સંત કેશવાનંદ ભારતીનું નિધન, 47 વર્ષ પહેલા બંધારણના મૂળભૂત અધિકાર માટે લડી હતી ઐતિહાસિક લડાઈ

1200 વર્ષ જૂના ઈડનીર મઠની સંપત્તિ બચાવવા લડી હતી લડત

કેરળના શંકરાચાર્ય સંત કેશવાનંદ ભારતીનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કાસરગોડના ઈડનીર મઠના વડા હતા. તેમને બંધારણ બચાવનારા સંત તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેમણે 47 વર્ષ પૂર્વે મઠની સંપત્તિ મામલે કેરળ સરકાર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં ઐતિહાસિક લડત લડી હતી. તેમણે જમીન સુધારા કાયદા અને બંધારણમાં 29માં સુધારાને પડકાર્યો હતો. લાંબી લડત બાદ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. ભારતીય બંધારણીય કાયદામાં પણ આ કેસની સૌથી વધુ ચર્ચા થાય છે. સ્વામી કેશવાનંદ ભારતી આ કેસના કારણે દેશભરમાં પ્રખ્યાત થયા હતા. તેઓ માનતા હતા કે તે માત્ર સંપત્તિ વિવાદનો કેસ નથી પરંતુ તે બંધારણની બાબત છે.

image source

કેરળના 1200 વર્ષ પ્રાચીન ઈડનીર શૈવ મઠના તેઓ આદિ શંકરાચાર્ય પણ કહેવાતા હતા. તેમના ગુરુના નિધન બાદ કેશવાનંદ માત્ર 20 વર્ષની ઉંમરે મઠના વડા બન્યા હતા. અધ્યાત્મ ઉપરાંત નૃત્ય, કલા, સંગીત અને સમાજસેવામાં પણ આ મઠનું ઘણું યોગદાન છે. ભારતની નૃત્ય પરંપરાને પ્રોત્સાહન આપવા ઇડનીર મઠની સ્કુલ-કોલેજો પણ ચાલે છે. આ સિવાય મઠ વર્ષોથી ઘણા વ્યવસાયોનું પણ સંચાલન કરે છે.

image source

સંત કેશવાનંદ ભારતીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ આવનારી પેઢીને પ્રેરણા આપતા રહેશે. ભારતીની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમનો ઐતિહાસિક ચુકાદો આપતા બંધારણના મૂળ માળખાનો સિદ્ધાંત આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, પૂજ્ય કેશવાનંદ ભારતીજીને તેમની સામુદાયિક સેવા તથા શોષિતોને સશક્ત કરવાના તેમના પ્રયાસો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે પણ કેશવાનંદ ભારતીના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું હતું.

શું હતો ઐતિહાસિક ચુકાદો ?

image source

23 માર્ચ 1973ના રોજ સુપ્રિમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. બંધારણમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાની અમર્યાદિત સત્તા અંગે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. તે સમયના મુખ્ય ન્યાયમૂર્તિ એસએમ સીકરી તથા ન્યાયમૂર્તિ એચઆર ખન્નાના વડપણ હેઠળ 13 ન્યાયમૂર્તિની ખંડપીઠે 7:6 થી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે સંસદ પાસે બંધારણની કલમ 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે બંધારણના દરેક ભાગમાં સુધાર-ફેરફાર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત