સાપ્તાહિક રાશિફળ : 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં કઈ રાશિને થશે લાભ કોને નુકસાન જાણો

સાપ્તાહિક રાશિફળ : 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં કઈ રાશિને થશે લાભ કોને નુકસાન જાણો

મેષ

તમને સોંપવામાં આવેલા નવા કામમાં વ્યસ્તતા વધી શકે છે. કોઈ સબંધીના સ્વાસ્થ્યને લઈને અથવા પોતાની બીમારીથી પરેશાન થઈ શકો છો. સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખો. ખાસ કરીને ખાણીપીણીની બાબતમાં સાવધાન રહેવું. જે જાતકો રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકો માટે આ સપ્તાહનો સમય સારો છે. પરીવાર માટે સમય કાઢો. મિત્રોને મળવાનું થઈ શકે છે.

વૃષભ

નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓ સાથે અને વેપાર-ધંધા કરતાં લોકોને તેમના ભાગીદારો સાથે તાલમેલ સુધારવાની જરૂર રહેશે. સપ્તાહ દરમિયાન કેટલીક બાબતોમાં કોઈ દિવસ ઘોર નિરાશાનો અનુભવ થશે તો કોઈ દિવસ ખુશી મળશે. ટુંકમાં આ સપ્તાહ મિશ્ર પરીણામ આપનાર સાબિત થશે. જો કે સપ્તાહના અંત સુધીમાં તમે તમારા અનુભવોમાંથી જ ઘણું શીખી શકશો.

મિથુન

આ સપ્તાહ દરમિયાન હાથમાં લીધેલા કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થશે. જે બાબતો કે કાર્યમાં તમે ફેરફાર કરી શકતા નથી તે બાબતોને ખાસ જાળવી અને તે મુજબ આગળની યોજના નક્કી કરવી. સરકારી અને વહીવટી કામમાં પાર પાડવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંતાન પ્રત્યે ચિંતા રહેશે. સાવધાન રહો.

કર્ક

કાર્યક્ષેત્રમાં આવેલી સમસ્યાઓના નિરાકરણમાં સપ્તાહ પસાર થઈ જશે. તમારા પ્રભાવની નબળી સ્થિતિના કારણે કેટલીક સમસ્યાઓનો અંત ન પણ આવે તેવું બની શકે છે. પરંતુ તેમ છતાં કોઈ સ્થિતિમાંથી બહાર આવવા શોર્ટકટ્સનો આશરો ન લેવો અને સલામત રસ્તા પર જ ચાલો. સપ્તાહ દરમિયાન મનને શાંત રાખો તે જરૂરી છે. આ ઉપરાંત વાણી પર પણ સંયમ રાખો.

સિંહ

આ અઠવાડિયે તમે શેર બજારોમાં તમારા નાણાંનું રોકાણ કરી શકો છો. પ્રિયજનો સાથે સંપર્કમાં રહો. આ તમારા માટે લાભકારક અઠવાડિયું છે, જ્યાં સારી તકો તમારી રાહ જોઈ રહી છે. કાર્યક્ષેત્રમાં કેટલાક વિશેષ લાભ અથવા નવી તકો મળવાની પણ સંભાવના છે. આ સપ્તાહમાં તમે ફરવા જવાનું પ્લાનિંગ પણ કરી શકો છો. આ સિવાય રોકાણ પણ ભવિષ્યમાં લાભ આપનાર સાબિત થશે.

કન્યા

તમારા પ્રભાવ, સકારાત્મક ઊર્જા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ આ અઠવાડિયામાં ટોચ પર રહેશે. આ બાબતોની અન્ય દ્વારા નોંધ પણ લેવાશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ વધશે. પ્રેમ સંબંધ પણ મજબૂત રહેશે. ધંધામાં લાભ અને વૃદ્ધિની તકો મળશે. તમે વિજયના માર્ગ પર છો. બસ અટક્યા વિના આગળ વધતાં રહો. સફળતા ચોક્કસથી મળશે. પરિવાર પણ સાથ આપશે.

