96 ટકા સંક્રમિત ફેફસાં છતા ગોધરાના મજબૂત મનોબળના 52 વર્ષીય મહિલાએ કોરોનાની આપી મ્હાત

કોરોના થાય એટલે સૌથી મોટું જોખમ ફેફસા પર તોળાવા લાગે છે. કોરોના ફેફસા પર હુમલો કરે છે અને તેને એટલી હદે ડેમેજ કરી દે છે કે લોકોના જીવ પર આવી બને છે. કોરોનાના દર્દીની તબિયતના આધારે ડોક્ટર તેમને સીટીસ્કેન કરાવવા કહે છે. સીટીસ્કેનમાં દર્દીનો સ્કોર 25થી જેટલો ઓછો તેટલું દર્દી પર જોખમ ઓછું. પરંતુ જો આ સ્કોર 15થી પણ વધુ આવે તો દર્દી અને દર્દીના સગા બંનેના હોશ ઉડી જાય છે કારણ કે આ સ્કોર દર્શાવે છે કે ફેફસા કોરોનાના કારણે કેટલા ડેમેજ થયા છે.

image source

પરંતુ પંચમહાલ જિલ્લાના 52 વર્ષીય રક્ષાબેનએ સાબિત કર્યું છે કે ફેફસા 96 ટકા ડેમેજ થઈ જાય તો પણ કોરોનાને હરાવવો શક્ય છે. જી હા રક્ષાબેનને 1 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના રીપોર્ટ થયા અને જાણવા મળ્યું કે તેમનો એચઆરસીટી સ્કોર 24 છે એટલે કે તેમના 96 ટકા ફેફસા ડેમેજ થઈ ગયા છે. તેમની સારવાર ગોધરા ખાતેની સિવિલ હોસ્પિટલમાં શરુ કરવામાં આવી હતી. અહીંના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફની દિવસ રાતની સઘન સારવારના પરીણામે રક્ષાબેન 18 દિવસે સ્વસ્થ થયા છે.

રક્ષાબેનની ગંભીર હાલતમાં સારવાર કરનાર ડો ઈશાન મોદીનું જણાવવું હતું કે 52 વર્ષના રક્ષાબેનને 1 તારીખે હોસ્પિટલ લાવવામાં આવ્યા. તે સમયે તેમને સ્કોર 24 હતો, ઓક્સિજન લેવલ પણ 70 હતું અને ક્યારેક તો 50 સુધી ડ્રોપ થઈ જતું. તેમનું સીઆરપી 140 અને ડીડાઈમર 5000 હતું. તેમનું ફેરેટીન 2000 પર પહોંચી ગયું હતું. તેમને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે સ્થિતિ એવી હતી કે તેમને દર મિનિટે 15 લીટર ઓક્સિજન એનઆરબીએમ પર આપવું પડતું. દર્દી દાખલ થયા ત્યારે તેમની હાલત નાજુક જ હતી. પરંતુ તેમને માનસિક રીતે સાંત્વના આપી અને સારવાર શરુ કરવામાં આવી.

image source

રક્ષાબેનને ઓક્સિજન સાથે એન્ટીબાયોટીક્સ, રેમડેસીવીર, સ્ટીરોઈડ સહિતની દવાઓ આપી તેમની સારવાર શરુ કરવામાં આવી. એક સપ્તાહ થયા બાદ આ સારવારથી તેમની તબિયત સુધારા પર જવા લાગી. એક સપ્તાહ બાદ જ તેઓ ઓક્સિજન સપોર્ટ વિના રહી શકતા હતા અને ઓક્સિજન લેવલ પણ 94 આસપાસ રહેતુ હતું. 18 દિવસની સારવાર બાદ તેમના તમામ રિપોર્ટ નોર્મલ થઈ ચુક્યા છે. 1થી 18 તારીખ સુધી સિવિલમાં સારવાર લીધા બાદ રક્ષાબેન સ્વસ્થ થઈ ઘરે પણ પહોંચી ચુક્યા છે.

રક્ષાબેનના પતિના જણાવ્યાનુસાર તેમને શરુઆતમાં ઉધરસ અને નબળાઈ જણાતી હતી. સ્થાનિક ડોક્ટરની દવા સલાહથી તેમણે સીટી સ્કેન કરાવ્યું જેમાં તેમને કોરોનાની ખબર પડી. સાથે જ ખબર પડી કે તેમના ફેફસા 96 ટકા ડેમેજ થઈ ગયા છે. પરિવાર આ વાત જાણી ચિંતામાં પડી ગયો પરંતુ હીંમત હારી નહીં અને સકારાત્મક પરીણામ મળશે તે વિચાર સાથે તેમણે સારવાર શરુ કરી.

image source

રક્ષાબેનને હોસ્પિટલમાં ચા, નાસ્તો, જમવાનું મળવા ઉપરાંત ફિઝીયોથેરાપી, પ્રોનિંગ એક્સરસાઈઝ કરાવવામાં આવતી. આ સાથે જ હોસ્પિટલનો સ્ટાફ તેમની ખૂબ દરકાર લેતા. આ સાથે જ રક્ષાબેને તમામ વિચાર છોડી અને પોતાની જાતને સ્વાસ્થ્ય પ્રત્યે પોઝિટિવ રાખી જેના કારણે તેઓ 18 દિવસમાં મોતના મુખમાંથી પરત ફરી શક્યા છે. આ તમામ સારવાર માટે તેમને કોઈપણ પ્રકારનો ખર્ચ પણ થયો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!