Site icon News Gujarat

સાંજે દુલ્હન બની અને સાસરે ગયાનાં બીજા દિવસે જ ઉઠી અર્થી, દર્દનાક કહાની સાંભળીને તમારી આંખો છલકાઈ જશે

કોરોનાની પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. પહેલી લહેરમાં જોવા મળતાં લક્ષણો કરતાં બીજી લહેરમાં અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સાથે હવે બાળકો અને યુવાનો અને બાળકો પણ વાયરસની જપેટમાં વધારે આવી રહ્યાં છે.

image source

ઘણાં પરિવારો આ મહામારીમાં તબાહ થઈ ગયાં છે. આવી રીતે થતાં મોતની વચ્ચે એક અન્ય રહસ્યમય રીતે થયેલા મોતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પંજાબના જલંધરમાંથી આ ઘટનાં સામે આવી હતી.

image source

અહીં એક મુસ્લીમ દીકરીનાં લગ્ન બાદ તેનુ રહસ્યમય મોત થયુ હતુ. જલંધરના ઇસ્લામાગંજની પરમપાલ કૌરની ડોલી તેનાં સાસરે પહોંચી જ હતી. આ પછી થોડા કલાક બાદ જ તેની લાશ તેના પિયર પહોંચી હતી. આ જોઈને તેના પરિવારજનોનો આરોપ છે કે છોકરાવાળાએ જ તેમની દીકરીની હત્યા કરી છે.

image source

આખી ઘટના અંગે પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી અને લાશને કબ્જામાં લીધી હતી. પોલીસે આ પછી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ત્યાંથી જે જાણવા મળ્યું તે જાણીને બધા દંગ રહી ગયાં હતાં. આ સાથે પોલીસે પરિવારજનોના નિવેદન પર પાંચ લોકો વિરૂદ્ધ દહેજનો કેસ પણ નોંધયો છે.

મળતી માહિતી મુજબ જલંધરના ઇસ્લામગંજની રહેવાસી પરમપાલ કૌર જે 20 વર્ષની છે અને તેના માતા-પિતા પણ હવે આ દુનિયામાં નથી. આ દીકરી તેની દાદી પાસે જ રહેતી હતી. આ પછી રવિવારે તેના લગ્ન સુપ્રીત સિંહ સાથે થયાં હતાં. તે કરતારપુરના વિશ્વકર્મા માર્કેટના રહેવાસી હતો. સુપ્રીત સિંહ સાથે વિધિ વિધાનથી લગ્ન થાય બાદ સાંજે 7 વાગ્યે તેની વિદાય થઇ હતી.

image source

આ પછી જે બન્યું તે ખુબ જ ચોંકાવનારું હતું. સોમવારે સુપ્રીત સિંહનાં પરિવાર જનો દ્વારા ફોન કરી કહેવામાં આવ્યું હતું કે પરમપાલ કૌર સીધી છે. તે માટે તે લોકો તેને ત્યાં નહિ રાખે. તેમણે છોકરીને જવા માટે કહી દીધુ.

તે બાદ બંને પક્ષોએ પંચાયત બોલાવી. તેનો નિર્ણય થવાનો બાકી હતો કે સોમવારે લગભગ બપોરે 2 વાગ્યે પરમપાલની તબિયત બગડી ગઇ હતી. આ પછી તેને બેહોશીની હાલતમાં જ હોસ્પિટલ લઇ જવાની ફરજ પડી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોકટરે તેને જોઈને કહ્યું કે તે મૃત્યુ પામી છે. હવે આ આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

image source

છોકરીના પરિવારજન પોલિસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે છોકરાવાળા પર આરોપ પણ લગાવ્યો છે.

કાર્યવાહી કરતાં પોલિસે સુપ્રીત સિંહ પિતા, તેની માતા અને તેની બહેન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ પણ કરી છે. માત્ર લગ્નનાં એક જ દિવસમાં આ રીતે છોકરીનું મોત થયું છે તે સાંભળીને બધાને નવાઇ લાગી છે. આ પાછળનું સાચું કારણ શું છે તે અંગે હવે તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version