તુલા

ફરવા જતાં પહેલાં ઘરની પૂરતી સુરક્ષા નક્કી કરો, પરિવારમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમ વ્યક્ત કરવામાં ઉતાવળ ન કરો, કદાચ તમે જે લાગણીઓને પ્રેમ તરીકે સમજી રહ્યા છો તે ફક્ત એક આકર્ષણ છે. આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. તેથી આ સપ્તાહમાં વધારે ખર્ચ ન કરો. દાંપત્યજીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે તેવી ઘટના બને. પરિવાર તમારા નિર્ણયમાં સહકાર આપશે.

વૃશ્ચિક

ધંધા માટે જો કોઈ નવી યોજનાઓ વિચારી છે તો તેને લાગુ કરવાનો આ યોગ્ય સમય છે. ખાણીપીણીની અનિયમિતતા આરોગ્યને ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં મહત્વના કામોમાં અવરોધો આવશે. યોજના મુજબ કામ થશે નહીં. વાણી પર નિયંત્રણ જરૂરી છે. નોકરીમાં બઢતી મળવાની સંભાવના છે. બચતમાં વધારો થશે. ઓફિસમાં તમારો પોતાનો પ્રભાવ વધશે. તમને અનુભવોથી લાભ મળશે.

ધન

આ અઠવાડિયે તમારું ધ્યાન વ્યવહારિક અને પ્રતિષ્ઠા અપાવે તેવા લક્ષ્યો પર રહેશે. લાગણીશીલ બનવું સારું છે, પરંતુ તેનો પ્રભાવ તમારા નિર્ણયો પર ન વધે તે ધ્યાન રાખો. સપ્તાહના મધ્ય ભાગમાં રોમેન્ટિક અને પ્રેમથી ભરપુર સમય પસાર કરશો. રવિવારનો દિવસ ઘર, પરિવારની સાથે પસાર થશે. આ સપ્તાહમાં એવી કોઈ ઘટના બની શકે છે જે તમારી પરીજનોની સલામતી અને ચિંતાઓમાં વધારો કરી શકે છે.

મકર

ભાગીદારીમાં કરેલા વેપાર માટે આ સપ્તાહ સારું રહેશે. કામમાં ઉત્સાહ જળવાયેલો રહેશે અને સફળતા માટે કરેલા પ્રયત્નો તમને સફળતા પ્રદાન કરશે. તમને પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. વાહન કાળજીપૂર્વક ચલાવો. નાના ભાઈ-બહેનોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સપ્તાહમાં યાત્રાને ટાળવી.

કુંભ

સંશોધન કાર્ય આ અઠવાડિયે મુખ્ય બાબત રહેશે. કાર્યક્ષેત્રમાં ઉત્સાહ સાથે કામ કરવું પડશે. સપ્તાહમાં શુક્રવાર અને શનિવારનો દિવસ મહત્વકાંક્ષાઓ લઈને આવશે. તમે ભવિષ્યને લઈને આશાવાદી બનશો. આર્થિક બાજુ મજબૂત રહેશે, નવી ખરીદી માટે પણ સમય સાનુકૂળ રહેશે, નવા સંબંધો બનશે જે ફાયદાકારક સાબિત થશે. સપ્તાહ દરમિયાન વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. કામમાં ઉતાવળ ન કરો આરામથી કામ કરો.

મીન

આ સમય દરમિયાન તમારું વર્તન વધુ આક્રમક બનશે. વિવાહિત જીવનમાં કભી ખુશી કભી ગમ જેવા દિવસો આવશે. વિદ્યાર્થી વર્ગને ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. સંબંધોમાં જરૂરી હોય ત્યાં બાંધછોડ કરો. આ સપ્તાહમાં તમને નવી તકો મળશે. તેને અપનાવી લેવી. સપ્તાહના મધ્યમાં ખુશી વધારે તેવી ઘટના બનશે. અવિવાહીત જાતકોના જીવનમાં કોઈ ખાસ આવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