Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સંતાન અંગે ચિંતા વર્તાશે

*તારીખ ૦૪-૧૧-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છાઓ*

*વિશેષ*

નરક ચતુર્દશી,દર્શ અમાવસ્યા, લક્ષ્મી અને ઇન્દ્ર પૂજન,દિવાળી, મહાવીર નિર્વાણ દિન(જૈન).

*મેષરાશિ*

દિવાળી નો આખો દિવસ અમાસ રહે છે,શાંતિ અને ધીરજથી દિવસ પસાર કરવો.સામાજીક માન-સન્માન મળી શકે.ચિંતા ઉગ્રતા છોડવી.

*વૃષભ રાશી*

દિવસ આખો અમાસ રહે છે. સામાન્ય મત મતાંતર રહે. પારિવારિક સહયોગ મળે.ઉષ્મા ભર્યો દિવસ રહેશે.સકારાત્મક રહેવું

*મિથુન રાશિ*

પારિવારિક પ્રસન્નતા ભર્યો દિવસ રહે.સંતાન ઉપર થોડું ધ્યાન આપવું.આગ અકસ્માતની સંભાવના.એકંદરે દિવસ શુભ રહે.

*કર્ક રાશિ*

દિવાળી નો આખો દિવસ સમાસ રહે છે.મહેમાનનું આગમન સંભવ બને.સંતાન અંગે થોડી ચિંતા વર્તાય.હરીફ વર્ગથી સતેજ રહેવું.

*સિંહરાશિ*

આખો દિવસ અમાસ રહે છે. આપના વિચારોમાં કંઈક સાહસ કરવાની ભાવના હોય.કાર્યક્ષેત્રે સાવધ રહેવું શુભ રહે.જતું કરવાની ભાવનાથી શુભ રહે .

*કન્યારાશિ*

અમાસ આખો દિવસ રહે છે.વાણી વર્તનમાં સંભાળવું.ગૃહજીવનમાં સાનુકૂળતા.ભાઈભાંડુના વ્યવહારમાં સંભાળવું.આર્થિક મોરચે સાવધ રહેવું.

*તુલા રાશિ*

દિવાળી નો આખો દિવસ અમાસ.આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.સ્વસ્થતા જાળવવી.અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.સામાજીક માન-સન્માન મળી શકે.

*વૃશ્ચિક રાશિ* :-

ભાઈભાંડુ નો સહયોગ મળે. સામાજિક ક્ષેત્રે મતમતાંતર થી જાળવવું.આર્થિક સાનુકૂળતા રહે. પ્રવાસના આયોજનની સંભાવના.

*ધનરાશિ*

થોડીક ચિંતા ઉચાટ રહે.મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.પારિવારિક સાનુકૂળતા બને.પ્રવાસનું આયોજન સફળ બને.

*મકર રાશિ*

આળસ ત્યાગવું કામકાજમાં સાવચેત રહેવું.આગ અકસ્માત ના સંજોગ.થોડો ચિંતાનો માહોલ રહે.

*કુંભરાશિ*

ભાગ્ય યોગે અનુકૂળ દિવસ બની શકે.સ્નેહી મિત્રોનો સહયોગ મળે. કાર્યક્ષેત્રે થોડી સાવચેતી વર્તવી હિતાવહ રહે.

*મીન રાશિ*

અમાસ હોય સાવચેત રહેવું.મિત્ર સાથે મનદુઃખ ની સંભાવના બને. સંતાન અંગે ચિંતા વર્તાય. વ્યવસાયિક ક્ષેત્રે અનુકૂળતા રહે. આકસ્મિક મુસાફરીના સંજોગો બને.

Exit mobile version