્ડસ્ટ્રીને સુપરહિટ ફિલ્મો આપી. સક્સેસફૂલ ફિલ્મોમાં કામ કર્યું અને સ્ટારડમની મજા માણી. પણ અમુક કારણોસર આ કલાકારોએ પોતાની જાતને ઇન્ડસ્ટ્રીથી દુર કરી લીધી. થોડા વર્ષો પછી આ કલાકારોએ બોલીવુડમાં કમબેક કર્યું પણ એમને એટલી સફળતા અને સ્ટારડમ ન મળ્યું જેટલું પહેલા મળ્યું હતું. આજે અમે તમને ઇન્ડસ્ટ્રીના એવા જ કેટલાક કલાકારો વિશે જણાવીશું.

સંજય દત્ત.

image source

સંજય દત્ત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે, જેમને ખલનાયક, સાજન અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. પણ ત્રણ વર્ષ સુધી એ ફિલ્મોથી દૂર જેલમાં રહ્યા. ત્રણ વર્ષ પછી જ્યારે સંજય દત્ત જેલમાંથી પાછા આવ્યા અને ફિલ્મોમાં પરત ફર્યા ત્યારે એમની પહેલી ફિલ્મ ભૂમિ હતી પણ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખૂબ જ ખરાબ રીતે પટકાઈ ગઈ. જેલમાં ગયા પછી એમનું સ્ટારડમ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. સંજય દત્તની આ ફિલ્મ એમના જેલમાંથી આવ્યા પછી તરત જ રિલીઝ થઈ હતી. ફિલ્મ ભૂમિ પછી પણ એમની બીજી ઘણી ફિલ્મો આવી પણ કઈ ખાસ કમાલ ન કરી શકી. અને સંજય દત્તને પહેલા જેવી સફળતા ન મળી.

સની દેઓલ અને બોબી દેઓલ.

image source

એકટર સની દેઓલ અને બોબી દેઓલ માટે હિન્દી ફિલ્મોમાં એક લાંબા સમય પછી કમબેક કરવું કઈ ખાસ સારું ન રહ્યું. ઘણા સમય પછી સની અને બોબી દેઓલ બ્રધર્સ ફિલ્મ પોસ્ટરમાં દેખાયા. આ ફિલ્મનું નિર્દેશન શ્રેયસ તલપડે એ કર્યું હતું. આ ફિલ્મ સિનેમાઘરોમાં ક્યારે આવી અને ક્યારે જતી રહી, ઓડિયન્સને ખબર જ ન પડી. ઘણા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ રહ્યા બાદ સની અને બોબીનો સ્ટાર પાવર ઓછો થઈ ચૂક્યો હતો અને ફેન્સનો એમના પ્રત્યેનો ક્રેઝ પણ ઓછો થઈ ચૂક્યો હતો.

ગોવિંદા

image source

ઇન્ડસ્ટ્રીમાં ચી ચીના નામેં જાણીતા ગોવિંદા 90ના દાયકામાં એક સફળ અભિનેતા હતા એમના ડાન્સના લોકો જબરદસ્ત ફેન હતા. પોતાની શાનદાર એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી, ડાન્સ અને કૉમેડીથી ફેન્સનું દિલ તેમને જીતી લીધું હતું. એક સમય હતો જ્યારે ગોવિંદનું નામ ટોપ એક્ટરના લિસ્ટમાં આવતું હતું.પણ અમુક કારણોના લીધે વર્ષ 2002 પછી ગોવિંદાએ 3 વર્ષનો બ્રેક લીધો. આ ત્રણ વર્ષમાં ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદા માટે ઘણું બધું બદલાઈ ગયું હતું. ગોવિંદાએ ફિલ્મ સાથી અને ભાગમભાગથી બોલીવુડમાં ફરી એન્ટ્રી કરી પણ બધી જ ફિલ્મો ફ્લોપ રહી. પોતાની સેકન્ડ ઇનિંગમાં એ કઈ ખાસ ન કરી શક્યા.

માધુરી દીક્ષિત.

image source

બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત ક્યારેક ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ હતી. એમને બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી અને પોતાની શાનદાર એક્ટિંગ માટે ઘણા એવોર્ડ પણ મેળવ્યા. જ્યારે માધુરી પોતાના કરિયરના પિક પર હતી ત્યારે એમનો લગ્ન કરવાનો નિર્ણય સૌને ચોંકાવનારો હતો. અમેરિકાના ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરીને એ અમેરિકા સેટલ થઈ ગઈ અને બોલીવુડની બાય બાય કહી દીધું. 5 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીથી દુર રહ્યા પછી માધુરીએ ફિલ્મ આજ નચ લેથી ઇન્ડસ્ટ્રીમાં રીએન્ટ્રી કરી પણ એમને પહેલા જેવું સ્ટારડમ ન મળ્યું. એ પછી માધુરીએ ફિલ્મ ગુલાબ ગેંગ અને ડેઢ ઇશકિયામાં પણ કામ કર્યું પણ બંને ફિલ્મો બોક્સઓફિસ પર ખરાબ રીતે પટકાઈ ગઈ.

રવીના ટંડન.

image source

એમ સમય હતો જ્યારે મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનનું નામ બોલીવુડની A કેટેગરીની હિરોઇનમાં આવતું હતું પણ વર્ષ 2004માં લગ્ન કર્યા પછી રવીનાએ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. ઘણા વર્ષો લચી રવીનાએ ફિલ્મ બુઢ્ઢા હોગા તેરા બાપમાં કેમિયો રોલ કર્યો હતો ઓન એમને એમાં સફળતા ન મળી. વર્ષ 2017માં ફિલ્મ માતૃ દ્વારા ફરી કમબેક કર્યું પણ ફિલ્મ ક્યારે સીનેમાઘરમાં આવી ને ક્યારે જતી રહી ખબર જ ન પડી.

કરિશ્મા કપૂર

image source

પ્રેમ કેદીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કરિશ્મા કપૂરે બોલિવુડને દિલ તો પાગલ હે, રાજા હિન્દુસ્તાની અને જુબેદા જેવી ઘણી હિટ ફિલ્મો આપી અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવોર્ડ પણ જીત્યા. કરિશ્મા કપૂરે લગ્ન પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો. વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ કરિશ્મા ફિલ્મ બાજ- આ બર્ડ ઇન ડેન્જરમાં દેખાઈ. આ ફિલ્મના 9 વર્ષ પછી 2012માં કરિશ્મા વિક્રમ ભટ્ટની હોરર થ્રિલર ફિલ્મ ડેન્જર્સ ઇશકમાં દેખાઈ હતી પણ ફિલ્મ કઈ ખાસ ચાલી નહિ અને કરિશ્મા પણ પોતાની સેકન્ડ ઇનિંગમાં કઈ કરી ન શકી.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાયે પોતાની પ્રેગ્નનસીના કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો. લાંબા બ્રેક પછી ઐશ્વર્યા ફિલ્મ જજબામાં દેખાઈ પણ પોતાની એક્ટિંગથી એ દર્શકોને પ્રભાવિત ન કરી શકી. એ પછી ઐશ્વર્યા ફિલ્મ સરબજિત અને એ દિલ હે મુશ્કેલમાં પણ ડિઝાઈ પણ એમને પહેલા જેવું સ્ટારડમ ન મળ્યું..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!