Site icon News Gujarat

રાજકોટના લંપટ શાળા સંચાલકે કરી શરમજનક હરકત, બે વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી અને….

ગુરુ અને શિષ્યના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ કેટલાક ગુરુ એવા લંપટ નીકળે છે કે તેમને ગુરુ તરીકે આદર આપવાને બદલે નરાધમ કહી સજા આપવાનું મન થાય. આવું જ કંઈક કર્યું છે રાજકોટના એક લંપટ શિક્ષકે. જેણે દીકરી સમાન બે વિદ્યાર્થીનીઓ પર નજર બગાડી છે. આ ઘટના પ્રકાશમાં આવતા ચોતરફથી લંપટ શાળા સંચાલક પર ફિટકાર વરસી રહી છે.

image socure

ઘટના બની છે રાજકોટના લોધિકા વિસ્તારમાં આવેલી એક શાળામાં. અહીં શાળા સંચાલકે ધોરણ 9માં અભ્યાસ કરતી એક નહીં બે બે વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. શાળા સંચાલકે બંનેને પોતાની ઓફિસમાં બોલાવી અને બંને સાથે એક સાથે અશ્લીલ હરકત કરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓ પણ હેબતાઈ ગઈ હતી.

જો કે આ પહેલા પણ વિદ્યાર્થિનીને છ વખત પજવવામાં આવી હતી. છેલ્લે વિદ્યાર્થીનીથી સહન ન થતા તેણે સમગ્ર વાત પરીવાર અને પોલીસને જણાવી અને લંપટ શાળા સંચાલકનો પર્દાફાશ થયો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો પરંતુ શાળા સંચાલક ફરાર થયો છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

image socure

ઘટના અંગે મળતી માહિતી અનુસાર અહીં આવેલી જ્ઞાનજ્યોત શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીઓ સાથે શાળા સંચાલકે અશ્લીલ હરકત કરી હતી. બંનેએ પોલીસને પોતાની આપવીતી જણાવી હતી જે સાંભળી પોલીસ પણ ધ્રુજી ગઈ હતી અને તેમનું લોહી પણ ઉકળી ઉઠ્યું હતું. વિદ્યાર્થીનીઓના જણાવ્યાનુસાર શાળા સંચાલક દિનેશ જોષી તેમના પર નજર બગાડતો હતો, તેમને જોઈ અને અશ્લીલ હરકતો કરતો હતો. ગત માસમાં સંચાલકે વિદ્યાર્થીનીઓને અલગ અલગ બહાના કરી છ વખત ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી તે તેમને પાછળથી જકડી લેતો હતો.

image soucre

દિનેશ જોષીની આ હરકતોથી વિદ્યાર્થિનીઓ કંટાળી ગઈ અને ફરીવાર આવી ઘટના ગત 1 ઓક્ટોબરે બનતા તેમણે શાળાના શિક્ષકો, વાલીઓને જાણ કરી અને ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. મહત્વનું છે કે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરનાર દિનેશ જોષીના પત્ની ભાજપ મહિલા મોરચામાં હોદ્દેદાર છે. આ ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

Exit mobile version