કોરોના વેક્સિનનો એક ડોઝ લઈને પણ સંક્રમિત થઈ રહ્યા છે લોકો, જો આ સાવધાની રાખશો તો નહિં આવો કોરોનાની ઝપેટમાં

કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થતા દર્દીઓ કોરોના વેકસીન ન લેનારા માટે જોખમ બની રહ્યા છે. એક રીતે કહીએ તો તેઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે. ડોકટરો અને વૈજ્ઞાનિકોએ પોતાની તાજેતરની જ સ્ટડીમાં આ ચિંતા વ્યક્ત કરી છે. ડોકટર એવા લોકોને લઈને વધુ ચિંતા વ્યક્તિ કરી રહ્યા છે જેઓએ વેકસીન નથી લીધી અને લોકોના સંપર્કમાં આવ્યા છે પરંતુ તેમનામાં કોઈ લક્ષણો દેખાયા નથી. આવા લોકો બીજા લોકો માટે જોખમ સમાન છે.

દેશભરમાં કોરોના વેકસીનની પહેલી અને બન્ને ડોઝ લગાવ્યા બાદ લોકોના સંક્રમિત થવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના કેસોમાં એવું જાણવા મળ્યું કે તેઓ અપેક્ષા કરતા વધુ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને કેટલાક કેસોમાં ગંભીર સ્થિતિ જોવા નથી મળી. જો કે આવા દર્દીઓ કોરોના વેકસીન ન લેનારા માટે જોખમ બની રહ્યા છે. એક રીતે કહીએ તો તેઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે. ડોકટરો અને વૈજ્ઞાનિકોએ પોતાની તાજેતરની જ સ્ટડીમાં આ ચિંતા વ્યક્ત કરી છે.

image source

વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થઈ રહેલા લોકોમાં કોરોનાના લક્ષણો દેખાવવાનું શરૂ થઈ ગયું છે. જો કે ડોકટર્સ એવા લોકો માટે વધુ ચિંતિત છે જેઓએ વેકસીન નથી લીધી અને ઉપર જણાવ્યા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે અને તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નથી મળ્યા. આવા લોકો અન્ય માટે એક જોખમ છે.

હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના દર્દીઓ વેકસીન લીધા વિનાના છે અને હોસ્પિટલમાં ગંભીર કેસો પણ એવા છે જેઓએ વેકસીન નથી લીધી. જો કે તેઓ સંક્રમિત ક્યાંથી થયા ? તેના અનેક સોંર્સ હોઈ શકે છે. ડોકટરોને એવી આશંકા છે કે ઉપરોક્ત પૈકી અમુકને સંક્રમિત પરિવારોના સદસ્યોને કોરોના થયો હોય જેમાંથી તેઓને કોરોના થયો હતો પરંતુ અસીમટોમેટિક હતા.

image source

પહેલો ડોઝ લીધા બાદ 6 થી 8 અઠવાડિયામાં એન્ટીબોડી બને છે

ફિયરલેસ હોસ્પિટલમાં ક્લિનિકલ ડાયરેકટર (રિસર્ચ એન્ડ એકેડમિક્સ) શુભરોજ્યોતિ ભૌમિકએ જણાવ્યું હતું કે વેકસીનનો પ્રથમ ડોઝ લેનારા વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીનું મેક્સિમમ લેવલ બનતા લગભગ છ થી આઠ મહિનાનો સમય લાગે છે જો તેણે બીજો ડોઝ પણ લઈ લીધો હોય તો. તેઓએ જણાવ્યું કે આ દરમિયાન એ વ્યક્તિ સંક્રમણ માટે અતિસંવેદનશીલ હોય છે, પરંતુ મોટાભાગના કેસોમાં અસીમટોમેટિક રહે છે. એટલા માટે તેઓ એ નથી જાણી શકતા કે તેઓ સંક્રમિત છે અને આસપાસના લોકોને સંક્રમિત કરી શકે છે.

image source

વેકસીન લીધા બાદ જે તે વ્યક્તિ સુરક્ષિત થઈ શકે છે પણ તેની આજુબાજુના લોકો નહીં

ક્લિનિકલ ટ્રાયલ નિષ્ણાંત અને સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડીસીનના ક્લિનિકલ અને પ્રાયોગિક ફાર્માકોલોજીના પૂર્વ પ્રમુખ, શાંતનુ ત્રિપાઠીએ આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના વેકસીન બાદ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી સાવધાની ન રાખવી એ ખતરાને આમંત્રણ આપવા બરાબર છે. તેઓએ વધુમાં જણાવ્યું કે વેકસીન વાયરસના પ્રસારને રોકવા માટે નથી. તે ફક્ત વાયરસ સામે એક વ્યક્તિની ઇમ્યુનિટીને વધારે છે અને સંક્રમણની ગંભીરતાને ઓછી કરે છે. આ માટે કોઈ વ્યક્તિ વેકસીન લીધા બાદ અપેક્ષાકૃત સુરક્ષિત રહી શકે છે પરંતુ તેની આસપાસના લોકો નથી સુરક્ષિત ન હોઈ શકે.

image source

નિશ્ચિત અંતરે વેકસીનના બન્ને ડોઝ લેવો જરૂરી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કોલકત્તાના વાયરોલોજીસ્ટ અમીરુલ મલિકના જણાવ્યા મુજબ એક વ્યક્તિ જેની પાસે કોરોના વાયરસ સામે લડવા વેકસીન પ્રેરીત ઇમ્યુન સિસ્ટમ નથી તે બીજા માટે એક જોખમ બની શકે છે. એટલા માટે ભારતમાં અપાતી કોરોના વેકસીન પ્રાઈમ બુસ્ટ રેજીમેન (પહેલા અને બીજા ડોઝ માટે એક જ વેકસીન) નું પાલન કરે છે જેથી નિશ્ચિત અંતર બાદ એક જ વેકસીનના બન્ને ડોઝ લેવા જરૂરી છે.

image source

વેકસીનના બન્ને ડોઝ દરમિયાનના સમયે સાવધાની જરૂરી

અમીરુલ મલિકે જણાવ્યું કે પ્રથમ ડોઝ બાદ 14 દિવસ પછી એન્ટીબોડીનું રિએક્શન મેક્સિમમ થઈ જાય છે. આ એક સમય બાદ બિલકુલ ઓછું થઈ જશે જો એક બુસ્ટર અથવા બીજો ડોઝ ન આપવામાં આવે. આ આપણને સંક્રમણથી બચાવવા માટે એક લાંબો અને વધારે એન્ટીબોડી રિએક્શન પૂરું પાડે છે. જો કે આપણી પાસે તેનો જવાબ આપવા માટે જરૂરી ડેટા નથી. આ જોતા કે બે શોટ્સ વચ્ચે 28 દિવસનું અંતર છે. કોઈને બહુ સાવધાન રહેવું પડશે, ફક્ત પોતાના માટે જ નહીં પર અન્યોના માટે પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!